ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ગાથા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી; સિંહણો, માલધારી સમુદાય અને વનકર્મીઓની ભૂમિકા પર વિશેષ પ્રકાશ અમદાવાદ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ઐતિહાસિક યાત્રા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ નામની ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે. ડોક્યુમેન્ટ્રીમાં એશિયાટિક સિંહોના સંરક્ષણની સફળ ગાથા, સ્થાનિક સમુદાયોના…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં કેમલિન દ્વારા કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિના વિકાસ માટે અનોખી પહેલ અમદાવાદ: હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુથી કેમલિન દ્વારા શાળાના કેમ્પસમાં કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ રંગો સાથે સર્જનાત્મક પ્રયોગો કરી પોતાની કલ્પનાઓને કેનવાસ પર સુંદર રીતે રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને…

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી…

ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી…

સ્વતંત્રતા દિવસ 2026: લાલ કિલ્લા પરથી પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’, 5,000 વિશેષ મહેમાનો બનશે સાક્ષી

‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિથી વિકસિત ભારત@2047’ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા…

ગાંધીનગરમાં તિરંગા રેલીમાં NCCના 595 કેડેટ્સનો દેશભક્તિનો જુસ્સો છવાયો

50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલીને લીલી ઝંડી આપી; યુવા કેડેટ્સે શિસ્ત, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન કર્યું ગાંધીનગર ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા રેલીમાં દેશભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. રેલીમાં NCC ડિરેક્ટોરેટ ગુજરાત (અમદાવાદ ગ્રુપ)ના 595 કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીને ગુજરાતના…

ભુજ ટાઉનહોલમાં વાયુસેનાના બેન્ડની દેશભક્તિભરી સંગીતમય રજૂઆત

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની એરફોર્સ બેન્ડ ટીમે મંત્રમુગ્ધ કરતું પર્ફોર્મન્સ આપ્યું; વીર નારીઓ અને ગૅલન્ટ્રી એવોર્ડ વિજેતા યુદ્ધવીરોનું સન્માન ભુજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ની એરફોર્સ બેન્ડ ટીમ દ્વારા 9 ઓગસ્ટે ભુજ ટાઉનહોલ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવના…

નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે

ભારત-મોરિશિયસ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ; 10થી 13 ઓગસ્ટ દરમિયાન વિવિધ મુદ્દે થશે ચર્ચા અમદાવાદ ભારતીય નૌકાદળના વડા (CNS) એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન 10થી 13 ઓગસ્ટ, 2026 દરમિયાન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મહત્વપૂર્ણ ભાગીદાર એવા મોરિશિયસ સાથે દ્વિપક્ષીય દરિયાઈ સહયોગ અને સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ…

નમ્રતા અદાણીના નેતૃત્વમાં ISSOનું વિસ્તરણ, 630થી વધુ સ્કૂલો અને 28 હજાર વિદ્યાર્થી એથ્લિટ્સ જોડાશે

2026-27ની સિઝનમાં સ્કૂલ સ્પોર્ટ્સ માટે હાઈ પર્ફોર્મન્સ ટ્રેનિંગ, કોચ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ કરિયર માર્ગદર્શન પર ભાર અમદાવાદ ઇન્ડિયન સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) આગામી સિઝનમાં પોતાના નેટવર્કને 630થી વધુ શાળાઓ સુધી વિસ્તારી રહ્યું છે. ISSOના એડવાઈઝરી બોર્ડના સભ્ય તથા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદના ફાઉન્ડિંગ ડિરેક્ટર અને પ્રમોટર નમ્રતા અદાણીના નેતૃત્વમાં 2026-27ની સિઝનમાં 28 હજારથી વધુ વિદ્યાર્થી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 10-08-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

એપલ પે ભારતમાં ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે, શરૂઆતમાં UPI સપોર્ટ નહીં મળે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ…

એપલ પે ભારતમાં ઓક્ટોબરમાં થઈ શકે છે લોન્ચ, શરૂઆતમાં UPI સપોર્ટ નહીં મળે

Visa અને Mastercardના ક્રેડિટ કાર્ડથી થશે કોન્ટેક્ટલેસ પેમેન્ટ; QR કોડ સ્કેન કરવાની સુવિધા પણ નહીં હોય નવી દિલ્હી: એપલના iPhone યુઝર્સ માટે ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, એપલની લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સર્વિસ Apple Pay ભારતમાં સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબર સુધીમાં લોન્ચ થઈ શકે છે. જોકે, શરૂઆતના તબક્કામાં Apple…

શ્રીલંકા સામે નંબર-3 પર દેવદત્ત પડિક્કલની એન્ટ્રી, ટેસ્ટમાં આ સ્થાનનો અનુભવનો મોટો ફાયદો મળી શકે છે

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા નંબરની જવાબદારી, શ્રીલંકા-11 સામે 142 રનની અણનમ ઈનિંગથી દાવો મજબૂત કર્યો નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થતાં હવે દેવદત્ત પડિક્કલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની જવાબદારી મળવાની સંભાવના છે. ખાસ…

કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભારે નુકસાનની આશંકા; અનેક શહેરોમાં ધરતી ધ્રૂજી

ચૉકો પ્રાંતમાં કેન્દ્રબિંદુ, બોગોટા સહિત મેદેલિન અને કાલી સુધી અનુભવાયા આંચકા; રસ્તા-પુલોમાં તિરાડો, લોકો ઘરની બહાર દોડી આવ્યા બોગોટા કોલંબિયામાં સોમવારે શક્તિશાળી ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા પ્રાથમિક રીતે 7.4 માપવામાં આવી હોવાનું જણાવાયું છે. પ્રશાંત તટ પર આવેલા ચૉકો પ્રાંતને ભૂકંપનું કેન્દ્રબિંદુ ગણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપના આંચકા દેશના અનેક…

અમિતાભ બચ્ચને 4.48 કરોડ ફોલોઅર્સ સમક્ષ સ્વીકારી પોતાની ભૂલ, ફેન્સે જંતર-મંતરના વિરોધ પ્રદર્શન સાથે કરી સરખામણી

X પર પોસ્ટ નંબરિંગમાં થઈ નાની ભૂલ, મેગાસ્ટારે માફી માગી અને ભૂલ સુધારનાર ફેનનો માન્યો આભાર; સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યા રમૂજી કોમેન્ટ્સ મુંબઈ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા માટે જાણીતા છે. તેઓ નિયમિત રીતે X પર પોસ્ટ શેર કરે છે અને દરેક પોસ્ટને ‘T’ નંબરથી ઓળખાવે છે. જોકે, તાજેતરમાં તેમની…

‘મા કસમ 150 વાર!’ જર્મન અંકલે હિન્દી, ભોજપુરી અને મરાઠીમાં કરી વાત, કહ્યું- ‘ભારત મારા માટે સ્વર્ગ છે’

થાઈલેન્ડમાં ભારતીય યુવતી સાથે મુલાકાત દરમિયાન જર્મન નાગરિકે ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો; 150 વખત ભારતની મુલાકાત લીધી હોવાનો દાવો, ભારતીય ભાષાઓ બોલવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ નવી દિલ્હીભારતની વિવિધતા, સંસ્કૃતિ અને શાકાહારી ભોજનનો જાદુ માત્ર ભારતીયો પર જ નહીં, પરંતુ વિદેશીઓ પર પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાલ એક જર્મન નાગરિકનો…

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં

-પરિમલ નથવાણી ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં વણાઈ ગયાં છે. મારી નસોમાં ફરી રહ્યાં છે અને હ્રદયમાં ધબકી રહ્યાં છે. ગિર તથા સિંહોને મેં અસંખ્ય વાર જોયા છે, માણ્યા છે. દરેક ઋતુમાં મેં ગિરની છટા જોઇ છે- વહેલી સવારે, ભર બપોરે, સમી સાંજે. સમગ્ર ગિર ઇકો સિસ્ટમનો જાણે…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 133 મીટરને પાર, સ્ટોરેજ 81.40 ટકા

છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો; હાલ 133.03 મીટર, પાણીની આવક 35,809 ક્યુસેક અમદાવાદ ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. આજે, 8 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યે નોંધાયેલા આંકડા મુજબ ડેમની હાલની જળસપાટી 133.03 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની…

વડનગરમાં ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો શાનદાર પ્રારંભ

બનાસકાંઠા, પાટણ, સુરત અને બરોડાની ટીમોનો દબદબો; ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો વડનગર ખાતે આવેલા એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શાનદાર પ્રારંભ થયો છે. તા. 7થી 11 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની મહિલા…

જિયોએ OTT-પાસ પોર્ટફોલિયો વિસ્તાર્યો: ₹550 અને ₹2,000ના નવા પ્લાન લોન્ચ

3 મહિના અને 1 વર્ષના નવા વિકલ્પો સાથે ગ્રાહકોને વધુ ડેટા, અનલિમિટેડ 5G અને 15 પ્રીમિયમ OTT પ્લેટફોર્મનો લાભ નવી દિલ્હી રિલાયન્સ જિયોએ પોતાના લોકપ્રિય Jio OTT Pass પોર્ટફોલિયોને વિસ્તારીને 3 મહિના અને 1 વર્ષના નવા પ્લાન રજૂ કર્યા છે. લાંબા સમય સુધી પ્રીમિયમ મનોરંજન અને ડિજિટલ કન્ટેન્ટનો લાભ લેવા માંગતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ…

લદ્દાખ મેરેથોનમાં ઇનામોની ધમાકેદાર જાહેરાત: પ્રથમ વખત ₹1 કરોડનું મેગા પ્રાઇઝ પૂલ

વિશ્વની સૌથી ઊંચાઈ પર યોજાતી AIMS-સર્ટિફાઇડ મેરેથોનની 13મી આવૃત્તિ 10થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે; 10 હજારથી વધુ મુલાકાતીઓ પહોંચવાની અપેક્ષા લેહ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પ્રશાસને 13મી લદ્દાખ મેરેથોન માટે રેકોર્ડ ₹1 કરોડના ઇનામોની જાહેરાત કરી છે. મેરેથોનના ઇતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રાઇઝ પૂલ છે. પ્રશાસનના આ નિર્ણયથી લદ્દાખ મેરેથોનને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત…