Admin

ડૂન કેસલ ક્રિકેટ ટૂર્નામેન્ટ U/16: ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે શાનદાર પ્રદર્શન કરી 268 રનથી મેચ જીતી લીધી

અમદાવાદ ડોન કેસલ ક્રિકેટ ટૂર્નામેન્ટ U/16 અંતર્ગત રમાયેલી રોમાંચક મેચમાં ટર્ફ ઇંગ્લિશ સ્કૂલની ટીમનો જબ્બર વિજય થયો છે. પ્રથમ ઇનિંગ્સમાં ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં દેવાંશ ખત્રીએ 51 રન અને મન્યા પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમનો કુલ સ્કોર 42.5 ઓવરમાં 10 વિકેટે 183 રન થયો હતો. શૌર્ય વાઘેલાએ…

સેન્ચુરી ક્રિકેટ ક્લબે રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટમાં ઇનિંગ્સ અને 89 રને શાનદાર વિજય મેળવ્યો

ધ્રુવ પટેલ અને મંથન ઉપાધ્યાયની ઘાતક બોલિંગ આગળ ઇન્કમ ટેક્સ ટીમ પરાજિત અમદાવાદ અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા યોજાયેલી રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટ (મલ્ટીડે) અંતર્ગત સોમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્કમ ટેક્સ અને સેન્ચુરી ક્રિકેટ ક્લબ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. આ મેચમાં ઇન્કમ ટેક્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ…

ખેલ મહાકુંભ 2026માં અદાણી સ્પોર્ટ્સલાઇનના ખુશ પરીખને ગોલ્ડ, શ્રીજા શાહને બ્રોન્ઝ

જિલ્લા કક્ષાની ટેનિસ સ્પર્ધામાં ખુશ પરીખે અંડર-14 બોયઝ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો, જ્યારે શ્રીજા શાહે અંડર-14 ગર્લ્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો અમદાવાદ ખેલ મહાકુંભ 2026ની જિલ્લા કક્ષાની ટેનિસ સ્પર્ધામાં અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના ખેલાડીઓ ખુશ પરીખ અને શ્રીજા શાહે શાનદાર પ્રદર્શન કરીને એકેડમીનું ગૌરવ વધાર્યું છે. ખુશ પરીખે અંડર-14 બોયઝ સિંગલ્સ વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો,…

ગોરા બ્રિજ પર પથ્થરોમાંથી સાકાર થયો વિશાળ મગર, પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

નર્મદા માતાના વાહનનું પ્રતીક સમાન મગરની ભવ્ય પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટીનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે સુખદેવ વસાવા. રાજપીપળા નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસનનાં વિવિધ આકર્ષણો વચ્ચે ગોરા બ્રિજ પર નાના પથ્થરોમાંથી તૈયાર કરાયેલી વિશાળ કૃત્રિમ મગરની પ્રતિકૃતિ પ્રવાસીઓના આકર્ષણનું અનોખું કેન્દ્ર બની છે. નર્મદા નદીના વિશાળ પટ, આસપાસના નયનરમ્ય કુદરતી વાતાવરણ અને વિશ્વની…

‘નક્સલમુક્ત ભારત’ની થીમ સાથે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ, રાષ્ટ્રીય એકતાની શપથવિધિ અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે; ‘એકતા પ્રકાશ પર્વ’ અને ‘ભારત પર્વ’ બનશે વિશેષ આકર્ષણ રાજપીપળા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીના અવસરે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ‘નક્સલમુક્ત ભારત’ની થીમ સાથે યોજાનારા…

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતાનગરની પરેડમાં નક્સલમુક્ત ભારતનો સંકલ્પ ગુંજશે

CRPFની CoBRA બટાલિયન સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં વિશેષ કમાન્ડો દળોનું શક્તિપ્રદર્શન; ૪,૯૫૬ જવાનો-પ્રતિભાગીઓની માર્ચિંગ પરેડ અને અન્ય કાર્યક્રમોમાં ૭,૭૩૪ કલાકારો-પ્રતિભાગીઓની સહભાગિતા મેહુલ વાંઝવાલા.રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં દેશની આંતરિક સુરક્ષા, રાષ્ટ્રીય અખંડિતતા અને નક્સલમુક્ત ભારતના સંકલ્પની ઝાંખી જોવા મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાનારી આ…

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતાનગરના ૨,૬૭૮ યુવાનોને કૌશલ્ય તાલીમ

એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની પહેલથી ૨,૦૦૦થી વધુ તાલીમાર્થીઓ રોજગાર, સ્વરોજગાર અને મોસમી રોજગારી સાથે જોડાયા; ૧૮૫થી વધુ ગામો સુધી પહોંચ્યો કૌશલ્ય વિકાસનો વ્યાપ મેહુલ વાંઝવાલા. રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્થાનિક યુવાનોને કૌશલ્યવાન બનાવી રોજગારની તકો સાથે જોડવાની પહેલને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં કાર્યરત એકતા સ્કીલ…

દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટ U-16: DPSનો એપોલો ઇન્ટરનેશનલ સામે 8 વિકેટે ભવ્ય વિજય

ઇબ્રાહિમ આવરીની પાંચ વિકેટ અને અર્ણવ શર્માની અણનમ 77 રનની ઇનિંગ્સથી દિલ્હી પબ્લિક સ્કૂલે સુપર નોકઆઉટ મુકાબલામાં નોંધાવ્યો શાનદાર વિજય અમદાવાદ: ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટ U-16 (મલ્ટીડે)ની સુપર નોકઆઉટ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)એ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલને 8 વિકેટે હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. પાયોનિયર B…

SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડિવાઇન લાઇફ સ્કૂલની ઇનિંગ્સથી જીત

દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અંડર-16 મલ્ટિડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોલરોનો તરખાટ; આયુષ પટેલની 97 રનની શાનદાર ઇનિંગ્સ અમદાવાદ: ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ, અમદાવાદના આયોજન હેઠળ રમાઈ રહેલી દૂન કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અંડર-16 મલ્ટિડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડિવાઇન લાઇફ સ્કૂલે પ્રભાવશાળી પ્રદર્શન કરીને ઇનિંગ્સથી જીત મેળવી હતી. SGVP ઇન્ટરનેશનલ સ્કૂલે આનંદ નિકેતન-મણિનગરને ઇનિંગ્સ…

વેસ્ટર્ન એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં છઠ્ઠા રાઉન્ડ બાદ જિહાન તેજસ શાહની લીડ ખતમ

એફએમ શરણાર્થી વિરે રાતોરાત લીડર જિહાન તેજસ શાહને હરાવ્યો; અંડર-18, અંડર-16 અને અંડર-12 સહિત વિવિધ કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે રસાકસી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા અમદાવાદના રાજપથ ક્લબ ખાતે આયોજિત વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026માં છઠ્ઠા રાઉન્ડ બાદ વિવિધ કેટેગરીમાં લીડ માટે રસાકસી જોવા મળી રહી છે. જુનિયર ઓપન કેટેગરીમાં એફએમ શરણાર્થી વિરે…

નર્સિંગમાં દયા, પ્રેમ અને કરુણા સાથે દર્દીઓની સેવા કરવી જરૂરીઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

૨૩મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ; નર્સિંગ પ્રોફેશનલ્સને જ્ઞાન અને કૌશલ્યમાં સતત વૃદ્ધિ કરવા આહવાન અમદાવાદ: ટ્રેઇન્ડ નર્સીસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TNAI)ની ગુજરાત સ્ટેટ બ્રાંચ દ્વારા આયોજિત ૨૩મી ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે નર્સિંગ પ્રોફેશનલ્સને દયા, પ્રેમ, કરુણા અને માનવતાના અભિગમ સાથે…

ભારતીય પુરુષ ટીમની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, તાન્ઝાનિયાને 48-20થી હરાવ્યું

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની સતત પાંચમી જીત; કેન્યા અને મલેશિયાની મહિલા ટીમોનો પણ દબદબો અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં તાન્ઝાનિયાને 48-20થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે રમાયેલી આ મેચમાં ભારતીય ખેલાડીઓએ રેડિંગ અને ડિફેન્સ બંને વિભાગમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતે…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 27-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

એકતાનગરમાં 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ મહત્ત્વનાં આકર્ષણોનાં સાક્ષી બનશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

પાંચમા દિવસે કેન્યા અને બાંગ્લાદેશનો શાનદાર વિજય

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં કેન્યાની મહિલાઓનો અજેય સિલસિલો યથાવત્, મલેશિયા અને કેનેડાની પણ ભવ્ય જીત અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના પાંચમા દિવસે કેન્યા, મલેશિયા, બાંગ્લાદેશ અને કેનેડાની ટીમોએ શાનદાર વિજય નોંધાવ્યા હતા. કેન્યાની મહિલા ટીમે સ્કોટલેન્ડને 61-16થી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની અજેય કૂચ જાળવી રાખી હતી. મલેશિયાની મહિલાઓએ સિંગાપોરને…

એકતાનગરની રાષ્ટ્રીય એકતા પરેડ-2026માં ગુંજશે ‘નશામુક્ત ભારત’નો સંદેશ

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ 225 બાઈકચાલકોની રેલી બનશે વિશેષ આકર્ષણ; અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબર, 2026ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં આ વર્ષે ‘નશામુક્ત ભારત’નો સંદેશ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ભવ્ય ઉજવણીમાં ‘ફાઇટ…

સેવા દરમિયાન ઘાયલ થયા, હવે દેશના જવાનો માટે દોડશે યુદ્ધના વીર સૈનિકો

29 નવેમ્બરે યોજાનારી અદાણી અમદાવાદ મેરેથોનમાં પ્રથમવાર વોર વાઉન્ડેડ ફાઉન્ડેશનના ચાર જવાનો લેશે ભાગ; ‘રન ફોર અવર સોલ્જર્સ’ પહેલ દ્વારા સૈન્યના જવાનોના કલ્યાણ માટે અપાશે યોગદાન અમદાવાદ દેશની સરહદો પર ફરજ બજાવતી વખતે ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર ભૂતપૂર્વ સૈનિકો હવે અમદાવાદની સડકો પર દેશના જવાનોના સન્માન અને કલ્યાણ માટે દોડશે. આગામી 29 નવેમ્બરે યોજાનારી…

સ્પેશિયલ કેમ્પેઇન 6.0 અંતર્ગત વડોદરા એરફોર્સ સ્ટેશનમાં સ્વચ્છતા અને વહીવટી કાર્યક્ષમતા પર ભાર

રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ત્રિમાસિક બેઠક યોજાઈ; ભૂતપૂર્વ સૈનિકો, વીર નારીઓ અને આશ્રિતોના પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા કલેક્ટરની સૂચના વડોદરા/રાજકોટ: સ્પેશિયલ કેમ્પેઇન 6.0 અંતર્ગત એરફોર્સ સ્ટેશન વડોદરા ખાતે સ્વચ્છતા, રેકોર્ડ વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કાર્યસ્થળની સ્વચ્છતા જાળવવા, દસ્તાવેજો અને રેકોર્ડનું…

એકતાનગરમાં 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ મહત્ત્વનાં આકર્ષણોનાં સાક્ષી બનશે

સરદાર પટેલની 151મી જન્મજયંતીએ ‘વિવિધતામાં એકતા’ અને ‘નક્સલ મુક્ત ભારત’નો સંદેશ ગુંજશે; 19 કન્ટિન્જન્ટનો માર્ચપાસ્ટ, 45 ડોગ સ્ક્વોડનું વિશેષ આકર્ષણ, 2.62 કિમીની ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’નું લોકાર્પણ અને નશામુક્તિ માટે મોટરસાયકલ રેલી દ્વારા જનજાગૃતિ રાજપીપળા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઑક્ટોબરના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે….

વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના જિહાન તેજસ શાહની આગેકૂચ

ચોથા રાઉન્ડના અંતે જુનિયર ઓપન વિભાગમાં જિહાન એકમાત્ર લીડર; અંડર-18માં તિજિલ સિંહ ચાર પોઈન્ટ સાથે મોખરે અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાઈ રહેલી વેસ્ટર્ન એશિયન યુથ એન્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026માં ચોથા રાઉન્ડના અંતે અમદાવાદના જિહાન તેજસ શાહે જુનિયર ઓપન વિભાગમાં શાનદાર પ્રદર્શન કરીને એકમાત્ર લીડર બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા આયોજિત…

દિવાળીના પર્વે eFootball™ની ધમાકેદાર ઉજવણી: સુનીલ છેત્રી, સંજુ સેમસન સહિત ખેલાડીઓ અને ગેમિંગ ક્રિએટર્સ જોડાયા

KONAMI દ્વારા ભારતમાં ખાસ દિવાળી કેમ્પેઇન શરૂ; સુનીલ છેત્રીનું અપગ્રેડેડ ઇન-ગેમ કાર્ડ, તહેવાર આધારિત જર્સી અને ખાસ રિવોર્ડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ/વિન્ડસર, દિવાળીના તહેવારને વધુ રોમાંચક બનાવવા માટે ગેમિંગ જગતની જાણીતી કંપની KONAMIએ ભારતમાં તેની લોકપ્રિય ફૂટબોલ ગેમ eFootball™ માટે ખાસ દિવાળી કેમ્પેઇન શરૂ કર્યું છે. આ અભિયાનમાં ભારતીય ફૂટબોલના દિગ્ગજ ખેલાડી સુનીલ છેત્રી, ભારતીય…