બ્રિજભૂષણ પર આરોપ મૂકનારી સગીરાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના ડીસીપીને મહિલા આયોગનું સમન્સ

નવી દિલ્હીબ્રિજભૂષણ સિંહ સામે જાતીય શોષણનો આરોપ મૂકનાર સગીરા પીડિતાની ઓળખ જાહેર કરી દેવા મામલે દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ)ના પ્રમુખ સ્વાતિ માલીવાલે નવી દિલ્હીના ડીસીપીને સમન્સ ફટકાર્યું છે. ખરેખર અમુક દિવસ પહેલા એક વ્યક્તિએ ખુદને સગીર છોકરીનો કાકા બતાવી તેની સાથે સંકળાયેલા દસ્તાવેજો પ્રેસ સમક્ષ રજૂ કરી દીધા હતા. તેમાં એ વ્યક્તિએ દાવો કર્યો હતો…

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મંજૂરી, દરેક બ્લોકમાં 2000 ટન અનાજ સંગ્રહના ગોડાઉન બનશે

નવી દિલ્હીકેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. આ યોજના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મોદી સરકારે મંજૂરી આપી છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ યોજના પર નિવેદન આપીને…

અમદાવાદના વિહાન અને જીહાન મુખ્ય ડ્રોમાં પ્રવેશ્યા

રાજકોટ અમદાવાદના વિહાન તિવારીએ તેની બંને ગ્રૂપ ક્વોલિફાઈંગ મેચો જીતીને અહીના એસએજી મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2023 ના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી લીધું છે. આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા સ્પોરન્સર છે અને…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ30 મે 2023

બુધવારે બે ફાઇનલ મેચો રમાશે: ગર્લ્સ ફૂટસાલ એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે બપોરે 3 વાગે રમાશે પુરૂષ વર્ગમાં સાંજે પાંચ વાગે બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ ટકરાશે મંગળવારે રમાયેલી પુરૂષ વર્ગની બે સેમિફાઇનલ મેચોમાં જગરનોટ ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને પારૂલ ફૂટબોલ ક્લબ પરાજિત થતાં એલિમિનેટ થઈ વડોદરા અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ…

પિતરાઈ ભાઈથી ગર્ભ રહેતા નવજાતને જંગલમાં દાટી દીધી

સુરતકામરેજના ઘલા ગામે બે સંતાનોના હવસખોર પરણિત પિતરાઈ ભાઈએ કુંવારી બહેનને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. 20 વર્ષની કુંવારી બહેનની ડિલીવરી થતાં બાળકીનો જન્મ થતાં યુવતીના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમાજમાં આબરૂ ન જાય તે બીકે યુવતીના પિતા અને ફોઈએ તાજી જન્મેલી બાળકીને જંગલમાં ખાડો…

દેશમાં શહેરી બેરોજગારીનો આંકડો પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે

નવી દિલ્હીદેશમાં શહેરી બેરોજગારીનો આંકડો પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.8 ટકા થયો છે. 2022-23માં શહેરી બેરોજગારીનો દર તમામ ક્વાર્ટર માટે 2018-19 પછીનો સૌથી નીચો હતો.નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન ઓફિસના ડેટા અનુસાર, એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં…

ચીન અને પાકિસ્તાનને લઈને ભારત સામે મોટો પડકારઃ સીડીએસ

પૂણેમહારાષ્ટ્રના પુણેમાં એનડીએની પાસિંગ આઉટ પરેડમાં સીડીએસ લેફ્ટન્ટ જનરલ અનિલ ચૌહાણે તેની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે, ભારત આ સમય અલગ રીતના પડકારનો સામનો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, એક તરફ યુરોપમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ચીનની સેનાની તૈનાતી અને પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક ઉથલ પાથલ…

ધોની ટ્રોફી લેવા રાયડુ અને જાડેજાને સાથે લઈ ગયો

અમદાવાદઆઈપીએલમાં ગુજરાતને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ગત સીઝનમાં પ્લેઓફમાં પણ ન પહોંચી શકનારી આ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ગઈકાલે ચેન્નઈએ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરતને હરાવ્યુ હતું. મેચ પુરો થયા બાદ ધોનીએ મેચના હીરો જાડેજા અને નિવૃત્તિ જાહેર કરેલા રાયડુને ટ્રોફી લેવા સ્ટેજ બોલાવી…

આઈપીએલ-2023માં અનેક રેકોર્ડસ બન્યા

અમદાવાદઆઈપીએલ 2023નો ગઈકાલે સમાપન થયું હતું. ગઈકાલે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી અને એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નઈની ટીમ પાંચમી વખત ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું હતું. આઈપીએલની 16મી સીઝનમાં 10 એવા રેકોર્ડ બન્યા હતા, જે…

વિજય બાદ જાડેજાને ભેટીને ધોની મેદાન પર જ રડી પડ્યો

અમદાવાદઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ફાઈનલ મેચમાં કાલે જોરદાર રસાકસી બાદ રવીન્દ્ર જાડેજાએ સીએસકેને અવિશ્વનીય જીત અપાવી હતી. જે બાદ જીતની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારી આંખોમાં પણ આંસુઓથી ભરાઈ જશે. આ વીડિયો આઈપીએલના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે.જીત આપવાવી રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો ત્યારે જાડેજાને સુકાની એમએસ ધોનીએ…

રાહુલ-ખડગેની મધ્યસ્થી બાદ ગેહલોત-પાયલોટ સાથે ચૂંટણી લડવા તૈયાર

નવી દિલ્હીરાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત લાવવા કવાયત તેજ કરી છે. જેને લઇને રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સચિન પાયલટ પણ ખડગેને મળવા…

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ

ગાંધીનગરગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી વધુ ૧૨૭૯ એ-૧ ગ્રેડ સાથે સતત ત્રીજા વર્ષ એ-૧ ગ્રેડ અને ટકાવારીમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે. જો કે ગત વર્ષ કરતા પરિણામમાં અડધો ટકા ઓછુ…

યુપીના બસ્તીમાં કૂતરાને ધમકાવનારા યુવકને લાઠી-ડંડાથી માર માર્યો

લખનૌશું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કૂતરાને ભગાડવાના કારણે મારામારી થઈ શકે છે. બસ્તી જિલ્લાના કલવારી વિસ્તારના કલવારી બજારમાંથી આ પ્રકારનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે કૂતરાને ધમકાવ્યો તો તેને લાઠી, ડંડાથી માર મારવામાં આવ્યો. યુવક મહામુસીબતે ભાગી ગયો અને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ સ્ટેશને પહોંચીને તેણે સમગ્ર બાબત જણાવી. બાદમાં પોલીસ એક્શનમાં આવી…

જાપાનમાં પીએમના નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરનારા પુત્રને સચિવપદેથી હટાવાયો

ટોકિયોજાપાનમાં રાજકીય નેતાઓની નૈતિકતાનુ સ્તર ઉંચું છે. અહીંયા નેતાઓનુ વીઆઈપી કલ્ચર પ્રજા ચલાવી લેતી નથી અને નેતાઓ પોતે પણ આ બાબતે સભાન રહેતા હોય છે.જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ પોતાના મિત્રો સાથે પીએમના સત્તાવાર નિવાસ સ્થાનમાં પાર્ટી કરી હતી અને તેની તસવીરો ખેંચાવી હતી. જેનાથી દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો. એ પછી વડાપ્રધાન…

મેડલ્સ ગંગામાં વહેવડાવવા કુશ્તીબાજો હરિદ્વાર રવાના થયા

નવી દિલ્હીરેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ. આ માટે કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના થયા છે.વિનેશ ફોગટ,…

રૂપાણીને દિલ્હી, નીતિન પટેલને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ

અમદાવાદ2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે….

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક-કાર ટકરાતાં ત્રણનાં મોત

અમદાવાદગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર…

લિકર કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ મનીષ સિસોદિયાના જામીન ફગાવ્યા

નવી દિલ્હીદિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. લીકર કૌભાંડ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આપે કહ્યું કે આ નિર્ણય સામે મનીષ સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં જશેદિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. આ મામલે તેમનું વર્તન પણ યોગ્ય રહ્યું નથી. તે…

ઝારખંડમાં ઈડીના કોંગ્રેસના ધારાસભ્ય સહિત 12 સ્થળે દરોડા

રાંચીઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવના ઘર સહિત રાજ્યમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. આજે સવારે જ ઈડીની ટીમે એક સાથે આ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઝારખંડમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવેલા 12 સ્થળોમાં ધારાસભ્ય પ્રદીપ યાદવ અને ચેશાયર હોમ રોડમાં રહેતા બિલ્ડર શિવકુમારનો પણ…

એર ન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરનો ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

નવી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી એકવાર ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 29 મેના રોજ અમારી ફ્લાઈટ એઆઈ882માં એક મુસાફરે ગેરવર્તન કર્યું હતુ. આરોપી પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેમાંથી એક પર હુમલો પણ કર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ…