નાઈજરમાં બળવા સમર્થક પ્રદર્શનકારીઓનો ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો

કેટલાક પ્રદર્શનકારીઓએ ફ્રેન્ચ એમ્બેસી પાસે રશિયન અને નાઈજીરીયાના ધ્વજ લગાવ્યા, ફ્રાન્સ મુર્દાબાદ, પુતિન ઝિંદાબાદ અને રશિયા ઝિંદાબાદના નારા લગાવ્યા પેરિસનાઇજરમાં હજારો લોકોએ લશ્કરી બળવાને ટેકો આપનારા ફ્રાન્સના પ્રભાવ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે ફ્રેન્ચ એમ્બેસીની સામે તંગ અને હિંસક દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બળવા સમર્થક પ્રદર્શનકારીઓએ અહીં ફ્રેન્ચ દૂતાવાસ…

યુપીના કેટલાક જિલ્લામાં દુષ્કાળ, કેટલાક જિલ્લામાં પૂરથી હાહાકાર

રાજ્યમાં ઘણા સ્થળોએથી લોકોએ સ્થળાંતર કરીને પાળા પર પડાવ નાખ્યા છે જ્યારે ઘણી જગ્યાએ ગ્રામજનો પલાયનની તૈયારી કરી રહ્યા છે લખનૌઆ વખતે મોસમનો મિજામ કંઈક વિચિત્ર નજર આવી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓ દુષ્કાળની ઝપેટમાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં નદીઓમાં આવેલા પૂરના કારણે હાહાકારની મચી ગયો છે. ઘણા સ્થળોએથી લોકોએ સ્થળાંતર કરીને પાળા…

પ્રેમજાળમાં ફસાવી યુપીના યુવક સાથે વિદેશી યુવતીની 3.5 લાખની ઠગાઈ

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ દ્વારા બોરિસ જોન્સન નામની એક યુવતીના નામે યુવકને ફસાવવામાં આવ્યો લખનઉસીમા હૈદર અને અંજુની પ્રેમ કહાનીનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે લખનઉના એક યુવકને વિદેશમાં પ્રેમની શોધ કરવી મોંઘી પડી છે. સરહદ પારથી પ્રેમની શોધમાં લખનઉના યુવક સાથે 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જ્યારે તેને ખબર પડી કે લંડનની…

સ્ટાર્સ સાથે ચેરિટી શૉના નામે 9 કરોડની છેતરપિંડીમાં ત્રણની ધરપકડ

નવેમ્બર 2022માં આ લેભાગુઓએ શ્રી સુવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ચેરિટી શોનું આયોજન કરવાના નામે લોકોને ફસાવ્યા લખનૌયુપી એસટીએફે ત્રણ બદમાશોની ધરપકડ કરી છે જેમણે ફિલ્મ સ્ટાર્સ અને ગાયકોને બોલાવીને ચેરિટી શોનું આયોજન કરવાના બહાને લોકોને 9 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપ છે કે નવેમ્બર 2022માં આ ઠગોએ શ્રી સુવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ…

ચાર વર્ષ બાદ જેટ એરવેઝને ઓપરેટર સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું

ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો નવી દિલ્હીજેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ દ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) જારી કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મળતા જ એરલાઇન્સ માટે ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો છે.આ અંગે ખુશી વ્યક્ત કરતા, જેટ એરવેઝને…

છ વર્ષમાં 27,426 કરોડની જીએસટીની ચોરી, રિકવરી માત્ર 922 કરોડ

મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશનના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ નવી દિલ્હીગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના 6 વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં 5,070 જેટલાં છેતરપિંડીના કેસ પકડી પાડ્યા હતા જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) ક્લેમ કરવા માટે લોકોએ પાનકાર્ડ (પાન) અને આધારકાર્ડ (આધાર)ની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ 5,000…

ભારતની માથાદીઠ આવક 2030 સુધીમાં 4000 ડોલર પર પહોંચશે

છેલ્લા 20 વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં ઝડપથી વધારો, 2001માં તે 460 ડોલર હતી, જે વધીને 2011માં 1,413 ડોલર અને 2021માં 2,150 ડોલર થઇ નવી દિલ્હીભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ્વારા એવું પણ સામે…

ભારતીય ફૂટબોલર ચિંગલેન્સાનાનું ઘર નષ્ટ, પરિવારનો બાચાવ

આ દુ:ખદ ઘટના બની ત્યારે ચિંગલેન્સના હૈદરાબાદ એફસી ટીમ સાથે કેરળના કોઝિકોડમાં હતો ઈમ્ફાલમણિપુર લગભગ 3 મહિનાથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. કુકી અને મૈતેઈ બે સમુદાયો વચ્ચે મોટા પાયે હિંસક અથડામણ થઈ હતી. 3 મેના રોજ શરૂ થયેલી હિંસાએ મણિપુરના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું છે. આ હિંસાને કારણે હજારો લોકો…

રેમી લ્યુસિડીનું 68માં માળેથી પડી જતાં મોત થયું

રેમી હોંગકોંગમાં આવેલી એક રહેણાંક ઈમારત પર ચઢ્યો હતો વોશિંગ્ટનગગનચુંબી ઈમારતો પર ચઢી જઈને સેલ્ફી લેવા અને વીડિયોગ્રાફી કરવા માટે પ્રસિદ્ધ એવા રેમી લ્યુસિડીને લઈને એક આઘાતજનક અહેવાલ આવ્યા છે. ૩૦ વર્ષીય ફ્રેન્ચ ડેરડેવિલ અને સ્કાયક્રેપર જે તેમના દિલધડક કરતબ માટે જાણીતા હતા તેમનું 68 માળની બિલ્ડિંગ પરથી પડી જવાને લીધે મોત નીપજ્યું છે. આ…

કાશ્મીરના અરનિયામાં બીએસએફના ગોળીબારમાં એક આતંકી ઠાર

મોડી રાતે બીએસએફના ઓપરેશન બાદ સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુજમ્મુ કાશ્મીરમાં સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે ત્યારે મોડી રાત્રે બીએસએફના જવાન દ્વારા વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ઘૂસણખોરો…

ઉત્તરાખંડમાં ડૉક્ટર દંપતીને ત્યાંથી 11 લાખ ચોરનારી નોકરાણી જબ્બે

દંપતીના ઘરમાંથી 2022થી પૈસા ગાયબ થવા લાગ્યા. રકમ બહુ મોટી ન હતી, તેથી તેમણે વધુ ધ્યાન આપ્યું નહીં, અંતે મહિલા કેમેરામાં ઝડપાઈ હલ્દવાનીઉત્તરાખંડના હલ્દવાનીમાં પોલીસે ચોરીના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલા ડોક્ટર દંપતીના ઘરે કામ કરતી હતી. દંપતીએ તેને વર્ષ 2019માં ઘરેલુ કામ માટે રાખી હતી. વર્ષ 2022થી તેમના ઘરમાંથી પૈસાની ચોરી…

અલવરમાં બે સગીર સગી બહેનો પર ગેંગરેપ થયો

પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો અલવરરાજસ્થાનમાં મહિલાઓ સાથે અત્યાચાર યથાવત છે. હવે અલવરમાં બે સગીર સગી બહેનો સાથે કથિત રીતે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો હતો. એનઈબી પોલીસ સ્ટેશનના પોલીસે આ મામલે કેસ દાખલ કરી તલાશ સાથે જ મામલાની તપાસ હાથ ધરી છે.અલવરના એક…

ઈન્ડિયા- કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથીઃ યોગી

દેશ આસ્થા અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે, હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથીઃ યુપીના મુખ્યપ્રધાન લખનઉઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે આગામી 3 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના…

સીમા-સચિનના ઘરને પોલીસને ઘેરો-પરિવારને ખાવાનાં ફાંફા

સીમાના સસરા નેત્રપાલ મીણાનું કહેવું છે કે, પોલીસને કારણે ઘરના લોકો બહાર જઈ શકતા નથી નોઈડાપોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનની સરહદ પાર કરનાર ગ્રેટર નોઈડાની રહેવાસી સીમા હૈદરની યુપી એટીએસની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. તેણી પતિ સચિન મીણા અને સાસરીયાઓ સાથે રબુપુરા ગામમાં બીજા મકાનમાં રહે છે. સીમાના સસરા નેત્રપાલ મીણાનો એક વીડિયો સામે…

નગ્ન ક્લિપિંગ્સની ધમકી આપી 1.11 કરોડ ખંખેરી લીધા

યુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને ફેક પ્રોફાઈલ ધરાવતી મહિલાએ મિત્રતા કરીને ફસાવ્યો બેંગલુરુયુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને મેટ્રિમોનિયલ સાઈટ પર એક મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડી ગયું હતું. મહિલાએ તેને વીડિયો કોલ પર નિઃવસ્ત્ર થવાની લાલચ આપી હતી અને બાદમાં 1.11 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. વ્હાઇટફિલ્ડ સીઈએન ક્રાઇમ પોલીસે મહિલાના ખાતામાં 84 લાખ…

સેટ પર ભેદભાવ, પીવાનું પાણી માગતા પણ બીક લાગતીઃ જેનિફર

‘પ્રોડક્શન ટીમ અમારા કપડા ધોતી નહોતી અને અમારે એ જ કપડા સતત 20 દિવસ સુધી પહેરવા પડતા હતાઃ અભિનેત્રીના આક્ષેપ મુંબઈ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આશરે 15 વર્ષ સુધી ‘રોશનભાભી’નો રોલ પ્લે કરનારી જેનિફર મિસ્ત્રી બંસીવાલ પોતાની સાથે ઘણા વર્ષ સુધી મેકર્સ તરફથી થયેલા અન્યાય સામેની લડત જીતવા માટે મે મહિનામાં એકલી નીકળી પડી હતી….

રાજ્ય સરકારે 60 લાખ સ્માર્ટ મીટરના ઓર્ડર આપ્યા

પ્રથમ તબક્કામાં આ મીટર ગાંધીનગરની સરકારી કચેરીઓ અને રાજ્યભરની અન્ય સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે અમદાવાદહવે પ્રીપેડ ઇલેક્ટ્રિક મીટર ટૂંક સમયમાં રાજ્યભરના ઘરોમાં વાસ્તવિકતા બની જશે અને આ સાથે જ ગુજરાત સ્માર્ટ મીટર ધરાવતું દેશનું છઠ્ઠું રાજ્ય બનશે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર રાજ્ય સરકારે 60 લાખ સ્માર્ટ મીટરનો ઓર્ડર આપ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે…

મણિપુર પોલીસને એફઆઈઆર નોંધવામાં 14 દિવસ કેમ લાગ્યા

મહિલાઓ સામે હિંસા રોકવા માટે મજબૂત મિકેનિઝમ બનાવવાનો સીજેઆઈનો નિર્દેશ નવી દિલ્હીમણિપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે, પરંતુ આ એકમાત્ર ઘટના નથી જ્યાં મહિલાઓ પર હુમલો થયો હોય કે…

કર્ણાટકથી જયપુર જતી 20 લાખના ટામેટા ભરેલી ટ્રકની ચોરી

ડ્રાઈવરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેનો ફોન સ્વિચ ઓફ છે, ત્યારબાદ કોલાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી કોલારકર્ણાટકના કોલાર જિલ્લામાં 20 લાખ રૂપિયાના ટામેટા ભરેલી ટ્રક ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ટ્રક જયપુર જવા રવાના કરાઈ હતી. આ ટ્રક શનિવારે રાત્રે રાજસ્થાનના રાજધાની જયપુરમાં પહોંચવાની હતો, જોકે વચ્ચે જ ટ્રક ગાયબ થઈ જવાની…

રીવામાં શિવ મંદિરમાં વીજળીનો તાર પડતાં 15થી વધુ શ્રધ્ધાળુને ઈજા

શિવ મંદિરમાં 3000થી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા, વીજળીનો તાર પડ્યો અને કરંટ ફેલાતાં મંદિરમાં નાસભાગ મચી હતી, ચાર જણાં ગંભીર રીવામધ્યપ્રદેશના રીવામાં આજે શ્રાવણના ચોથા સોમવારે મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં શિવ મંદિરમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પર વીજળીનો તાર પડતા નાસભાગ મચી છે. કરંટ લાગતાં 15થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા…