ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશન સભ્ય કનુભાઇ પટેલ કરેલ આત્મહત્યા સંદર્ભે ન્યાયની માગણી

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સભ્ય કનુભાઇ પટેલે તા.15-06-2024ના રોજ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરેલ છે. કનુભાઇ છેલ્લા 35 વર્ષ જેટલા લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગમાં કોન્ટ્રાકટના કામો કરતા હતા. તેમના ભાઇના કહેવા પ્રમાણે થયેલ FIR મળેલ સુસાઇડનોટ અનુસાર કનુભાઇએ કરેલ જુદા-જુદા કામો હેઠળ અંદાજે 472 લાખ જેવી મોટી રકમ નું પેમેન્ટ ન થતા આ માતબર રકમ રોકોઇ રહેલ હતી. જેમાં કપડવંજ…

ગુજરાતમાં BAP પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે મોબાઇલ મેડિકલ યુનિટનું દાન કર્યું

 .ગુજરાતમાં BAP પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ અને AU Small Finance Bank ના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં મોબાઇલ મેડિકલ યુનિટનું દાન કર્યું હતું. આ પ્રસંગે હાજર મહાનુભાવોમાં અમિત ડોડિયા – યોગીજી મહારાજ હોસ્પિટલના CEO, ડૉ. મહેન્દ્રભાઈ – મુખ્ય ડૉક્ટર, હર્ષદ મલ્લી – એકાઉન્ટ્સ વિભાગ – યોગીજી મહારાજ હોસ્પિટલ,…

વિશ્વ યોગ દિવસ-૨૦૨૪માં નડાબેટ ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’ માં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનની એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના BSFના જવાનોએ સાર્થક કરી છે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી રાજયકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ (Bop) ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’માં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ‘સીમા પ્રહરી સંમેલન’ને…

સ્પોટર્સ ક્લબના સભ્યોના સર્વિસ ટેક્સના રિફંડમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ

નવ હજારથી વધુ સભ્યો પાસેથી એકત્રિત કરાયેલો સર્વિસ ટેક્સ ગેરકાયદેસર વસૂલાયો હોઈ સુપ્રીમ કોર્ટના નિર્દેશને લીધે સભ્યોને તે રિફંડ આપવું પડે એવો કલબ મેમ્બર્સ હિત રક્ષક સમિતિનો દાવો અમદાવાદ અમદાવાદની પ્રતિષ્ઠિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આવેલી સ્પોટર્સ કલબના સભ્યો પાસેથી મેનેજમેન્ટે ખોટી રીતે સર્વિસ ટેક્સ વસૂલતા સુપ્રીમના એક ચુકાદાનું પાલન ન કરી કલબ દ્વારા સભ્યોને રિફંડ…

અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટ મળી

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં ગાંધીનગર-કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ગ્રોથ મીટમા ઉદ્યોગપતિઓની બેઠક મળી જેને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત એ સંબોધન કરી અમિત શાહને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી.

અમિત શાહના સમર્થનમાં કલોલમાં પાટીદાર સંવાદ સંમેલન યોજાયું

ગાંધીનગર લોકસભા ચુંટણી ૨૦૨૪ અંર્તગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં કલોલ ખાતે યોજાયેલ પાટીદાર સંવાદ સંમેલનમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ,ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ઉમિયામાતા સંસ્થાનના મુખ્ય ટ્રસ્ટી અને ધારાસભ્ય બાબુભાઈ જે પટેલ એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

કોંગ્રેસના 45થી વધુ હોદ્દેદાર, 500 સમર્થકો ભાજપમાં જોડાયા

ભાજપમાં જોડાયેલ તમામ આગેવાનોએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી ગાંધીનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વથી તેમજ ભારતીય જનતા પાર્ટીની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિથી પ્રેરાઈને કોંગ્રેસના સિનિયર આગેવાન ભરત દેસાઈ (ગોતા વોર્ડના પૂર્વ પ્રમુખ અને અમદાવાદ શહેર મહામંત્રી, ગોતા વોર્ડ કોંગ્રેસના કારોબારી સભ્ય), અમદાવાદ શહેર કોંગ્રેસ…

ખાલી કમળ ઊભું રાખશો તો પણ જીતાડવાની ખાતરીઃ ખુમાણ

રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, સમર્થનની વાત અર્ધસત્ય હોવાનો કાઠી નેતાનો દાવો રાજકોટ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. ત્યારે શુક્રવારે રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપના…

કાઠી સમાજ રાજ્યમાં 5 જેટલી બેઠક પર અસર કરી શકે છે

કાઠી સમાજની ગુજરાતમાં 7થી 8 ટકા વસતી, રાજકોટ- સુરેન્દ્રનગર બેઠક પર આ સમાજની બહોળી બહૂમતિ છે ગાંધીનગર રૂપાલાથી નારાજ ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. 12 એપ્રિલે ક્ષત્રિય સમાજની એક મોટી જ્ઞાતિ કાઠી સમાજે રૂપાલના સમર્થન આપ્યું છે પરંતુ 13 એપ્રિલે કાઠી સમાજના અન્ય લોકોએ મીડિયા સામે આવીને રૂપાલાનો વિરોધ કર્યો. એટલે કે હવે…

વડોદરા કેટલાક વિસ્તારમાં ભાજપના પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા

વડોદરાના માંજલપુરમાં લોકોએ સ્થાનિક ઉમેદવાર સામે વિરોધ ન હોવા છતાં રુપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો વડોદરા વાણીવિલાસ ક્યારેક ખૂબ ભારે પડે છે. મહાભારતનું એક કારણ કૌરવો માટે બોલાયેલું એક અવળ વાક્ય હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી સર્જાયેલું મહાભારત એનું બોધ લેવો પડે એવું ઉદાહરણ બની ગયું છે. ક્ષત્રિય સમાજના હૃદય પર ઘા…

વડોદરામાં પ્રચારમાં ભાજપના કાર્યકર્તાની જૂથબંધી સામે આવી

તરસાલી વિસ્તારમાં યોજવામાં આવેલી ગ્રુપ મીટીંગમાં સંખ્યા નહીં થતા ભાજપ ઉમેદવારનો કાર્યક્રમ રદ કરાયો વડોદરા લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓની જૂથબંધી વોર્ડ કક્ષાએ પણ બહાર આવી રહી છે ત્યારે ગઈકાલે તરસાલી વિસ્તારમાં યોજવામાં આવેલી ગ્રુપ મીટીંગમાં સંખ્યા નહીં થતા ભાજપ ઉમેદવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. લોકસભાની વડોદરા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીના…

મહિલા મતદાતાઓમાં જાગૃતી માટે પંચ વિવિધ કાર્યક્રમ યોજશે

મહિલા મતદારોના ઘેર આમંત્રણ પત્ર પાઠવવા સહિત મહિલાઓ અચૂક મતદાન કરે તે માટેના ઉપાયો કરાશે ગાંધીનગર ગુજરાતમાં 13 હજાર મતદાન મથકોમાં મહિલાઓએ ઓછું મતદાન કર્યું છે, જ્યારે વડોદરા જિલ્લાના ત્રીસ ગામોના 161 મતદાન મથકોમાં મહિલાઓએ ઘણું ઓછું મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય ચૂંટણી પંચે મહિલાઓનું મતદાન વધે તે માટેના પ્રયત્નો…

સુરતમાં વેપારી સાથે ઠગાઈ કેસમાં કાપડ દલાલના આગોતરા ફગાવાયા

આરોપી કાપડ દલાલ વિરુધ્ધ પ્રથમ દર્શીય કેસની તપાસ ચાલુ હોઈ કોર્ટનું કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરુરીનું તારણ સુરત      સુરતના ૫૦ જેટલા ટેક્સટાઈલ ટ્રેડર્સ પાસેથી કુલ રૃ.5.89 કરોડના કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો ખરીદીને માલ કે પેમેન્ટ નહીં આપીને ગુનાઈત ઠગાઈનો કારસામાં સંડોવાયેલા આરોપી બ્રોકરે ઈકો સેલના તપાસ અધિકારી ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીનની માંગ કરતી…

MS યુનિ.ની હોસ્ટેલ કેન્ટિનના સંચાલક પર 3 છાત્રોનો હુમલો

ત્રણ યુવકોએ કેન્ટીનમાં આવી કોલ્ડ ડ્રિન્ક તેમજ નાસ્તાના પૈસાના મુદ્દે બોલાચાલી કરી સંચાલકને માર માર્યો વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનના સંચાલક પર શુક્રવારની મોડી રાત્રે ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવતા હોસ્ટેલમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે હોસ્ટેલની સેન્ટ્રલ કેન્ટિન મધરાત બાદ પણ ખુલ્લી રહેતી હોય છે.આ કેન્ટીન એટલા માટે…

ગોત્રીમાં હનીટ્રેપ કેસમાં યુવતી-બે નકલી પોલીસ સામે ફરિયાદ

મસાજના નામે યુવતીએ મેડિકલ ઓફિસરને ફસાવીને કપડાં ઊતરાવી લીધા, 10 લાખની માગણી કરી વડોદરા વડોદરાના ગોત્રી વિસ્તારમાં હની ટ્રેપનો શિકાર બનેલા મેડિકલ ઓફિસરે આખરે પત્નીને વિશ્વાસમાં લઈ ગોત્રી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને બે ડુપ્લીકેટ પોલીસ સામે ગુનો દાખલ કર્યો છે.  ન્યુ સમા રોડ વિસ્તારમાં મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર…

ભૂજ-ભચાઉ હાઈવે પર જીપને અકસ્માતમાં ચાર લોકોનાં મોત

સાત જણાને ઈજા, માધાપર ગામે બાપા દયાળુનગરમાં રહેતો પરિવાર દ્વારકા અને સોમનાથ દર્શન માટે ગયો હતો ભુજ ભુજ-ભચાઉ હાઇવે પર શુક્રવારે વહેલી સવારે પધૃધર ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં કુતરાને બચાવવા જતાં તૂફાન જીપ પુલીયા સાથે ધડાકાભેર આૃથડાતાં જીપમાં સવાર માધાપર સોની પરિવારના દંપતિ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય…

SOUમાં લેસર શૉ-નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે 7.30 કલાકે અને નર્મદા આરતી 8.15 કલાકે યોજાશે રાજપીપળા ગુજરાતીઓના હોટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટા ફેરફાર કરાયા છે. હાલ ઉનાળાનું વેકેશન હોઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યાં છે. તેથી એસઓયુ પ્રોજેક્શન મેપિંગ શૉ ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના…

કોંગ્રેસ આજે રાજ્યના બાકી ચાર ઉમેદવાર જાહેર કરે એવી શક્યતા

રાજ્યમાં ચાર લોકસભા બેઠકો જેમાં મહેસાણા, રાજકોટ, અમદાવાદ પૂર્વ અને નવસારી સામેલ છે અમદાવાદ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, બન્ને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર ફરી એકવાર કેસરિયો કરવા મેદાનમાં ઉતર્યુ છે, તો સામે કોંગ્રેસ ભાજપના વિજય રથને રોકીને ખાતુ ખોલાવવા પ્રયાસ કરશે. પરંતુ…

રાજકોટમાં આજે ક્ષત્રિયોનું મહા સંમેલન,16મીએ ભાજપની મહાસભા

16મી એપ્રિલે રાજકોટના રેસકૉર્સમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે જેની તડામાર તૈયારીઓ શરૂ અમદાવાદ રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. એકબાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની ના પાડી રહ્યું છે, તો બીજીબાજુ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર…

રાજ્યના કેટલાક સ્થળે હળવા વરસાદી ઝાપટાંની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશનથી વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે.જેના પગલે આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે રાજ્યમાં હળવા…