મધ્યપ્રદેશમાં ટ્રેન ઊથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, મોટો અકસ્માત ટળ્યો

મુંબઈ-હાવડા રેલવે ટ્રેક પર સતના-ઉચેહરા સ્ટેશન વચ્ચે લગભગ એક કિલોમીટર સુધી કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ચાવીઓ કાઢીને પાટા સાથે છેડછાડ સતનામધ્યપ્રદેશમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બદમાશોએ પાટામાંથી 158 ચાવીઓ કાઢી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે… એટલું જ નહીં બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી 37ના લોક ખોલી નાખવાની…

સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે યુથ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનનો તાજ પહેરાવ્યો

નવી દિલ્હી ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે સિક્કિમના ગંગટોકમાં 6ઠ્ઠી યૂથ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટીમ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને ફરી એકવાર તેમની સત્તા પર મહોર લગાવી છે. SSCB બોક્સરોએ સ્પર્ધાના છેલ્લા દિવસે અદભૂત પ્રદર્શન કર્યું કારણ કે તેમના 11 ફાઇનલિસ્ટમાંથી નવ વિજેતા બન્યા હતા અને 85 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ તેમજ ટીમ ચેમ્પિયનશિપ ટ્રોફી…

Granada CF, UD લાસ પાલમાસ અને Deportivo Alavés: તમારે લાલીગા સેન્ટેન્ડરમાં પ્રમોટ કરાયેલા ક્લબ વિશે જાણવાની જરૂર છે

એન્ડાલુસિયા, કેનેરી આઇલેન્ડ્સ અને બાસ્ક કન્ટ્રીની ટીમો 2023/24માં સ્પેનના ટોચના વિભાગમાં રમશે અમે હવે એવી ત્રણ ક્લબોને જાણીએ છીએ જેમણે આ પાછલી સિઝનમાં લાલિગા સ્માર્ટબેંકમાં તેમના પ્રદર્શનને કારણે પ્રમોશન મેળવ્યું છે. ગ્રેનાડા CF ને ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો અને UD લાસ પાલમાસે અન્ય સ્વયંસંચાલિત પ્રમોશન સ્પોટ મેળવ્યા પછી, Deportivo Alavés એ પછી પ્લેઓફ દ્વારા ટોચના…

અલ્ટીમેટ ટેબલ ટેનિસ શેડ્યૂલ જાહેર; 13મી જુલાઈના રોજ ચેન્નાઈ લાયન્સ વિ પુનેરી પલ્ટન ટેબલ ટેનિસ મુકાબલા સાથે સિઝન 4ની શરૂઆત થશે

કાઉન્ટડાઉન શરૂ થાય છે! પુણેના બાલેવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 18 મેચો રમાશે; સ્પોર્ટ્સ 18 અને JioCinema પર લાઈવ મુંબઈ અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) ની ચોથી સિઝનનું શેડ્યૂલ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. ગત સિઝનની ચેમ્પિયન ચેન્નઈ લાયન્સનો મુકાબલો પુણેરી પલ્ટન ટેબલ ટેનિસ સામે 13 જુલાઈએ પુણેના બાલેવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નવી સિઝનની પ્રથમ મેચમાં થશે. સાંજે…

AJIO બિગ બોલ્ડ સેલ એ ભારતની ફેશનની સૌથી મોટી ઉજવણી બની; ટિયર-2 અને 3 માર્કેટમાંથી કુલ ઓર્ડરના 50%

● Go-Live મધ્યરાત્રિએ સૌથી વધુ ઓર્ડર નોંધાવે છે કારણ કે ગ્રાહકો તેમના મનપસંદ ઉત્પાદનોને અજેય કિંમતે મેળવે છે; ટ્રાફિક અને ઓર્ડરમાં અનેકગણો વધારો ● ગ્રાહકોએ વેચાણ દરમિયાન AJIO પર ખરીદીમાં 1200+ મિલિયન મિનિટનો ખર્ચ કર્યો ● ટાયર 2 અને 3 બજારો કુલ ઓર્ડરના 50% હિસ્સો ધરાવે છે ● એકંદર ઓર્ડર વોલ્યુમ વેચાણની અગાઉની ઉનાળાની આવૃત્તિ…

શિકાગોમાં આડેધડ ફાયરિંગમાં 3નાં મોત, 27 જણા ઘાયલ

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ હોવાની કોઈ માહિતી નથી વોશિંગ્ટનઅમેરિકાના શિકાગોમાં આડેધડ ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં ત્રણના મોત નિપજ્યા હોવાની તેમજ 27 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્તોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી…

આસામમાં બ્રહ્મપુત્રા સહિત કેટલિક નદીઓ ભયજનક સપાટીએ

રાજ્યના 10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત ગુવાહટીઆસામમાં પૂરની સ્થિતિ વિકટ થઈ ચૂકી છે. રાજ્યના વિવિધ ભાગોમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા સહિત અન્ય કેટલીક નદીઓ વિવિધ સ્થળોએ ચેતવણીના સ્તરથી ઉપર વહી રહી હોવાની માહિતી અપાઈ હતી.રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર…

મેરઠ-મુઝફ્ફરનગર પાસે વંદેભારત ટ્રેન પર પથ્થરમારો થયો

ટ્રેનની વિન્ડશિલ્ડ પર સ્ક્રેચના નિશાન પડી ગયા હતા, ટ્રેનમાં કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો નવી દિલ્હીવંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયાના અહેવાલ મળ્યા છે. મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેકના નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે આ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો,…

એસટી ડેપો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક જબ્બે

પકડાયેલા આર્મ્સ એક્ટ કલમ ૨૫-બી તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી જામનગરજામનગર જિલ્લાના જામજોધપુરમાં એસ.ટી. ડેપો પાસેથી ગઈકાલે જામનગરના એક શખ્સ ને પોલીસે અટકાવ્યો હતો, અને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (કટ્ટો) કબજે કરી છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની…

આતંકી સીએએમ બશીરની કેનેડાથી ધરપકડ કરાઈ

મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા મુંબઈમુંબઈ બોમ્બ બ્લાસ્ટ (2002-03) કેસના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક સીએએમ બશીરની કેનેડિયન સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી છે. તેની સાથે જ મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.આતંકીસીએમએ બશીરને ભારતમાં પ્રતિબંધિત ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (એસઆઈએમઆઈ)ના…

માનવરહિત વિમાન તપસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

નેવીના કારવાડ નેવલ બેઝથી આઈએનએસ સુભદ્રા પર એક દૂરસ્થ ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ યુએવીની કમાન્ડ એન્ડ કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર કરવા માટે સફળ પરીક્ષણ નવી દિલ્હીડીઆરડીઓ અને નેવીએ મળીને માનવરહિત વિમાન તપસનું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીના કારવાડ નેવલ બેઝથી 148 કિમી દૂર આઈએનએસ સુભદ્રા પર એક દૂરસ્થ ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ યુએવીની કમાન્ડ એન્ડ કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર…

બલિયામાં મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુના કારણ અંગે શંકા

બલિયામાં તહેનાત એક ચીફ મેડિકલ ઓફિસર રેન્કના ડૉક્ટરને તેમના પદેથી હટાવી દેવાયા બલિયાઉત્તરપ્રદેશના બલિયામાં ભીષણ ગરમી અને લૂના કેર વચ્ચે છેલ્લા 9 દિવસોમાં 103 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ સાથે 400થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ હોવાની પણ માહિતી મળી છે. જોકે અધિકારીઓએ આ મૃત્યુ થવા પાછળ અલગ અલગ કારણો જણાવ્યા હતા. જેના લીધે સવાલો…

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર બ્રિટનમાં ઠાર

હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતુ,. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો સરેખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને યુકેના સરેમાં ઠાર કરવામાં આવ્યો છે. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ…

મોદીને તેમના જ સમુદાયના લોકો મારી નાખશેઃ જાવેદ મિયાંદાદ

મિયાંદાદનું કહેવું છે કે, જ્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા ન આવે ત્યાં સુધી પાકિસ્તાને ભારતમાં ક્રિકેટ રમવા ન જવું જોઈએ ઈસ્લામાબાદપાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મિયાંદાદે કહ્યું કે મોદી સંપૂર્ણપણે અલગ માર્ગ પર ચાલી રહ્યા છે અને એક દિવસ એવો આવશે જ્યારે તેમના…

સુરતમાં યુવકે સામેથી આવતી બસ નીચે પડતું મૂક્યું

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે સુરતસુરતના વરાછા વિસ્તારમ આવેલા બોમ્બે માર્કેટ પાસે એક કાળજું કંપાવતી ઘટના સામે આવે છે. એક યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે આવી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે…

રાહુલ ગાંધીને નીડર નેતા અને મોહબ્બત કી દુકાન ગણાવતા કોંગ્રેસના નેતાઓ

કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી નવી દિલ્હીઆજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર કોંગ્રેસના પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર…

ટીમ ઈન્ડિયામાં હવે કોઈ મિત્ર રહ્યા નથીઃ રવીચંદ્રન અશ્વિન

અમે ક્રિકેટ રમતા હતા તો તમામ અમારા મિત્ર હતા પરંતુ હવે તો તમામ કલીગ છે કારણ કે અહીં દરેક હવે પોતાને આગળ સમજે છે નવી દિલ્હીશું ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી? રવિચંદ્રન અશ્વિને આ પ્રશ્નનો ચોંકાવનારો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે હવે ટીમ ઈન્ડિયામાં કોઈ મિત્ર રહ્યા નથી. એક સમય હતો જ્યારે અમે મિત્રોની…

ગીતા પ્રેસને પુરસ્કાર સાવરકર અને ગોડસેનું સન્માન સમાનઃ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયાનું કવર પેજ પણ શેર કર્યું નવી દિલ્હીકોંગ્રેસે ગોરખપુરની ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારની ટીકા કરતા કોંગ્રેસે કહ્યું કે આ સન્માન નથી, ઉપદ્રવ જેવું પગલું છે.કેન્દ્રએ ગીતા પ્રેસને…

નાગપુરમાં એસયુવી કારમાં બંધ ત્રણ બાળકનાં મોત

બાળકો નજીકના મેદાનમાં રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક સાધી અપહરણનો કેસ નોંધાવ્યો હતો નાગપુરમહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે સાંજે ઘરથી 50 મીટર દૂર એસયુવીમાં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતે એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન, આલિયા ફિરોઝ ખાન…