આઈએસઆઈના પૂર્વ પ્રમુખના ભાઈની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહી છે લાહોર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફનન્ટ જનરલ ફૈઝ હમિદના ભાઈની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહી છે. નવી સરકારે…

ઈઝરાયેલે ફરી વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી, બંન્ને પક્ષો વચ્ચે ફાયરિંગ

ઈઝરાયેલની સેનાએ હમાસના એક ટોચના કમાન્ડરને મારી નાંખવાનો અને બીજા 80 આતંકીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો ગાઝા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુધ્ધમાં ઈઝરાયેલે ફરી એક વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી છે.  આ વખતે તો હોસ્પિટલ જ હમાસ અને ઈઝરાયેલની સેના વચ્ચે યુધ્ધુ મેદાન બની ગઈ હતી. હોસ્પિટલની અંદર બંને…

મારપીટના કેસમાં એલ્વિસ યાદવની ધરપકડ માટે ગુરુગ્રામ પોલીસની કાર્યવાહી

એલ્વિશ યાદવ પર ગુરુગ્રામના એક મોલની એક દુકાનમાં કન્ટેન્ટ ક્રિએટર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન પર હુમલો કરવાનો આરોપ છે નવી દિલ્હી બિગ બોસ ઓટીટી-2નો વિનર અને સોશિયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. સાપોના ઝેરની સપ્લાઈ કેસમાં નોઈડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે ગુરુગ્રામ પોલીસે પણ કડક કાર્યવાહી…

પશુપતિ પારસ એનડીએથી અલગ થયા, મંત્રીપદેથી રાજીનામુ

મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો, એક પણ બેઠક નથી આપવામાં આવી, મેં મારું રાજીનામું મોકલી દીધું છેઃ પારસ પટણા બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો છે. બેઠક વહેંચણીને લઈને હવે ગઠબંધનની પાર્ટીઓમાં નારાજગી પણ સામે આવવા લાગી છે. ખાલી હાથ રહેલા પશુપતિ પારસની નારાજગી ચર્ચામાં છે, તો રાષ્ટ્રીય લોક મોર્ચાના અધ્યક્ષ ઉપેન્દ્ર…

એચએએલ વાયુસેનાને પહેલું માર્ક-1 ફાઈટર જેટ મહિનાના અંત સુધીમાં ડિલિવર કરશે

આ ફાઈટર જેટ મિગનું સ્થાન લેશે અને તેને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે નવી દિલ્હી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) આ મહિનાના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને પહેલું એલસીએ માર્ક-1એ ફાઈટર જેટ ડિલિવર કરી શકે છે. એચએએલ એરફોર્સને શક્ય તેટલી વહેલી તકે પ્રથમ ટ્વીન-સીટર ટ્રેનર સંસ્કરણ એરક્રાફ્ટની ડિલિવરી તરફ કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે,…

દિલ્હી ફરીથી વિશ્વનું સૌથી પ્રદૂષિત પાટનગર, બિહારનું બેગુસરાય સૌથી પ્રદૂષિત શહેરમાં સામેલ

દિલ્હી 2018થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે, હવામાનની ખરાબ ગુણવત્તામાં ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન બાદ ત્રીજા ક્રમે નવી દિલ્હી સ્વિસ જૂથ આઈક્યુ એરે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે, જેમાં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. પીઈટીએઆઈ દ્વારા બહાર પાડવામાં…

બાબા રામદેવ-આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવા આદેશ

કોર્ટે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ અને યોગગુરુ રામદેવ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ પહેલા બાબા રામદેવને…

સી.આર. પાટીલ સાથેની મુલાકાત બાદ કેતન ઈનામદારે રાજીનામું પાછું ખેંચ્યું

જૂના કાર્યકરના માન સન્માનની વાત હતી, દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે, વ્યક્તિગત કોઈનો વિરોધ નથીઃ કેતન વડોદરા ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી નારાજ થઈને આજે (19 માર્ચ) અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું ઈમેઈલથી વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું હતું. ત્યારબાદથી કેતન ઈનામદારને સમજાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા….

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા

રક્ષા વિશેષજ્ઞોએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરવાની શરૂ કરી દીધી ઈસ્લામાબાદ પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે પહેલા કરતા તણાવ વધી ગયો છે. પાકિસ્તાની હુમલા બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા જે પ્રકારની તાખી પ્રતિક્રિયા આપવામાં આવી છે તેનાથી એ આશંકાએ જોર પકડ્યું છે કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે…

15 કેસને સાથે જોડીને સુનાવણીનો વિરોધ કરતી અરજી સુપ્રીમે ફગાવી

સુપ્રીમે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા મસ્જિદ કમિટીને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા માટે કહ્યું નવી દિલ્હી મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વિષય કોર્ટમાં જ…

પક્ષના જ નેતાઓ દ્વારા હેરાનગતિ છતાં પક્ષ સાથે છુઃ રોહન ગુપ્તા

મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્ત્વનું છે, પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથીઃ કોંગ્રેસના નેતા અમદાવાદ લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ચૂકી છે. તમામ પક્ષોએ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખડભડાટ મચી…

સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 238 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

છેલ્લા 17 વર્ષમાં પ્રથમ વખત બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો છે, જેના કારણે શેરબજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ મુંબઈ શેરબજાર મંગળવારે નબળાઈ સાથે બંધ થયું. બીએસી સેન્સેક્સ 736 પોઈન્ટ ઘટીને 72012 પોઈન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી 238 પોઈન્ટ ઘટીને 21817 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે દિવસના કારોબાર દરમિયાન, BSE સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ્સ…

લોકસભાની 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી, 4 જૂને પરિણામ

ગુજરાતમાં સાત મેએ મતદાન, આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી, ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ, દેશમાં 97 કરોડ મતદારો, 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે નવી દિલ્હી છેલ્લા ઘણા સમયથી જોવાતી રાહનો હવે અંત થયો. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે…

ગુજરાતમાં સાત મેએ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે

26 લોકસભાની બેઠકો અને પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે નવી દિલ્હી ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન 7 તબક્કામાં થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે….

દેશમાં કુલ 96.88 કરોડ મતદાતા, 49.7 કરોડ પુરૂષ, 47.1 કરોડ મહિલા

1.41 મહિલા જ્યારે 1.22 કરોડ પુરુષ મતદારો પ્રથમવાર મતદાન કરશે નવી દિલ્હી દેશમાં લોકસભા ચૂંટણીઓની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે. આ સાથે ચૂંટણી પંચે દેશમાં કુલ કેટલા મહિલા, પુરુષ અને યુવા મતદારો…

આંધ્ર, સિક્કીમ-અરૂણાચલમાં એક તબક્કામાં, ઓડિશામાં બે તબક્કામાં મતદાન

 આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાશે નવી દિલ્હી દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ ગઈ છે, જેમાં આંધ્રપ્રદેશમાં 13 મેએ, સિક્કિમ-અરૂણાચલમાં 19 એપ્રિલે, ઓડિશામાં બે તબક્કામાં 13 મે અને 20 મેએ મતદાન યોજાશે.આ જ્યારે લોકસભાની…

ગુજરાતમાં લોકસભાની સાથે જ પાંચ વિધાનસભા બેઠકની સાતમી મેએ ચૂંટણી

4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાશે નવી દિલ્હી ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન થશે, સાથે ગુજરાતમાં…

લક્ષદ્વીપ, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ-ડિઝલના ભાવમાં લિટરે 15.3 રુપિયાનો ઘટાડો

કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો, આ ભાવ ઘટાડો લાગુ થઈ ગયો નવી દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના લક્ષદ્વીપ ટાપુમાં, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે….

દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં દોઢ કરોડ અધિકારીઓ જોડાશે

85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, તેઓ ઘરેથી પણ વોટિંગ કરી શકશે નવી દિલ્હી ભારતના ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખો સાથેની જાહેરાત કરતાં કહ્યું કે ભારતમાં ચૂંટણી માટે 55 લાખથી વધુ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને દોઢ કરોડ અધિકારીઓ આ કામમાં જોડાશે. તમામ પોલિંગ બૂથ પર પીવાનું પાણી,…

પિતા પાન વેચતા અને કિટ ખરીદવા પૈસા નહતા પણ આજે શુભમ દુબે કરોડપતિ બની ગયો છે

આઈપીએલ 2024 માટે દુબઈમાં યોજાયેલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 5.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો નવી દિલ્હી આઈપીએલ 2024 માટે રાજસ્થાન રોયલ્સે ટીમમાં એક એવા ક્રિકેટરને સામેલ કર્યો છે જે મિડલ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. નાગપુરના શુભમ દુબેને ગયા વર્ષે આઈપીએલ 2024 માટે દુબઈમાં યોજાયેલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 5.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શુભમ ડોમેસ્ટિક…