મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા

મે અદાણીનો મુદ્દો ઊઠાવ્યો એટલા માટે જ મારું સાંસદ પદ છીનવી લેવામાં આવ્યુઃ મહુઆ મોઈત્રા નવી દિલ્હીમહુઆ મોઈત્રા વિરુદ્ધ રજૂ કરાયેલા રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. આ મામલે મહુઆ મોઈત્રા વિરુદ્ધ ગૃહમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટની તરફેણમાં આ પ્રસ્તાવ પાસ થતાં મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવામાં આવ્યા છે. લોકસભા…

પ્રદેશ કોંગ્રેસે અમદાવાદ સહિત 10 જિલ્લાના પ્રમુખની નિમણૂક કરી

અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાતની વરણી કરાઈ અમદાવાદઆગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે અને આજે રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.હજુ ત્રણ ડિસેમ્બરે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે…

વર્લ્ડ કપ ફાઈનલ માટેની અમદાવાદની પીચને આઈસીસીનું સરેરાશ રેટિંગ

હેડ કોચ રાહુલ દ્રવિડે પણ બીસીસીઆઈ રિવ્યૂ મીટિંગમાં પિચને ફાઈનલ મેચ ગુમાવવા માટે જવાબદાર ગણાવી હતી નવી દિલ્હીભારતીય ટીમને વર્લ્ડ કપ 2023ની ફાઈનલ ગુમાયે લગભગ 19 દિવસ થઈ ચૂક્યા છે. હવે મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવાયુ છે કે ટીમ ઈન્ડિયાએ જે પિચ પર ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમી હતી, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આસીસી)…

પાકિસ્તાનમાં નરેન્દ્ર મોદીનો ભારે ક્રેઝ છેઃ અંજુ

લોકો પાકિસ્તાનમાં પણ કેન્દ્રમાં પીએમ મોદી જેવા નેતા ઈચ્છતા હોવાનો અંજુનો ખુલાસો નવી દિલ્હીપાકિસ્તાનથી ભારત પરત ફરેલી અંજુએ ઘણા ખુલાસા કર્યા છે. 29 નવેમ્બરે ભારત ફરેલી અંજુએ કહ્યું કે, જે સમયે તે પાકિસ્તાનમાં હતી ત્યારે લોકો તેને ભારતને લઇને ઘણા પ્રશ્નો પુછતા હતા. અંજુએ જણાવ્યુ કે, “પાકિસ્તાનમાં પીએમ નરેન્દ્ર મોદીનો ગજબનો ક્રેઝ છે ત્યાંના લોકો…

સેન્સેક્સમાં 304 અને નિફ્ટીમાં 68 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ગૌતમ અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું મુંબઈશુક્રવારે શેરબજાર 304 પોઈન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું હતું. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 304 પોઈન્ટના વધારા સાથે 69,825ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 68 પોઈન્ટના વધારા સાથે 20969ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. શુક્રવારે નિફ્ટી મિડકેપ 0.21 ટકાની નબળાઈ સાથે…

સ્પાય લોન એપ્સ તરીકે કામ કરતી 18 લોન એપ્સ ગુગલે ડિલિટ કરી

આ એપ્સ યૂઝર્સના ડેટા વગર માહિતીએ ચોરતી હતી, લોન લેનારા યૂઝર્સને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા નવી દિલ્હીયૂઝર્સની સુરક્ષા માટે ગુગલે એક નવું પગલું ભર્યું છે. હાલમાં જ ગુગલે 18 સ્પાય લોન એપ્સ ડિલીટ કરી છે. આ એપ્સને પ્લે સ્ટોરથી લાખો લોકો ડાઉનલોડ પણ કરી ચૂક્યા હતા. સોફ્ટવેર કંપની ઈસેટએ આને લઈને એક નવો રિપોર્ટ પણ…

ઈઝરાયેલે 100 લોકોને આતંકી ગણાવી નગ્ન પરેડ કરાવી

કપડા પહેરવાની છૂટ આપ્યા વગર આ લોકોને જાહેરમાં બેસાડવામાં આવ્યા અને ઘૂંટણ પર ચલાવાઈ રહ્યા છે તેવું વિડિયોમાં જોઈ શકાય છે ગાઝા ગાઝામાં જંગ લડી રહેલી ઈઝરાયેલી સેનાએ લગભગ 100 લોકોની અટકાયત કરી છે. જેના કેટલાક વિડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે. આ 100 લોકોને શંકાસ્પદ આતંકી ગણાવીને ઈઝરાયેલના સૈનિકોએ તેમની નિર્વસ્ત્ર હાલતમાં પરેડ કરાવી…

અમદાવાદના સાબરમતીમાં દેશનું પ્રથમ બૂલેટ ટ્રેન સ્ટેશન તૈયાર

સ્ટેશનના નિર્માણ દરમિયાન આધુનિક આર્કિટેક્ચર સાથે સાંસ્કૃતિક વારસાનું પણ અનોખુ મિશ્રણ જોવા મળી રહ્યું છે નવી દિલ્હી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેકટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ટર્મિનલનો એક વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ…

કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

કચ્છ પહેલા દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે લગભગ 9:00 વાગ્યે અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરની માહિતી અનુસાર,…

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામમાં વરસાદની શક્યતા

13મી ડિસેમ્બર સુધી દિલ્હીમાં સવારના સમયે ઘુમ્મસવાળું વાતાવરણ રહેશે નવી દિલ્હી પર્વતીય વિસ્તારોમાં થઇ રહેલ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. યુપી, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન ફૂંકાઇ રહ્યું છે. હવામાન વિભાગે આજે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં હળવાથી ભારે વરસાદની…

મહુઆ મોઈત્રાના કેસમાં રિપોર્ટ રજૂ થતાં લોકસભામાં હોબાળો

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી નવી દિલ્હી મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ…

હોસ્પિટલો- શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા

યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે નવી દિલ્હી દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. આરબીઆઈ એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ માં એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે…

ભાજપે ત્રણ રાજ્યો માટે નિરક્ષકો જાહેર કર્યા, રવિવાર સુધી સીએમનો નિર્ણય

આ નિરીક્ષકો ધારાસભ્ય દળ સાથે બેઠક કરશે અને તેમાં તેમનો અભિપ્રાય મેળવશે નવી દિલ્હી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદથી આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદ કોને સોંપાશે તે મુદ્દે ચર્ચા વિચારણાં ચાલી રહી છે. આ સૌની વચ્ચે ભાજપે આ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોના નામની જાહેરાત કરી દીધી છે.  સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે…

અગ્નિ-1 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ કરાયું

સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ આયોજિત ટ્રેનિંગ લોન્ચ, તમામ ઓપરેશનલ અને તકનીકી પરિમાણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું થિરુવનંતપુરમ ગઈકાલે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું ટ્રેનિંગ લોન્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મીડીયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ…

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો, હર્ષ સંઘવી ટ્રેનમાં હતા

પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું,જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી રાજકોટ વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.  માહિતી…

રિઝર્વ બેન્કે સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો

આરબીઆઈના નિર્ણય બાદ વ્યાજ દર 6.5 ટકા પર યથાવત, રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટની લોકોની આશા પર પણી ફરી વળ્યું નવી દિલ્હી આરબીઆઈએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે….

અર્જુન મુંડાને કૃષિ-ખેડૂત ક્લાયણ મંત્રાલયનો વધારોનો હવાલો

અર્જુન મુંડા પહેલેથી જ આદિજાતિ બાબતોના મંત્રી છે જેને હવે તોમરનાં ખાતાં સોંપાયા મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને હવે કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને  કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો વધારાનો…

ગુગલે એડવાન્સ એઆઈ મોડેલ જેમિની લોન્ચ કર્યું

જેમિની એઆઈને એક જ સમયે ઘણી રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે વોશિંગ્ટન ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટે એપલ અને મેટાને ટક્કર આપવા પોતાનું સક્ષમ એવું મોટું એઆઈ મોડેલ જેમિની લોન્ચ કર્યું. ગૂગલનું આ એઆઈ મોડેલ ખુબ જ એડવાન્સ છે. દુનિયાભરના  બાર્ડ અને પિક્સલ યુઝર્સ માટે જેમિની એઆઈ ઉપલબ્ધ થયું છે. ગૂગલે તેના એઆઈ…

રજિસ્ટ્રી દસ્તાવેજોમાંતી ઉર્દૂ-ફારસી શબ્દો હટાવવા નિર્ણય

હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે, પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી બાદ પણ કાયમી નોકરી માટે આ પરીક્ષા પાસ કરવાની ફરજ પડતી હતી લખનઉ ઉત્તરપ્રદેશમાં (યુપી) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા…

2018થી વિદેશોમાં 403 ભારતીય છાત્રોના મોત થયા

રિપોર્ટ અનુસાર, વિશ્વના 34 દેશોમાં કેનેડામાં સૌથી વધુ 91 મૃત્યુ થયા, સરકારે રાજ્યસભામાં માહિતી આપી નવી દિલ્હી ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. આ દરમિયાન ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 2018…