MDMKના નેતા એ.ગણેશમૂર્તિએ ટિકિટ ન મળતાં આત્મહત્યા કરી

થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવતા તેમની હાલત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઈરોડ તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કરી લીધોં હતોં. થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી…

બાલ્ટીમોર બ્રિજ યુએસનો બીજો, વિશ્વનો ત્રીજો સૌથી લાંબો પુલ

ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ બનાવવાનો ખર્ચ 110 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયા હતો, તે ચાર લેનનો પુલ છે બોલ્ટીમોર અમેરિકન રાજ્ય મેરીલેન્ડ હેઠળ આવતા બાલ્ટીમોર શહેરમાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક મોટું કન્ટેનર જહાજ ‘ડાલી’ શહેરના પ્રખ્યાત ‘ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ’ સાથે અથડાયું હતું. અથડામણને કારણે વાહનો અને લોકો પટાપસ્કો…

નાટોના બોમ્બમારાથી સર્બિયામાં હજુ તોળાતો કેન્સરનો ખતરો

અહીંના લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનતા હોઈ મૃત્યુદર વધી રહ્યાનો સર્બિયાના સ્વાસ્થ્યમંત્રીનો દાવો બેલગ્રેડ માનવજાતે યુધ્ધ લડવા માટે એટલા ખતરનાક હથિયારો બનાવ્યા છે કે, જંગ ખતમ થઈ ગયા પછી પણ દાયકાઓ સુધી તેની અસર વરતાતી હોય છે.  યુરોપના ટચૂકડા દેશ સર્બિયાની જ વાત કરીએ તો 1999માં નાટો દેશોએ અહીંયા બોમ્બમારો કર્યો હતો. સર્બિયાની સરકારનુ…

બે કોર્પોરેટરે રાજીનામા આપતાં ગાંધીનગર કોર્પો. કોંગ્રેસ મુક્ત

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા ગાંધીનગર એક સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા બે કોપોરેટરે રાજીનામું આપી દીધું છે.  આ સાથે જ ગાંધીનગરની કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. લોકસભાની ચૂંટણી…

અયોધ્યાની જેમ મથુરામાં પણ ઠાકુરજી આરામથી બિરાજશે

આ દેશ રઘુવરનો છે બાબરના પરિવારનો નથી, વ્રજના સાધુ-સંતો ભેગા મળીને ઠાકુરજીને બિરાજમાન કરશેઃ શાસ્ત્રી મથુરા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એક નિવેદન આપ્યુ છે. તેમણે મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીતે ઠાકુરજી પણ મથુરામાં આરામથી બિરાજશે. તેમણે…

અરૂણાચલમાં સીએમ સહિત 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે

આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભું જ નથી, કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી ઇટાનગર અરુણાચલ પ્રદેશમાં વોટિંગ પહેલા જ સીએમ પેમા ખાંડૂ સહિત ભાજપના 5 ઉમેદવારોની જીત લગભગ નક્કી થઈ ગઈ છે. જોકે, આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભુ જ નથી. કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી. અરુણાચલ પ્રદેશમાં 19…

દેશનાં સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડ્યું

ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ- હરિયાણાના પૂર્વ મંત્રીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને પક્ષને રામ-રામ કર્યા છે ત્યારે હવે દેશની સૌથી અમીર મહિલા…

મોદીની સુરક્ષામાં તૈનાત 3 ગાડીનાં રજિસ્ટ્રેશન નહીં વધે

એનજીટીએ વડાપ્રધાનની સુરક્ષાની 3 ગાડીઓ જરૂરી હોઈ તેનાં રજિસ્ટ્રેશન આગળ વધારવાની અરજી ફગાવી દીધી નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વપરાતી 3 ડીઝલ ગાડીઓનું રજિસ્ટ્રેશન આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે. વિશેષ સુરક્ષા સમૂહ (એસપીજી) એ એનજીટીની પાસે અરજી કરી હતી કે વડાપ્રધાનની સુરક્ષાના ખાસ હેતુથી આ 3 ગાડીઓ જરૂરી…

ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ અનેક પક્ષના સમીકરણ ખોરવ્યા

દેશમાં પ્રથમ લોકસભાની 1951-52ની ચૂંટણીમાં કુલ 37 અપક્ષ સાંસદો જીતીને લોકસભામાં પહોંચ્યા હતા નવી દિલ્હી દેશમાં એવા પણ ઉમેદવારો છે જે કોઈ પક્ષના મોહતાજ નથી. તેમની લોકપ્રિયતાને આધારે જ અપક્ષ ચૂંટણી લડીને જીતી જતા હોય છે. આ અપક્ષો કેટલાય રાજકીય પક્ષોના ચૂંટણી જીતીને સત્તા મેળવવાના મનસુબા પર પાણી ફેરવી દેતા હોય છે. આવો જાણીએ અપક્ષ…

શિવસેનાના સ્ટાર પ્રચારકોમાં મોદી અને અમિત શાહ સામેલ

મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી પાંચ તબક્કામાં ચૂંટણી મુંબઈ લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની કામગીરી સાથે સ્ટાર પ્રચારકની પણ યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે શિવસેનાએ પણ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. શિવસેનાની યાદીમાં કેટલાક એવા નામો છે, જેમણે આજ સુધી શિવસેના માટે…

સિતારમણની અઢી કરોડની સંપત્તી છતાં ચૂંટણી ફંડ નથી

ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું અંગત ફંડ નથી, મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છેઃ સિતારમણ નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી…

શહેરોમાં મજબૂત હોઈ વિપક્ષના નેતાઓ ભાજપ તરફ વળ્યા

કોંગ્રેસે જે રીતે આપ સાથે ઈન્ડિયા ગઠબંધનમાં રહેવાનો નિર્ણય કર્યો છે તેના કારણે તેની શક્યતાઓ નબળી પડી છે નવી દિલ્હી પંજાબમાં ભાજપને અત્યાર સુધી સત્તાની રેસમાંથી બહાર જ જોવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ તે ક્યારેય ચોંકાવનારી સફળતા પ્રાપ્ત નથી કરી શકી. તો પછી છેલ્લા બે દિવસોમાં જ્યારે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂથી લઈને…

કોલેસ્ટ્રોલની દવા લેનારા બેનાં મોત, 100થી વધુ હોસ્પિટલમાં

દર્દીઓ બીમાર પડવાની ઘટના બાદ પાંચ પ્રકારની દવાઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી, તપાસ જારી ટોક્યો જાપાનામાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેની દવા જ હાર્ટના દર્દીઓ માટે આફત બનીને આવી છે. આ દવા લીધા બાદ બે લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. આ ઘટના બાદ દવા બનાવતી કંપની પર ઘણા…

નિજ્જરની હત્યાની ભારત સાથે તપાસ કરવા કેનેડા ઈચ્છુક

ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યાની ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો ખરાબ કરી નાંખ્યા છે. આટલા સમય બાદ પણ ટ્રુડો આ હત્યામાં ભારતનો હાથ હોવાના પૂરાવા નથી આપી શક્યા પણ તેમણે આ…

મનરેગા શ્રમિકોના વેતન દરમાં 3 થી 10% સુધીનો વધારો

નોટિફિકેશન દ્વારા જાણકારી અપાઈ, 2023-25 ​​માટે વેતન દરોમાં આ વધારો 1 એપ્રિલ, 2024થી લાગુ કરાશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ (મનરેગા) હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા…

કેજરીવાલને મુખ્યપ્રધાનપદેથી હટાવવાની અરજી ફગાવાઈ

અગાઉ કેજરીવાલે જેલમાંથી બે મહત્વના હુકમો જાહેર કરી કર્યા પરંતુ લેફટેનન્ટ ગવર્નરે તેનો અમલ અટકાવી દીધો નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક રાજકીય મામલો છે અને તેમાં ન્યાયિક દખલની જરૂર નથી. આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે….

કંગના સામે ટિપ્પણથી સુપ્રીયા શ્રીનેતની ટિકિટ કપાઈ ગઈ

કોંગ્રેસે સુપ્રીયા શ્રીનેતના સ્થાને લોકસભાની મહારાજગંજ બેઠક પરથી વીરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદાવારોની યાદી બહાર પાડી રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની આઠમાં યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. કોંગ્રેસની આઠમી યાદીમાં સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કપાઈ છે. …

તોપ ગોળાની અછત ટાળવા યુએસના તૂર્કી સાથે કરાર

તોપના ગોળા માટે જરુરી ટીએનટી, નાઈટ્રોગુઆનિડાઈન મહત્ત્વના મટિરિયલના સપ્લાય માટે તૂર્કી સાથે સોદો કર્યો વોશિંગ્ટન રશિયા અને યુક્રેન યુદ્ધના પડઘા વૈશ્વિક સ્તરે પડી રહ્યા છે.આ યુદ્ધનો ફાયદો હથિયાર બનાવતી કંપનીઓનો થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકા જેવો દેશ પણ યુક્રેનને હથિયારો સપ્લાય કરવાના કારણે તોપગોળા અને તેના મટિરિયલ માટે હવે બીજા દેશો તરફ નજર દોડાવી…

એક ખાસ ચપ્પલ તારી રાહ જોઈ રહી છેઃ યુવરાજ સિંહ

23 બોલમાં સ્ફોટક 63 રનની ઈનિંગ્સ રમનારો બેટર નબળા શૉટ પર આઉટ થતા તેના મેન્ટર નારાજ થયા નવી દિલ્હી આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ગઈકાલે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં બંને ટીમોએ મળીને કુલ 523 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા એસઆરએચની ટીમે 277 રન બનાવ્યા જે આઈપીએલના ઈતિહાસનો સર્વોચ્ચ…

ભારે ઊછાળા સાથે શેરબજારનું માર્કેટ કેપ 388.4 લાખ કરોડ

સેન્સેક્સમાં 655 અને નિફ્ટીમાં 203 પોઈન્ટનો ઊછાળો, 29 માર્ચે ગુડ ફ્રાઈડે અને 30 અને 31 માર્ચે બજારમાં રજા મુંબઈ ભારતીય શેરબજારમાં એફવાય24ના છેલ્લા ટ્રેડિંગ દિવસે તોફાની તેજી જોવા મળી હતી. આજે સવારે બીએસઈ સેન્સેક્સ 153 પોઈન્ટના ઉછાળા સાથે 73149 પર ખુલ્યો હતો. એનએસઈના 50 સ્ટોકવાળો ઈન્ડેક્સ નિફ્ટી 50એ પણ આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 39…