મણિપુરમાં સ્થિતિ વણસતાં સેના તહેનાત, આસામ રાયફલ્સની ચાર ટૂકડી ગોઠવાઈ

200 લોકોએ અધિકારીના ઘરે હુમલો કરી તેમનું અપહરણ કર્યું, મણિપુર પોલીસ કમાન્ડોએ પણ અપહરણ મામલે વિરોધ નોંધાવ્યો ઈમ્ફાલ મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરમબાઈ તેંગગોલના કાર્યકર્તાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કથિત અહરણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ફરી સેના તહેનાત કરવામાં આવી છે. ત્યાં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સની ચાર ટુકડીઓને તહેનાત કરી દેવાઈ છે. જોકે પોલીસ અને સુરક્ષા…

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ 12 ક્રમે પહોંચી ગયો

તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, હવે તેનો ટાર્ગેટ વિરાટ કોહલી છે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ વડે ધૂમ મચાવી છે. તે આ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. યશસ્વી જયસ્વાલે માત્ર 4 મેચમાં 600થી વધુ…

શેરબજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનું ધોવાણ

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 386 લાખ કરોડ થઈ ગયું, સેન્સેક્સ 790 પોઈન્ટ અને નિફ્ટી 247 પોઈન્ટ ઘટ્યો મુંબઈ બુધવારે મિડકેપ, સ્મોલ કેપ અને માઇક્રો કેપ સૂચકાંકોમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ભારે વેચવાલીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો ઘટાડો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ…

અબુધાબીમાં પાકિસ્તાનમાં પણ રામમંદિરનું નિર્માણ

મંદિર અયોધ્યા કે અબુ ધાબી જેટલું ભવ્ય નથી, પરંતુ તે પાકિસ્તાનના લઘુમતી હિંદુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે નવી દિલ્હી તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. થોડા દિવસો બાદ યુએઈના અબુધાબીમાં પણ વિશાળ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનમાં પણ રામ મંદિર નિર્માણના સમાચાર સામે…

ગાઝામાં ભારે ભૂખમરો, ઈઝરાયલે માનવીય સહાય અટકાવી દીધી

માનવીય સહાય સાથે યુએનના ટ્રક બોર્ડર પર તૈયાર છે, પણ ઇઝરાયલ તેને ગાઝામાં પ્રવેસવા મંજુરી નથી આપી રહ્યું ન્યુયોર્ક વિશ્વ સમુદાય અને યુનાઇટેડ નેશન્સએ વારંવાર ‘યુદ્ધ વિરામ’ની આપીલ કરી હોવા છતાં ઈઝરાયલગાઝાપર સતત હુમલા કરી રહ્યું છે, ઉપરાંત ગાઝામાં પહોંચતી માનવ સહાય પણ રોકી દેવામાં આવી છે. જેના કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું…

દિલ્હીના એલજીએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી

કેજરીવાલ સરકારનો દાવો છે કે આ સોલાર પોલિસીના અમલથી દિલ્હીમાં વીજળીનું બિલ લગભગ શૂન્ય થઈ જશે, પરંતુ એલજીએ આ પોલિસી પર પ્રતિબંધ મૂકી દીધો નવી દિલ્હી દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર બીકે સક્સેના વચ્ચેનો સંઘર્ષ અટકતો જણાતો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એલજીએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી દીધી છે. સીએમ કેજરીવાલે…

યુએસમાં ભારતીય મૂળના જ્વેલરની કરોડો ડોલરના ટ્રેડ ફ્રોડ કેસમાં ધરપકડ

39 વર્ષનો મનીષકુમાર દોશી શાહ મુંબઈ અને ન્યૂજર્સી બંને જગ્યાએથી કામ કરતો હતો અને ગયા સપ્તાહાંતમાં તેને પકડી લેવામાં આવ્યો ન્યૂજર્સી અમેરિકામાં એક ભારતીય મૂળના જ્વેલરને કરોડો ડોલરના ટ્રેડ ફ્રોડના કેસમાં પકડવામાં આવ્યો છે. મનીષકુમાર કિરણકુમાર દોશી શાહ નામના બિઝનેસમેને કસ્ટમ્સને લગતા મોટા પાયે ગોટાળા કર્યા છે. 39 વર્ષનો મનીષકુમાર દોશી શાહ મુંબઈ અને ન્યૂજર્સી…

વીરભદ્રના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું કોંગ્રેસમાંથી રાજીનામું

હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભારે હોબાળાની સ્થિતિને પગલે સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજકીય ઉઠાપટકનો દોર શરૂ થઇ ગયો છે. આ સૌની વચ્ચે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં પ્રિયંકા…

ગુજરાતના ગિફ્ટસિટીમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ

ગુજરાતની ગિફ્ટ સિટીમાં મેં એક ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી નવી દિલ્હી જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની…

વિશાખાપટ્ટનમમાં ફ્લોટિંગ બ્રિજ ઉદ્ઘાટનના 24 કલાકમાં પાણીમાં તણાઈ ગયો

આ પૂલ સમુદ્રમાં ઉતરવા માટે અથવા પુલ ઉપર ઉભા રહી સમુદ્રનું અદ્ભુત દર્શન કરવા માટે રચવામાં આવ્યો હતો વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશની એક આશ્ચર્યજનક ખબર આવી છે. વિશાખાપટ્ટનમ્માં એક ફ્લોટિંગ બ્રિજનું ઉદ્ધાટન શાસક પક્ષ વાય.એસ.આર.સી.પી.ના સાંસદ વાય-વી.સુબ્બા રેડ્ડીએ કર્યું હતું, તે બ્રિજ 24 કલાકમાં જ પાણીમાં તણાઈ ગયો. આ બ્રીજ બનાવવામાં 1.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા…

યુક્રેનમાં સૈનિકો મોકલવાના ફ્રાન્સના નિવેદનથી મોટી નવાજૂનીનાં એંધાણ

રશિયાની નજર યુક્રેન ઉપર જ નથી, અન્ય દેશો ઉપર પણ છે, આ રીતે રશિયા ખૂબ મોટા ખતરાને આવકારી રહ્યું છે મોસ્કો રશિયા યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયાં છે. પરંતુ હજી કોઈ સમાધાન મળ્યું નથી. તેવામાં પેરિસમાં ૨૦ યુરોપીયન નેતાઓની મીટીંગ શરૂ થઇ છે. તેમાં ફ્રાંસના પ્રમુખ, ઇમેન્યુઅલ મેક્રોંન એ સ્પષ્ટત: કહ્યું છે કે તેઓ…

રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું ચેન્નાઈની રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોત

કાર્ડિયાક અરેસ્ટ પછી, શરૂઆતમાં એવું લાગતું હતું કે તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેને બચાવી શકાયો નહીં ચેન્નાઈ પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીનો હત્યારો સંથાન મૃત્યુ પામી ગયો છે. બીમારીની સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે સંથાનનું મોત પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે જ નિર્માણ પામેલી ચેન્નઈની સરકારી…

કે.એલ રાહુલ સારવાર માટે ઈંગ્લેન્ડમાં, પાંચમી ટેસ્ટ પણ ગુમાવશે

એનસીએમેનેજમેન્ટે રાહુલની ઈજાનું પુન: મૂલ્યાંકન કર્યા બાદ નિષ્ણાતોના અભિપ્રાય લીધા પછી તેને સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો નવી દિલ્હી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયેલો કે.એલ રાહુલ ધર્મશાલામાં રમાનાર છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે. અહેવાલો અનુસાર કે.એલ રાહુલ તેની ઈજાની સારવાર માટે ઈંગ્લેન્ડ ગયો છે,…

અશ્વીન અને બેયરસ્ટો ધર્મશાલામાં તેમની 100મી ટેસ્ટ રમશે

અશ્વિને 30.41ની એવરેજથી 17 વિકેટ લીધી છે, સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે સંયુક્ત રીતે બીજા સ્થાને છે નવી દિલ્હી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ચાર મેચ પૂર્ણ થઈ ગઈ છે. હવે સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન…

હિમાચલમાં ટોસના આધારે ભાજપના મહાજનનો વિજય,. લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 102 હેઠળ ડ્રો થયો

કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા પરંતુ જીત કે હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠક પર ભાજપના હર્ષ મહાજન ચૂંટણી જીતી ગયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હારી ગયા. અહીં રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવારનો પરાજય કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે….

કોરોનાને લીધે ભારતીયોના ફેફસાને સૌથી વધુ નુકશાન

કોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ બે મહિના પછી પણ ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું નવી દિલ્હી કોરોના મહામારીને કારણે ભારતીયોના ફેફસાંને વધારે નુકશાન થવાને કારણે અડધા જેટલાં દર્દીઓને શ્વાસ ચઢી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડયો હોવાનું એક અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે. ધ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ-સીએમસી- વેલ્લોર દ્વારા 207 દર્દીઓને તપાસી તેમના ફેફસાંની કામગીરી…

બે માસ બાદ પણ જાપાનના 10000થી વધુ ભૂકંપગ્રસ્તો શરણાર્થી કેમ્પમાં

ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧ થઇ ટોકયો જાપાનના મધ્યભાગમાં નોતો પ્રાયદ્વીપમાં ૧ જાન્યુઆરીના રોજ એક શકિતશાળી ભૂંકપ આવ્યો હતો. હચમચાવી દે તેવા આ ભૂકંપને ૨ મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં ૧૦૦૦૦ થી વધુ લોકો શરણ સ્થળોએ આશ્રય લેવા મજબૂર છે. જાપાની મીડિયાના જણાવ્યા અનુસાર ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧…

દિગ્ગજ નેતા નારણ રાઠવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા

નારણ રાઠવાની તેમના પુત્ર સંગ્રામસિંહ અને અન્ય કેટલાક કોંગ્રેસના નેતા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા ગાંધીનગર ગાંધીનગર એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. આગેવાનોએ…

સપાના ધારાસભ્યએ ચીફ વ્હીપપદેથી રાજીનામું આપી દીધું

રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું, એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે નવી દિલ્હી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું…

ઈંગ્લેન્ડ સામે શ્રેણી જીતનારી ટીમઈન્ડિયાના ખેલાડીઓને બોનસ મળી શકે છે

બીસીસીઆઈ ટેસ્ટ મેચ રમી રહેલા ખેલાડીઓના પગારમાં વધારો પણ કરી શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર ઘણી વખત એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ટેસ્ટ અને ડોમેસ્ટિક ક્રિકેટને બદલે આઈપીએલ પર વધુ ધ્યાન આપે છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે મોટું પગલું ભરી શકે છે. મળેલા…