ભરૂચમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નું ઉદ્ઘાટન, 4 હજાર ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો; શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો-સંસ્થાઓનું સન્માન, 25 બાળકોને સાયકલની ચાવી અર્પણ ભરૂચ શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારીમંત્રી…

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી

સરદાર પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન અને એકતા-અખંડિતતાના સંદેશથી અવગત થયા એકતા નગર ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓએ વિશ્વની…

ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો ભરૂચ : રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત ‘સમરસ સેતુ વિદ્યા અભિયાન’ હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 86.87 ટકા જળસંગ્રહ, કુલ 50,415 ક્યુસેક પાણીની જાવક

ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી, નદીમાં 43,260 ક્યુસેક અને કેનાલમાં 7,155 ક્યુસેક પાણી છોડાયું નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ જળસંગ્રહ 86.87 ટકા નોંધાયો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.70 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી નદી અને કેનાલમાં મળીને કુલ 50,415 ક્યુસેક પાણી…

રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ: ૧૩૭ બંધ, ૬ સીલ; ૪૦ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ…

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

‘પૂજા ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ ગાંધીનગર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી…

હીરામણિ સ્કૂલના કે.જી. વિભાગમાં રંગબેરંગી રેઈની-ડેની ઉજવણી

રેઈનકોટ અને છત્રીઓ સાથે સજ્જ થઈને પહોંચ્યા ભૂલકાઓ, વરસાદી ગીતો પર કર્યો મનમોહક ડાન્સ અમદાવાદ: હીરામણિ સ્કૂલના કે.જી. વિભાગ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ચોમાસાની ઋતુને આવકારવા અને બાળકોને પ્રકૃતિની નજીક લાવવાના હેતુથી રેઈની-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના-નાના ભૂલકાઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને દિવસને આનંદમય બનાવ્યો હતો. રંગબેરંગી રેઈનકોટ અને છત્રીઓએ વધારી રોનક રેઈની-ડે…

દિલ્લીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી: પ્રધાનમંત્રી મોદીના વિઝનને બિરદાવ્યું

ગુજરાત મોડલનો અભ્યાસ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી કેવડિયા એકતા નગર ખાતે દિલ્લી સરકારના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ વરિષ્ઠ અધિકારીઓ સાથે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત મોડલનો અભ્યાસ કરવાનો અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો. મંત્રીએ સરદાર સાહેબના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી…

ભાવનગરમાં નકલી દારૂકાંડ: ત્રણનાં મોત, 17 સારવાર હેઠળ

ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ના સેવનથી દુર્ઘટના; 4 બુટલેગર ઝડપાયા, SPની અપીલ- દારૂ પીધો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ કરાવો ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે ગંભીર ઘટના સામે આવી છે. 16 ઓગસ્ટની રાત્રે વાડી વિસ્તારમાં યોજાયેલી દારૂની પાર્ટી બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. બનાવમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા…

વરાછા ફૂડ પોઈઝનિંગ: આરોગ્ય મંત્રીની તાત્કાલિક કાર્યવાહી, રેસ્ટોરન્ટ સીલ કરવાની સૂચના

પાંચ વર્ષીય બાળકીના મોતથી ખળભળાટ; અસરગ્રસ્ત પરિવારને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય વિભાગને આદેશ સુરત સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષીય બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની પુણાગામ…

અડાલજના અન્નપૂર્ણાધામમાં શિક્ષણ, ભોજન અને સમાજસેવાના નવા આયામો

સમાજસેવા સાથે શિક્ષણ અને ભોજનાલય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, વિવિધ વિકાસકાર્યોની માહિતી સામે આવી ગાંધીનગર/અડાલજ: અડાલજ સ્થિત શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ, ભોજન સેવા, સમાજસેવા અને જરૂરિયાતમંદોને સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નપૂર્ણાધામ ભોજનાલય, કુમાર છાત્રાલય અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની કામગીરી…

એશિયા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા “વિકસિત ભારત”ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

દેશભક્તિ અને ઉત્સાહ સાથે એશિયા કેમ્પસમાં યોજાયો ભવ્ય સ્વાતંત્ર્ય દિન સમારોહ અમદાવાદ એશિયા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એશિયા કેમ્પસ ખાતે ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિવસ ભારે દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની ઉજવણીનો મુખ્ય વિષય “વિકસિત ભારત” રાખવામાં આવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજમેન્ટ, ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શુભેચ્છકો વિશાળ સંખ્યામાં…

રાત્રે ૧૧ વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અંકલેશ્વર CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ; દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ ભરૂચ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાત્રે ૧૧ વાગ્યે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન…

બી.એ.પી.એસ. શાહીબાગ મંદિરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો

૧૫ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રની સુખાકારી માટે મંગલ પ્રાર્થના; સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રનિર્માણનો નવો સંકલ્પ અમદાવાદ: પ્રત્યેક વર્ષની ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રના નવનિર્માણની વધુ ઊંચાઈએ પહોંચવાના નવા સંકલ્પનું પર્વ બની રહે છે. દેશભરમાં આજે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી…

એકતા અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો બુલંદ સૂર

ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ; માત્ર રાષ્ટ્રવાદ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા ઝઘડિયા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી; તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ અને માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન, વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ ભરૂચ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

નૌસેના સ્ટેશન ઓખા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

સેરેમોનિયલ પરેડ દ્વારા રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ, સેવા, સન્માન અને પ્રતિબદ્ધતાના મૂલ્યોને પુનઃ દોહરાવાયા ઓખા: દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના ઓખા ખાતે આવેલા નૌસેના સ્ટેશન ઓખા દ્વારા પણ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય નૌસેનાના…

ગૌરવ સાથે સાયકલિંગ, જુસ્સા સાથે તિરંગા માર્ચ: અમદાવાદ-ગાંધીનગરમાં 800થી વધુ લોકોએ બતાવ્યો દેશભક્તિનો જોશ

80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભારતીય સેનાના જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને NCC કેડેટ્સની ઉત્સાહભેર ભાગીદારી ગાંધીનગર/અમદાવાદ: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ગોલ્ડન કટર ડિવિઝન અને પર્વત અલી બ્રિગેડ દ્વારા ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ભવ્ય સાયકલ રેલી તથા અમદાવાદમાં ઉત્સાહસભર તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમોમાં 800થી વધુ જવાનોએ, વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ અને NCC…

હીરામણિ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ડૉ. વિદ્યુત દેસાઈએ યુવાનોને શોખ ઓળખી જીવનલક્ષી શિક્ષણ મેળવવા આહ્વાન કર્યું દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો સ્વાતંત્ર્ય દિન અમદવાદ અમદાવાદ સ્થિત હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) ખાતે 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સવારે 7.45 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. વિદ્યુત દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં…

શિક્ષકો અને એસ.ટી. કર્મચારીઓ માટે નવી તબીબી બોર્ડ વ્યવસ્થા

GMERS સોલા ખાતે કાયમી મેડિકલ બોર્ડની રચના, ગંભીર બીમારીના કેસમાં આંતરિક-જિલ્લા બદલી માટે તબીબી પ્રમાણપત્ર આપશે અમદાવાદ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શિક્ષણ વિભાગ હેઠળના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ માટે તબીબી કારણોસર બદલી સંબંધિત પ્રક્રિયાને સરળ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 21 સે.મી.નો વધારો, જળસપાટી 134.86 મીટરે પહોંચી

87.40 ટકા જળસંગ્રહ સાથે ડેમમાં 8,267.60 MCM પાણીનો સંગ્રહ; કેનાલમાં 6,002 ક્યુસેક પાણી છોડાયું નર્મદા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 14 ઓગસ્ટ 2026ના સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.86 મીટર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલમાં કુલ 87.40…