એનસીઈઆરટીના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવશે
એનસીઈઆરટી પેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો નવી દિલ્હીનેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના પુસ્તકોમાં હવે ઈન્ડિયાનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે. એનસીઈઆરટી દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે એનસીઈઆરટીએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (એનએસટીસી)ની રચના કરવામાં આવી…
