મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટ યોજાઈ અમદાવાદ ગુજરાતને ભારતનું નાણાકીય પાટનગર બનાવવાની દ્રષ્ટિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ સપનાને સાકાર કરવાના મુખ્ય શિલ્પકાર બનશે, એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટમાં સંબોધન કરતાં જણાવ્યું હતું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ ICAI પ્રમુખ ચરણજોતસિંહ નંદા, ઉપપ્રમુખ પ્રસન્ના કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ અનિકેત તલાટી, ICAIના CCM પુરુષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાંચના ચેરમેન નીરવ અગ્રવાલ, સેક્રેટરી સમીર ચૌધરી તથા રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશમાં સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે દેશમાં અમલી જે જટિલ ટેક્સ માળખું હતું, તેને બદલવાનું ભગીરથ કામ પાર પાડ્યું અને એક સમયે જટિલ અને શિથિલ પ્રક્રિયાને કારણે લોકો ટેક્સ ભરવા માટે નીરસ રહેતા અને ટેક્સ ન ભરવાના અન્ય વિકલ્પો શોધતા હતા. પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સૌથી મોટો ટેક્સ રિફોર્મ આવ્યો છે. વડાપ્રધાન મોદીની…