ફ્રાન્સમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન

પેરિસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ, 6 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ કરશે પ્રાણપ્રતિષ્ઠા પેરિસ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત પેરિસ શહેર હવે સનાતન હિન્દુ આધ્યાત્મિક પરંપરાના એક ઐતિહાસિક કેન્દ્રનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ…

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપતું ઈન્ટર સ્કૂલ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયેલા પ્રદર્શનમાં અમદાવાદની 26 શાળાઓના વિદ્યાર્થીઓએ 51 પ્રોજેક્ટ્સ રજૂ કર્યા અમદાવાદ: વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાના હેતુથી હીરામણિ શિક્ષણ સંકુલ ખાતે તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની કુલ 26 શાળાઓના…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા જનજાગૃતિ જરૂરી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નેત્રદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરી વધુમાં વધુ નાગરિકોને નેત્રદાન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. આ…

ગાંધીનગરમાં સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો શાનદાર પ્રારંભ

21 જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો, 2 સપ્ટેમ્બરે રમાશે ફાઇનલ; નેશનલ ટીમ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ગાંધીનગર ખાતે શાનદાર પ્રારંભ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની પ્રતિભાશાળી સબ-જૂનિયર ખેલાડીઓની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને પોતાની…

ડીજીઆર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

ભૂતપૂર્વ સૈનિકોની પત્નીઓ અને વિધવાઓ માટે કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને ટકાઉ આજીવિકાની તકો નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ (DGR) દ્વારા ભૂતપૂર્વ સૈનિકોની પત્નીઓ અને વિધવાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. કૌશલ્ય વિકાસથી લઈને સ્વરોજગાર અને ટકાઉ આજીવિકા સુધીની તકો પૂરી પાડીને DGR મહિલાઓને સુરક્ષિત અને આત્મનિર્ભર ભવિષ્ય…

ભારત-થાઈલેન્ડ વાયુસેના વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત

રોયલ થાઈ એરફોર્સની ટીમની ભારત મુલાકાત અને IAF ટીમની થાઈલેન્ડ મુલાકાતથી વ્યાવસાયિક સંબંધોને મળ્યું નવું બળ નવી દિલ્હી: ભારત અને થાઈલેન્ડની વાયુસેના વચ્ચે પરસ્પર સહયોગ અને વ્યાવસાયિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી રિસિપ્રોકલ એક્સચેન્જ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રોયલ થાઈ એરફોર્સની ટીમે 16થી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે…

ચિક્હારમાં ‘નારી શક્તિ’નું ભવ્ય સ્વાગત: NCCની 28 મહિલા કેડેટ્સે સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો

અપરાજિતા–પારંગ LA 2026 અભિયાન અંતર્ગત હાઈ-ઍલ્ટિટ્યૂડ અભિયાન આગળ વધ્યું, કાફનુથી લદ્દાખના કરઝોક સુધીનો પડકારજનક ટ્રાન્સ-હિમાલયન પ્રવાસ શરૂ થશે ચિકહાર‘અપરાજિતા–પારંગ LA 2026’ અંતર્ગત આયોજિત ઓલ ઈન્ડિયા NCC ગર્લ્સ હાઈ-ઍલ્ટિટ્યૂડ એક્સપેડિશનનું હિમાચલ પ્રદેશના ચિક્હારમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિયાનમાં જોડાયેલી 28 NCC મહિલા કેડેટ્સે ચિક્હારના વડીલો, મહિલાઓ અને બાળકો સાથે સંવાદ કરી સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓને…

મેરિટાઇમ ડોમેન અવેરનેસથી આગળ વધીને મલ્ટી-ડોમેન અવેરનેસની જરૂરિયાત : નિષ્ણાતો

MDA એ MuDAનો એક ભાગ, જમીનથી લઈને સાયબર અને સ્પેક્ટ્રમ સુધીના તમામ ક્ષેત્રોની માહિતીનું એકીકરણ જરૂરી નવી દિલ્હી: તાજેતરના #ExpertViewમાં CAPSSના સિનિયર ફેલો ગ્રુપ કેપ્ટન વિવેક નાઈક અને એસોસિયેટ ફેલો રાધેય તાંબીએ મેરીટાઇમ ક્ષેત્રમાં અસરકારક એકીકરણ માટે મહત્વપૂર્ણ માળખું રજૂ કર્યું છે. નિષ્ણાતોના મતે, Maritime Domain Awareness (MDA)ને અલગથી જોવાને બદલે તેને Multi-domain Awareness (MuDA)ના…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 24-08-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

હાથ પર બેંક એકાઉન્ટ નંબર અને ૫૧ વર્ષનો એકાંત: બિહારના ૭૭ વર્ષીય રામબલમની હૃદયદ્રાવક કહાની સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રીદિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી પહોંચી 134.28 મીટરે: ડેમ 85.49% ભરાયો

નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો: છેલ્લા 24 કલાકમાં સપાટી 7 સે.મી. વધી મુખ્ય અંશ: અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે. તારીખ ૨૫ ઓગષ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકની સ્થિતિ અનુસાર, નર્મદા ડેમની જળસપાટી ૧૩૪.૨૮ મીટરે પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી માત્ર થોડે…

હાથ પર બેંક એકાઉન્ટ નંબર અને ૫૧ વર્ષનો એકાંત: બિહારના ૭૭ વર્ષીય રામબલમની હૃદયદ્રાવક કહાની

હાથ પર બેંક એકાઉન્ટ અને ૫૧ વર્ષનો સંઘર્ષ: રામબલમની આંખ ભીની કરી દે તેવી દાસ્તાન પટના સફર દરમિયાન અક્ષરસઃ એવી અસંખ્ય અનકહી વાતો અને કહાનીઓ સામે આવતી હોય છે, જે હ્રદયને અંદર સુધી હચમચાવી નાખે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આવી જ એક અત્યંત ભાવુક કરી દેનારી કહાની ૭૭ વર્ષીય રામબલમ અંકલની છે, જેમણે…

ઈસ્ટ ઝોનનો દિલિપ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં ઇનિંગ્સથી વિજય, સેમિફાઇનલમાં ગ્રાન્ડ એન્ટ્રી

ઈસ્ટ ઝોને ઉત્તર પૂર્વ ઝોનને એક ઇનિંગ અને 210 રને હરાવ્યું, શાહબાઝ અહમદ બન્યા ‘મેન ઓફ ધ મેચ’ બેંગલુરુ: ઈસ્ટ ઝોને દિલિપ ટ્રોફી 2026ની ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સના મેદાન પર રમાયેલી આ મેચમાં ઈશાન કિશનની કપ્તાનીવાળી ઈસ્ટ ઝોનની ટીમે ઉત્તર પૂર્વ ઝોનને માત્ર ત્રણ…

પિતા કમાતા હતા મહિનાના ૩૦૦૦ રૂપિયા, ૨૪ વર્ષના દીકરાની સેલેરી ૧.૫ કરોડ રૂપિયા; IIT ટોપર શશાંકની પ્રેરણાદાયી કહાની

આર્થિક સંઘર્ષોને પાછળ છોડીને રાજસ્થાનના શશાંક અગ્રવાલે સાબિત કર્યું કે જો મહેનત સાચી દિશામાં હોય, તો મુશ્કેલીઓ પણ નમી જાય છે. આજે ૨૪ વર્ષની વયે તે કરોડોની કમાણી કરી રહ્યો છે બારા આપણા દેશમાં એવા ઘણા યુવાનો છે જેઓ સાધનોના અભાવ છતાં પોતાની મહેનતના બળે મોટું મુકામ હાંસલ કરે છે. રાજસ્થાનના બારા જિલ્લાના રહેવાસી શશાંક…

માતાએ દીકરાને સંબંધો વિશે સવાલ પૂછ્યો, જવાબ સાંભળીને શરમ અનુભવાઈ: વાલીઓએ ન કરવી જોઈએ આ ભૂલ

નવી દિલ્હી મોટિવેશનલ સ્પીકર અને પર્સનલ કોચ જિજ્ઞાસા સિંહે ટીનેજ રિલેશન્સને સમજવા માટે તેમના દીકરાને એક સવાલ પૂછ્યો હતો. દીકરાનો જવાબ સાંભળીને તેમને શરૂઆતમાં શરમ અનુભવાઈ, પરંતુ સાથે જ દીકરાની વિચારસરણી પર ગર્વ પણ થયો. આ કિસ્સો વાલીઓ માટે બાળકોના ઉછેર બાબતે એક મોટો પાઠ શીખવે છે. 19 વર્ષના દીકરાએ માતાને કહી દીધી આ મોટી…

દિલિપ ટ્રોફી: વૈભવ સૂર્યવંશીએ એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી, બેટ્સમેનો પછી હવે બોલરો મુશ્કેલીમાં

દિલિપ ટ્રોફીમાં માત્ર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની બોલિંગથી ધમાકો મચાવ્યો છે. ઈસ્ટ ઝોન તરફથી રમતા તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. વૈભવ સૂર્યવંશીએ દિલિપ ટ્રોફીમાં બતાવી બોલિંગની કમાલ બેંગલુરુ હાલમાં દેશમાં દિલિપ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં ઈસ્ટ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોન વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચમાં 15 વર્ષના…

ઈન્ડોનેશિયા અને વાન્તારાની વન્યજીવ સંરક્ષણ માટે મોટી ભાગીદારી

વન્યજીવોની સારવાર અને સંરક્ષણ માટે નવી પહેલો: 10 ‘હોસ્પિટલ્સ ઑન વ્હીલ્સ’ અને વે કેમ્બાસ એલિફન્ટ હોસ્પિટલનું આધુનિકીકરણ જકાર્તા ઈન્ડોનેશિયાના વન મંત્રી રાજા જુલી અંતોનીએ જકાર્તામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દેશમાં વન્યજીવ આરોગ્ય અને કુદરતી પરિસ્થિતિમાં (In Situ) સંરક્ષણને મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ નવી પહેલોની જાહેરાત કરી છે. આ કાર્યક્રમને અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવ સંરક્ષણ સંસ્થા…

હીરામણિ શાળાની અન્ડર-17 બહેનોની ખો-ખો ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન

પશ્ચિમ દસક્રોઈ તાલુકાની અખિલ ભારતીય શાળાકીય ખો-ખો સ્પર્ધામાં 22 ટીમો વચ્ચે હીરામણિ શાળાની ટીમે મેળવ્યું પ્રથમ સ્થાન અમદાવાદ: અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત અન્ડર-17 પશ્ચિમ દસક્રોઈ તાલુકા કક્ષાની ભાઈઓ-બહેનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન હીરામણિ શાળા ખાતે કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાઓની કુલ 22 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં હીરામણિ શાળાની અન્ડર-17 બહેનોની ખો-ખોની ટીમે શાનદાર…

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…

મોક્ષિત શાહે નેશનલ સિનિયર FIDE રેટિંગ ચેમ્પિયનશિપ માટેની ગુજરાત સિલેક્શન સ્પર્ધા જીતી

૨૬૭ ખેલાડીઓ વચ્ચે મોક્ષિતે ૮ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું ; ટોચના ચાર ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે નવમા અને અંતિમ રાઉન્ડમાં નીલ નાનકાનીને હરાવી મોક્ષિતે ખિતાબ પોતાના નામે કર્યો અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા રાજપથ ક્લબ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ સિનિયર (ઓપન) FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-2026’*માં મોક્ષિત શાહે શાનદાર…

ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું પાલન કરવા સૂચના ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા નિયંત્રણ તથા સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના…