ઠાકરે-શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષે નોટિસ ફટકારી

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તારની ચર્ચા છે મુંબઈમહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયુ છે અને ભારે ઉથપાથલ જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને નોટિસ ફટકારી છે અને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા કહેવાયું છે.વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું…

અમરનાથ યાત્રામાં છેલ્લા બે દિવસમાં છ લોકોનાં મોત થયા

આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો જમ્મુઅમરનાથ યાત્રાને લઈને એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. આ યાત્રા દરમિયાન બે દિવસમાં છ લોકો મૃત્યુ પામી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. જોકે આ મૃત્યુ કેમ થયા તેના વિશે સત્તાધીશોએ વધુ માહિતી આપી…

પ્રદીપે મિસાઈલ,ડ્રોન-રોબોટિક પ્રોગ્રામ્સ અંગેની માહિતી પાક. મહિલા ઈન્ટેલિજન્સને શેર કરી હતી

પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયા પર કુરુલકર સાથે જોડાવા માટે અલગ-અલગ નામોથી નકલી એકાઉન્ટ બનાવ્યા હતા, આમાંથી બે નામ ઝારા દાસગુપ્તા અને જુહી અરોરા હતા નવી દિલ્હીપાડોશી દેશ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરવા બદલ ધરપકડ કરાયેલા ડીઆરડીઓ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. એટીએસે 30 જૂને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી હતી,…

કર્ણાટક વિધાન સભામાં ધારાસભ્યની ખુરશી પર અજાણ્યો શખ્સ બેસી ગયો

અજાણ્યો શખ્સ વિધાનસભાના ગૃહમાં ઘૂસ્યો અને દેવદુર્ગના ધારાસભ્ય કરીયમ્માની ખુરશી પર બેસી ગયો, ધરપકડ કરવામાં આવી બેંગલુરૂકર્ણાટક વિધાનસભામાં નવી ચૂંટાયેલી સરકાર શુક્રવારે તેનું બજેટ રજૂ કરી રહી હતી, આ દરમિયાન એક ઘટનાએ વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી દીધા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શુક્રવારે વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યો અને…

યુપીના લખનૌ મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી

રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી લખનૌરાજધાની લખનૌના મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારબાદ રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતી આ માહિતી પોલીસ કંટ્રોલ રૂમ 112 પર મળી છે. આ માહિતી મળતાં જ પોલીસે ચારબાગથી હઝરતગંજ સુધી…

રાહુલ ગાંધીન સમર્થનમાં 12 જુલાઈએ દેશભરમાં કોંગ્રેસનું મૌન સત્યાગ્રહ

આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી રાજ્યના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે યોજાશે નવી દિલ્હીગુજરાત હાઈકોર્ટે “મોદી સરનેમ” પરની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસે રાહુલ ગાંધી પ્રત્યે એકતા પ્રકટ કરતા 12 જુલાઈના રોજે તમામ રાજ્યોમાં મૌન સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું છે. આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી…

6000 કિલો લોખંડના પુલની કથિત ચોરી બદલ ચારની ધરપકડ

પેટાઃ મલાડ(વેસ્ટ)માં 90 ફૂટ લાંબુ મેટલ સ્ટ્રક્ચર યુટિલિટી કંપની અદાણી ઇલેક્ટ્રિસિટી દ્વારા વિશાળ ઇલેક્ટ્રિક કેબલ પસાર કરવા માટે મૂકવામાં આવ્યું હતું નવી મુંબઇમુંબઈ પોલીસે શહેરના પશ્ચિમી ઉપનગરમાં નાળા પરના 6,000 કિલો લોખંડના પુલની કથિત રીતે ચોરી કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે.બાંગુર નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મલાડ(વેસ્ટ)માં 90 ફૂટ લાંબુ…

એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જણાવાયું છેઃ આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે મુંબઈમહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં રાજકારણમાં થયેલી ઉથલપાથલથી સૌ કોઈ વાકેફ છે. અજિત પવાર જ્યારથી ડે.સીએમ તરીકે શિંદે અને ભાજપના ગઠબંધનવાળી સરકારમાં સામેલ થયા છે ત્યારથી એકનાથ શિંદેને લઈને અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ સૌની વચ્ચે ઉદ્ધવ…

પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં ભારે હિંસા, 14 લોકોનાં મોત

ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે, બંગાળમાં કેન્દ્રીય દળોની 485 કંપનીઓ તૈનાત,. હિંસા રોકવા આ કંપનીઓના 65,000 જવાન હાજર છતાં ઠેર-ઠેર હિંસા કોલકાતાઆજે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા અલગ અલગ જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં 14 લોકોના મોત…

સિકરમાં ભીડ પર મધમાખીઓનો હુમલો, 80થી વધુ ઘાયલ

ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બે ગંભીર ઘાયલોને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા સીકરરાજસ્થાનના સીકર જિલ્લામાં મધમાખીઓએ ભીડ પર હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે લોકો એકઠા થયા હતા. મધમાખીઓના આ હુમલામાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

તાંઝાનિયામાં આઈઆઈટી સ્થાપવા માટે કરાર થયા

તાંઝાનિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને માન્યતા આપતા શૈક્ષણિક ભાગીદારીને ઔપચારિક રુપ આપવામાં આવ્યુ નવી દિલ્હીઆઈઆઈટી ટેકનિકલ શિક્ષણની દ્રષ્ટિએ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. હવે તેનું કેમ્પસ દેશની બહાર પણ ખુલવાનું છે. દેશની બહાર પ્રથમ આઈઆઈટી કેમ્પસ આફ્રિકન દેશ તાંઝાનિયા, ઝંઝીબારમાં ખોલવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલય (એમઓઈ), આઈઆઈટી મદ્રાસ અને તાંઝાનિયા-ઝંઝીબાર શિક્ષણ અને…

ચીને પૂર્વ લદાખમાં સરહદ પર જાસૂસી ડ્રોન તૈનાત કર્યા

ચીને પોતાના ડ્રોન એવી જગ્યાએ તૈનાત કર્યા છે જ્યાંથી તે ભારતની સરહદમાં ઘૂસ્યા વગર ભારતીય સીમાની હિલચાલ પર નજર રાખી શકે નવી દિલ્હીઅમેરિકા સાથે ભારતે તાજેતરમાં જ અત્યાધુનિક ડ્રોનો માટે કરેલી ડીલ બાદ હવે ચીને પૂર્વ લદ્દાખમાં ભારતીય સીમાને અડીને પોતાના જાસૂસી ડ્રોન તૈનાત કર્યા છે. આમ ચીને ભારત સામે વધુ એક ઉશ્કેરણીજનક હરકત કરી…

દિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર ગદ્દાર લખેલું પોસ્ટર લગાવાયું

નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય અને જૂઠની લડાઇમાં આખો દેશ શરદ પવાર સાથે છે નવી દિલ્હીદિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર પર શરદ પવાર સાથે અજિત પવાર અને પ્રફુલ પટેલની તસવીરો લાગેલી હતી. આ સાથે જ ગદ્દાર લખેલુ નવુ પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય…

શિવરાજ ચૌહાણે પેશાબકાંડ પીડિતના પગ ધોયા

મુખ્યમંત્રીએ પીડિતને મુલાકાત કરીને તેને શાલ અર્પણ કરી અને પછી તેના કપાળ પર તિલક લગાવી અને માળા પહેરાવી ભોપાલમુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીધીના પેશાબ કાંડ પીડિત આદિવાસી વ્યક્તિ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ભોપાલમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને થઈ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીડિત આદિવાસી વ્યક્તિના પગ ધોયા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ…

મણિપુર સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પાંચ દિવસ લંબાવ્યો

એવી આશંકા છે કે કેટલાક અસામાજિકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભડકાઉ તસવીરો, ભાષણો અને ઉશ્કેરણીજનક વીડિયો સંદેશાઓ ફેલાવી શકે છે ઈમ્ફાલમણિપુર સરકારે કહ્યું કે તેણે “શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે” રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને પાંચ દિવસ સુધી લંબાવ્યું છે. હવે 10મી જુલાઈના રોજ બપોરના 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ…

જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ

બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરવામાં આવી નવી દિલ્હીચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કે. જસ્ટિસ કૌલ અને જસ્ટિસ સંજીવ ખન્નાના ત્રણ સભ્યોના…

રામમંદિરની સુરક્ષા સીઆઈએસએફને સોંપવાની શક્યતા

જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી અહીં રામલલાના અભિષેક માટે આવશે, આ સ્થિતિમાં સીઆઈએસએફ અહીં તેની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરશે અયોધ્યારામજન્મભૂમિની સુરક્ષામાં મહત્વનો ફેરફાર જોવા મળશે. હાલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ પણ ત્રણ સ્તરીય સુરક્ષા ઘેરામાં સ્થિત આ સંકુલની દેખરેખની મહત્વપૂર્ણ જવાબદારી લેશે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં પીએમ નરેન્દ્ર મોદી અહીં રામલલાના અભિષેક માટે આવશે. આ…

મિશન – અમે ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે સીકર જિલ્લાના પંચાયત સમિતિ ધોધ ખાતે 5-7-2023 ના રોજ બ્રાહ્મણ અને રાજપૂત સમુદાયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી સાથે લડીને સરકાર બનાવવાનો સચીન પાયલોટનો હુંકાર

બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, કેસી વેણુગોપાલ અને પાર્ટીના રાજ્ય પ્રભારી સુખજિંદર રંધાવા સહિત ઘણા નેતાઓએ હાજરી આપી નવી દિલ્હીઆ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસ નેતા…

દિલ્હીની તીસહજારી કોર્ટ સંકુલમાં ફાયરિંગ, કોઈને ઈજા નહીં

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એરિયલ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. પોલીસનું કહેવું છે કે વકીલો વચ્ચેની દલીલ બાદ…