કચ્છના દરિયાકાંઠેથી ₹1000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઈન મળ્યું

ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ભારતીય કોસ્ટગાર્ડ  અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સંયુક્ત રીતે ભૂજ ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ભારતીય…

અમદાવાદમાં ઈબોલાના ડરે આફ્રિકાથી આવેલા 11 મુસાફરને હોમ આઈસોલેટ કરાયા

તમામ પ્રવાસીઓમાં વાયરસના કોઈ જ લક્ષણ ન જોવા મળ્યા છતાં તકેદારીના ભાગ રૂપે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા અમદાવાદ આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી…

ન્યૂ મેન્ટલ કેમ્પસમાં રૂ.૧૦૫ કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવાશે : પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા ‘અતુલ્યમ ૧ થી ૪ બ્લોક’ના નુકસાન પેટે ટાટા એરલાઈન્સે આરોગ્ય વિભાગને રૂ.૫૩.૧૨ કરોડ ચૂકવશે : આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે થયેલા ‘અતુલ્યમ ૧ થી ૪ બ્લોક’ના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ. ૫૩.૧૨ કરોડની માંગણી…

સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ઓન લાઈન છેતરપિંડી

યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી સોમનાથ દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને VIP દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી…

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ગરમીમાં 2-3 ડીગ્રીના ઘટાડાની આગાહી

30 મેથી 1 જૂમાં રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડવાની શક્યતા અમદાવાદ હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. હાલમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહ્યા બાદ, તેમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર…

સોમનાથ દરિયાના ઊંચા મોજાંની ઝપેટમાં 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો બચાવ

મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના યાત્રિકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી ગયા એસવીએન,સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સમુદ્રમાં ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના યાત્રિકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી ગયા હતા.  દર્શન…

દેશના મતદારો મતદારો જાણે છે કે કયા મુદ્દા પર કયા પક્ષને મત આપવો: જેપીસીના વડા ચૌધરી

એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની ગુજરાત મુલાકાતના ત્રીજો અને અંતિમ દિવસે રાષ્ટ્રીય અને રાજ્ય મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત કરી શકે છે એવા અભિપ્રાયો સાથે સંવેદનશીલ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા ગાંધીનગર એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ના અધ્યક્ષ અને પાલીના સાંસદ પી.પી. ચૌધરીએ કહ્યું છે કે દેશના મતદારો એટલા…

ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, અમદાવાદથી એકની ધરપકડ; 5 ફરાર

14 મહિનામાં 100 કરતાં વધુ નિર્દોષ લોકોના નામે બેન્ક ખાતા ખોલાવ્યા અને તેની કિટ સાયબર માફિયાઓને વેચીને દેશભરમાં આર્થિક ફ્રોડ આચર્યો એસવીએન, અમદાવાદ અમદાવાદ શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી, તેનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઝોન-1 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની…

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેન્ક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ 18-05-26 ને સોમવારના રોજ સાંજે હીરામણિ કેમ્પસમાં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લગભગ 150 ખાતેદારોએ ભાગ લઈ બેન્કની કામગીરી અને ગ્રાહકલક્ષી યોજનાઓની માહિતી મેળવી હતી. આ આયોજન ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક, હીરામણિ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું.

સુરતમાં ડિંડોલી વાર્ડના ભાજપના યુવા પદાધિકારી જય દલાલની હત્યા

મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રી દલાલનો પુત્ર હતો એસવીએન, સુરત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતાં ચકચાર…

ગિરમાં 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ 

અકસ્માત વીમો અને મેડિક્લેઇમ પૂરો પાડવા ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને પરિમલ નથવાણીની પહેલ  જૂનાગઢ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી ગિર અને બૃહદ્ ગિરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગિરના વન વિભાગના અધિકારીઓના સહયોગથી ગુજરાત…

દર્દી સાથે અસહિષ્ણુ વર્તન કરનારા વિસનગરના જુનરયર ફાર્માસીસ્ટની કચ્છમાં બદલી

ગાંધીનગર દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા ન આપવાના મામલે વિસનગરના જુનીયર ફાર્માસીસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી અને ખાતાકીય તપાસ કરવાની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના આપી હતી. દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક વલણ અપનાવાયું હતું. આરોગ્ય મંત્રીની સૂચનાથી થયેલી તપાસમાં ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું.

પાલનપુર-દિયોદરમાંથી અંદાજે ૧૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે આરોગ્ય વિભાગ અને ખોરાક સુરક્ષા વિભાગ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાલનપુર અને દિયોદર વિસ્તારના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર ચેતના ગુર્જર, એમ….

સીબીએસઈ ધો. 12માં એશિયા ઇંગ્લિશ સ્કૂલના 17 વિદ્યાર્થીઓએ 90થી વધુ ટકા પ્રાપ્ત કર્યા

અમદાવાદ CBSE બોર્ડ પરીક્ષા 2026માં એશિયા ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 12માં આ વર્ષે કુલ 133 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થીઓએ 90 ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કર્યા, જ્યારે 56 વિદ્યાર્થીઓએ 80 ટકા કરતાં વધુ ગુણ મેળવી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી. વિદ્યાર્થીઓમાં હિમાંશી મહેતા (485/500), પંચાલ જુહી જિજ્ઞેશ (483/500) અને કૃશિવ અચ્યુત દાણી (481/500)એ…

મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગ દાન થકી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું

સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર,અંગદાનના સેવા યજ્ઞમાં છેલ્લા છ વર્ષોમાં ૨૪૦ દાતાઓ દ્વારા ૧૦૩૨ અંગો-પેશીઓનું દાન કરાયું, અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. સિવિલ હોસ્પિટલના આંગણે ફરી એકવાર માનવતા મહેકી ઉઠી છે, જ્યાં મહેસાણાના એક ૨૯ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને…

આરોગ્ય કર્મચારીઓના હિતોનું રક્ષણ અને તેમના પ્રશ્નોના સંવેદનશીલ નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સાનિધ્યમાં આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વર્ગના આરોગ્ય કર્મચારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કર્મચારીઓએ ખાતાકીય પરીક્ષા, ઉચ્ચત્તર પગાર ધોરણ, પંચાયત હસ્તકના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કરના ખાતાકીય મંત્રીએ તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી કર્મચારીહિતને કેન્દ્રસ્થાને રાખી…

વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે : આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા

સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં ઐતિહાસિક વધારો,વિદ્યાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારશ્રીએ સંવેદનાથી ભરેલો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ માસિક રૂ. ૧૨,૦૦૦ મળતું સ્ટાઈપેન્ડ હવે વધારીને રૂ. ૨૦,૧૬૦ કરવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર કોલેજ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી…

રાજુલામાં નિર્મિત ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલની વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી અને પંથકના નાગરિકોના નિરામય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી:- હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી, બાળરોગ સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે:- રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર મળશે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ…

સાબરમતી જેલના મુખ્ય દ્વાર પરથી આજીવન કેદનો આરોપી ફરાર

માલદે પરમાર હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં જેલમાં હતો, જેલ તંત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી એસવીએન,અમદાવાદ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને…

સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ છે : કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત

કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી દરેક ભારતીયએ જીવનમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવી જોઈએ : કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપી રાજપીપળા ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ”…