ગોંડલની મસાલા ફેક્ટરીમાં ખાદ્ય સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી, રૂ. 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ

જન આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા રાજકોટરાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત દેખરેખ અને કડક અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક…

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ ગંભીરતાથી લેવાઈ, તાત્કાલિક તપાસના આદેશ

બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાની ફરિયાદ; ડીન અને એન્ટી-રેગિંગ કમિટીને વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના ભાવનગરભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા તાત્કાલિક તપાસ હાથ ધરવા અને નિયમો મુજબ કાર્યવાહી કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી…

વડોદરામાં ભયાનક અકસ્માત: રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રક સાથે ટકરાતાં 5નાં મોત

કોટંબી સ્ટેડિયમ નજીક પરોઢિયે સર્જાયેલી દુર્ઘટનામાં 26 મુસાફરો ઘાયલ, પાંચની હાલત ગંભીર વડોદરા વડોદરા-હાલોલ રોડ પર બુધવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 26 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ કોટંબી સ્ટેડિયમ નજીક ઉભેલા ટ્રકની પાછળ જોરદાર રીતે અથડાતાં આ ગંભીર…

ગુજરાત માટે ચિંતાજનક સંકેત: મોનસૂનની ગતિ ધીમી, મુંબઈ પહોંચવામાં હજુ 8 દિવસનો સમય

બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમના અભાવે ચોમાસું તેલંગાણામાં અટક્યું, ગુજરાતમાં ઉકળાટ યથાવત અમદાવાદ ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને નાગરિકો જે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે હાલના હવામાન સંજોગો ચિંતાજનક બની રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં…

બાવળામાં ભૂમાફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

બે સ્થળોએ દરોડા પાડી એક્સકેવેટર, ડમ્પર અને ટ્રેક્ટરો કબજે; આરોપીઓ ફરાર થતાં કાર્યવાહી પર ઉઠ્યા સવાલ અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનિજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમે બાવળા તાલુકાના બે અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડી અંદાજે રૂ.1.40 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત…

રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં શ્વાન સિંહણ સાથે 5 કલાક રહ્યો , છતાં શિકાર ન કર્યો

ખાંભલીયા ગામ નજીક અચરજભરી ઘટના; શિકારી અને શિકાર એક જ કૂવામાં હોવા છતાં બંને બચી ગયા એસવીએન.અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક કુદરતનો એક અનોખો અને અચરજભર્યો કરિશ્મો જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહણની નજરે ચઢેલો શિકાર બચી શકતો નથી, પરંતુ અહીં એક શ્વાન અને સિંહણ લગભગ પાંચ કલાક સુધી એક જ કૂવામાં સાથે…

અમરેલીમાં સિંહણના હુમલામાં યુવકનું મોત; ઘટનાસ્થળેથી માત્ર અવશેષો મળ્યા

રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક બનેલી ઘટનાથી ફફડાટ; સિંહણને પાંજરે પૂરવા વનવિભાગની તાત્કાલિક કાર્યવાહી અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહણના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટ સામે આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશ ચંદ્ર નામના યુવક…

સુરત સિવિલ હોસ્પિટલમાં 47 નવા વ્હીલચેર અને 10 અદ્યતન સ્ટ્રેચરનું લોકાર્પણ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ દર્દીલક્ષી સુવિધાઓમાં વધારો; ઇમરજન્સી વિભાગને આધુનિક સાધનોથી સજ્જ કરાયો સુરત:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી અને સારવાર સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 47 નવા વ્હીલચેર અને ઓક્સિજન બોટલથી સજ્જ 10 અદ્યતન સ્ટ્રેચરની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત દરમિયાન દર્દીઓ…

NFSU ગાંધીનગર ખાતે ‘Raise-2026’ ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવનો પ્રારંભ, 1000થી વધુ યુવાનોને રોજગારીની તક

ગુજરાત ફાર્મા ઉત્પાદનમાં 33% અને નિકાસમાં 28% ફાળા સાથે દેશમાં અગ્રેસર; ભેળસેળવાળી દવાઓ બનાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી ગાંધીનગર:નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે “Raise-2026 ફાર્મસી પ્લેસમેન્ટ ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કાર્યક્રમનો શુભારંભ કરાવી યુવા ફાર્માસિસ્ટોને રોજગારી…

ગુજરાતમાં Td અને DPT રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, 18.75 લાખથી વધુ બાળકોને આવરી લેવાશે

ગાંધીનગરથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કરાવ્યો શુભારંભ; ‘એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે’નો સંકલ્પ ગાંધીનગર:ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને વિવિધ ગંભીર રોગોથી સુરક્ષિત કરવા માટે રાજ્યવ્યાપી “Td અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાન-2026”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત પી.એમ. શ્રી બોરીજ સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય…

ભેળસેળખોરો સામે રાજ્ય સરકારનો આકરા પ્રહાર, રૂ. 5.89 કરોડથી વધુના ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી

ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ અભિયાનમાં 2.12 લાખ કિલો/લિટરથી વધુ જથ્થો તપાસ હેઠળ ગાંધીનગર:રાજ્યમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની તપાસ…

પોતાની જ પાર્ટીના કાર્યકરો પર બરાડ્યા મનસુખ વસાવા, ‘સમય આવશે ત્યારે બધાને જાહેરમાં ખુલ્લા પાડીશ’

ભાજપના કેટલાક લોકો જ પાર્ટીને નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ; દારૂ-જુગારના અડ્ડાઓ સાથે સાંઠગાંઠના પણ ગંભીર આરોપ નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં ભાજપના આંતરિક વિખવાદને જાહેર મંચ પર ઉજાગર કર્યો છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમમાં યોજાયેલી બેઠક દરમિયાન તેમણે કેટલાક ભાજપના આગેવાનો…

શિક્ષકો અંગેના વિવાદિત નિવેદન બાદ રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માગી

શિક્ષક સંગઠનોના વિરોધ અને રાજકીય દબાણ વચ્ચે નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો ગોધરા શિક્ષકો અંગે કરાયેલા વિવાદિત નિવેદનને લઈને રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારા આખરે બેકફૂટ પર આવ્યા છે. ગોધરામાં યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દરમિયાન આપેલા નિવેદનથી સર્જાયેલા વિવાદ બાદ મંત્રીએ જાહેરમાં માફી માગી છે અને પોતાના શબ્દો પાછા ખેંચ્યા છે. મંત્રીએ જણાવ્યું કે…

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની વિશાળ રેલી

ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલીમાં રાજ્યભરના હજારો ખેડૂતો જોડાયા, ગાંધીનગરમાં સરકાર સામે રજૂ થશે માંગણીઓ અમદાવાદ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ ટ્રેક્ટર રેલીને “ખેડૂત અધિકાર યાત્રા” નામ આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે આ આંદોલનમાં જોડાયા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારની નીતિઓના કારણે…

નવસારીમાં મહિલાઓ માટે ભવ્ય યોગ શિબિરનું આયોજન, ૫,૦૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસનના 12 વર્ષ તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના ઉપલક્ષ્યમાં વિશેષ કાર્યક્રમ નવસારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના ઉપલક્ષ્યમાં ગુજરાતના નવસારી શહેર ખાતે મહિલાઓ માટે ભવ્ય યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું….

સંતોકબા માનવરત્ન એવોર્ડના 20 વર્ષ પૂર્ણ, માનવસેવાના અગ્રણીઓનું ભવ્ય સન્માન

ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને રીમા નાણાવટીને સંતોકબા માનવરત્ન એવોર્ડ, શ્રીકાંત બોલ્લાને પ્રથમ સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ સુરત માનવતા, સેવા અને સામાજિક પરિવર્તન માટે જીવન સમર્પિત કરનારા મહાનુભાવોને સન્માનિત કરતો પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ તેના 20 વર્ષ પૂર્ણ કરી નવી સિદ્ધિએ પહોંચ્યો છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ (SRK)ની સેવાકીય સંસ્થા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા સુરતના…

ભરૂચમાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” પર મીડિયા સંવાદ યોજાયો

અંકલેશ્વરમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા ભરૂચ ભરૂચ જિલ્લામાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિકાસ અને જનકલ્યાણની યોજનાઓની સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન-જન સુધી…

GLS-UTSCનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો સંદેશ

આંતરરાષ્ટ્રીય ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને વૈશ્વિક તકો માટે પ્રેરણા, જીવનમાં સતત આગળ વધવાનો પાઠ અપાયો અમદાવાદ GLS યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની UTSC કોલેજના સહયોગથી સંચાલિત ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામ અંતર્ગત GLS-UTSCનો તૃતીય પદવીદાન સમારોહ અમદાવાદ ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો, પ્રોફેસરો અને મિત્રોની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં ડિગ્રી પ્રદાન સાથે પ્રેરણાદાયી સંદેશો પણ આપવામાં આવ્યા હતા….

અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

બાલાજી સ્ટેટના ગોડાઉનમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા, ફાયર વિભાગનું કૂલિંગ ઓપરેશન અમદાવાદ અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાંથી ઉઠેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો….

સોમનાથ રોડ વિવાદ મામલે હાઇકોર્ટની કડક ટકોર, ‘જાહેર રસ્તો બંધ કરવાનો અધિકાર કલેક્ટરને કોણે આપ્યો?’

100 વર્ષ જૂના માર્ગને બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિકોની અરજી, હાઇકોર્ટે સરકાર પાસેથી માગ્યો સ્પષ્ટ જવાબ એસવીએન,અમદાવાદ  ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન સુધી જતાં વર્ષો જૂના જાહેર માર્ગને બંધ કરવાના નિર્ણયને લઈને ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જિલ્લા તંત્ર અને સરકાર…