સોમનાથ રોડ વિવાદ મામલે હાઇકોર્ટની કડક ટકોર, ‘જાહેર રસ્તો બંધ કરવાનો અધિકાર કલેક્ટરને કોણે આપ્યો?’
100 વર્ષ જૂના માર્ગને બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિકોની અરજી, હાઇકોર્ટે સરકાર પાસેથી માગ્યો સ્પષ્ટ જવાબ એસવીએન,અમદાવાદ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન સુધી જતાં વર્ષો જૂના જાહેર માર્ગને બંધ કરવાના નિર્ણયને લઈને ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જિલ્લા તંત્ર અને સરકાર…
