પીલભિત બેઠક પરથી પત્તું કપાય તો વરૂણ ગાંધી અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે એવા સંકેત

ટિકિટની વધતી રાહ વચ્ચે વરુણના શબ્દો બદલાઈ ગયા છે, તાજેતરમાં, એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ દરમિયાન, તેમણે પીલીભીતને મળેલી ભેટો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નવી દિલ્હી  ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 51 ઉમેદવારોની જાહેરાત કરી છે. સોમવારે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં યુપીની 25 બેઠકો માટે…

મુસ્લિમ બહુમતી ધરાવતી 100થી વધુ બેઠકો માટે ભાજપનો માસ્ટર પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ૧૦ વર્ષના કાર્યકાળમાં મુસ્લીમ સમાજની સ્થિતિમાં બહુ મોટો સુધારો કર્યો, તેને ગરીબીમાંથી બહાર કાઢ્યા હોવાનો દાવો નવી દિલ્હી   ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે…

ભારતની 2024ની ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ, 1.20 લાખ કરોડનો ખર્ચ થશે

અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણો ખર્ચ હશે, રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે નવી દિલ્હી  લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેને પગલે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બન્ને હાલ ચૂંટણી માટે તૈયાર થઇ ગયા છે. એવામાં એક અનુમાન છે કે ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી વિશ્વની…

બદાયુંમાં બે બાળકોનો હત્યારો એન્કાઉન્ટર પર ઠાર

બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી બદાયું ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે બે નિર્દોષ બાળકોની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના પછી પોલીસે કાર્યવાહી કરતાં આ કેસમાં એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં…

21 રાજ્યો-કેન્દ્ર શાશિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન શરૂ

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બિહાર સહિતના રાજ્યોનો સમાવેશ નવી દિલ્હી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની…

ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર

લગભગ એક અબજ લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે, વધતી જતી પૂરની ઘટનાઓ અને દુષ્કાળે ચિંતા વધારી નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જ  સાથે સંબંધિત એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર થવાની છે. માનવીની પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ પેટર્નમાં…

ટોળાએ મંત્રીને ઉમેદવારી માટે કલેક્ટર કચેરીમાં પ્રવેશવા ન દીધા

1991માં હુકુમદેવ નારાયણ યાદવ ફરીથી સીતામઢી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા આવતા ટોળું વિફર્યું અને નેતાના કપડા પણ ફાડી નાખ્યા નવી દિલ્હી લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી અને વિવાદ અને નેતાઓના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો બન્યો હતો જ્યારે ટોળાએ મંત્રી પર એટલો ગુસ્સો કર્યો કે તેઓએ ઉમેદવારી…

કોંગ્રેસ- ડીએમકેને હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત થઈ ગઈ છેઃ મોદી

 ડીએમકે અને કોંગ્રેસનું ઈન્ડિયાગઠબંધન બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતું, હિન્દુ ધર્મને અપશબ્દો બોલવામાં તેમને એક સેકેન્ડ નથી લાગતીઃ વડાપ્રધાન નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના સલેમમાં જાહેર સભામાં રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિપક્ષી દળનું ‘ઈન્ડિયાગઠબંધન’ વારંવાર ઈરાદાપૂર્વ હિન્દુ ધર્મનું અપમાન કરે છે. તેના સહયોગી દળ કોંગ્રેસ અને ડીએમકેની પ્રવૃતિ હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત થઈ ગઈ છે. હિન્દુ ધર્મ વિરુદ્ધ તેમના દરેક નિવેદન સમજી વિચારીને આપવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ ઈન્ડિયાગઠબંધનના સાથી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, તમે જુઓ ડીએમકે અને કોંગ્રેસનું ઈન્ડિયાગઠબંધન બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતું. બીજા કોઈ ધર્મ વિરુદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો પરંતુ હિન્દુ ધર્મને અપશબ્દો બોલવામાં તેમને એક સેકેન્ડ નથી લાગતી.  વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની ‘શક્તિ’ વાળી ટિપ્પણીના જવાબમાં કહ્યું કે, આપણા શાસ્ત્રો સાક્ષી છે કે, વિનાશ એનો જ થાય છે જે શક્તિને ખતમ કરવાનો વિચાર ધરાવે છે. આવા ખતરનાક વિચારોને હરાવવાની શરૂઆત 19 એપ્રિલે સૌથી પહેલા મારું તમિલનાડુ કરશે. હજું તો ચૂંટણી અભિયાનની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, મોદી દેશની નારીશક્તિની દરેક સમસ્યા આગળ ઢાલ બનીને ઊભા છે. મહિલાઓને ધુમાડા મુક્ત જીવન આપવા માટે અમે ઉજ્જવલા એલપીજી ગેસ કનેક્શન આપ્યા છે અમે ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ માટે આયુષ્માન યોજના શરૂ કરી છે. આ તમામ યોજનાઓના કેન્દ્રમાં નારીશક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તમિલનાડુના સાલેમમાં એક રેલીને સંબોધી હતી. પીએમના સ્વાગત માટે 11 મહિલાઓ શક્તિ અમ્માના રૂપમાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને જોયા તો તેમને સ્ટેજ પર બોલાવ્યા. આ પછી તે થોડા સમય સુધી મહિલાઓને હાથ જોડીને અભિવાદન કરતા રહ્યા. વાસ્તવમાં, રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં ભાષણ આપતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે સત્તા સાથે લડવું પડશે. પીએમ મોદીએ આને મોટો મુદ્દો બનાવ્યો છે. તેમણે કહ્યું છે કે તે પોતાની માતાઓ અને બહેનોની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકશે. રેલીમાં ભાષણ આપતી વખતે પણ પીએમએ સત્તા મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “ચૂંટણી પ્રચારની શરૂઆત જ થઈ છે, પરંતુ ઈન્ડી એલાયન્સની યોજનાઓ અને તેમનો ઢંઢેરો મુંબઈમાં જ તેમની પ્રથમ રેલીમાં ખુલ્લેઆમ સામે આવ્યો છે. શિવાજી પાર્કમાં ઈન્ડી એલાયન્સે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે તેમની પાસે હિન્દુત્વની શક્તિ છે. આ શક્તિનો નાશ કરવા માટે. તમિલનાડુમાં દરેક વ્યક્તિ જાણે છે કે હિંદુ ધર્મમાં શક્તિ કોને કહેવાય છે.”

ગામ્બિયાના ડેલિગેશને યુનિવર્સિટી હોસ્ટેલની મુલાકાત લીધી

આ બનાવ સંદર્ભે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક પણ ગુજરાત આવી શકે છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ અદા કરવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાના વિવાદની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોને ઝડપી પાડ્યા છે તેમજ યુનિવર્સિટી તંત્રએ પણ નવી ગાઈલાઈન જાહેર કરી છે. તો બીજીતરફ ગામ્બિયા દેશનું…

એસબીઆઈને બેંકના યુનિક કોડ જાહેર કરવા સુપ્રીમની સુચના

‘શું  બેંક કોર્ટના નિર્ણયને સમજી શકી નથી?’ સુપ્રીમ કોર્ટ કયા ફોર્મેટમાં ઈલેક્ટોરલ બોન્ડના ડેટા માગે છે અને કઈ માગણીઓ કરવામાં આવી છે? ચીફ જસ્ટિસ નવી દિલ્હી ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક મહિના પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)તેના ડેટ યોગ્ય રીતે જાહેર કર્યા નથી. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ફરી ઠપકો આપવો પડ્યો છે. ચીફ…

નવજોત સિંહ સિદ્ધુ આઈપીએલમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે

નવજોત સિંહ સિદ્ધુએ કેન્સરથી પીડિત પોતાની પત્નીની સારવારને સમય આપવા અને પત્નીના ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતા લોકસભા ચૂંટણી લડવાથી ઈનકાર કરી દીધો નવી દિલ્હી કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ આગામી લોકસભા ચૂંટણીથી અંતર રાખી શકે છે. તેઓ ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) માં કોમેન્ટ્રી કરતા નજર આવશે. નવજોત સિંહ સિદ્ધુએ પત્નીની અસ્વસ્થતાના કારણે…

કોઈપણ  આચાર સંહિતાનું પાલન ન કરે તો તેની સામે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરાય છે

આચારસંહિતાથી ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને મુક્ત રીતે થઈ શકે છે, આદર્શ આચારસંહિતા એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહે છે નવી દિલ્હી લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઇ ચૂકી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય…

મારપીટના કેસમાં એલ્વિસ યાદવની ધરપકડ માટે ગુરુગ્રામ પોલીસની કાર્યવાહી

એલ્વિશ યાદવ પર ગુરુગ્રામના એક મોલની એક દુકાનમાં કન્ટેન્ટ ક્રિએટર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન પર હુમલો કરવાનો આરોપ છે નવી દિલ્હી બિગ બોસ ઓટીટી-2નો વિનર અને સોશિયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. સાપોના ઝેરની સપ્લાઈ કેસમાં નોઈડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે ગુરુગ્રામ પોલીસે પણ કડક કાર્યવાહી…

પશુપતિ પારસ એનડીએથી અલગ થયા, મંત્રીપદેથી રાજીનામુ

મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો, એક પણ બેઠક નથી આપવામાં આવી, મેં મારું રાજીનામું મોકલી દીધું છેઃ પારસ પટણા બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો છે. બેઠક વહેંચણીને લઈને હવે ગઠબંધનની પાર્ટીઓમાં નારાજગી પણ સામે આવવા લાગી છે. ખાલી હાથ રહેલા પશુપતિ પારસની નારાજગી ચર્ચામાં છે, તો રાષ્ટ્રીય લોક મોર્ચાના અધ્યક્ષ ઉપેન્દ્ર…

એચએએલ વાયુસેનાને પહેલું માર્ક-1 ફાઈટર જેટ મહિનાના અંત સુધીમાં ડિલિવર કરશે

આ ફાઈટર જેટ મિગનું સ્થાન લેશે અને તેને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે નવી દિલ્હી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) આ મહિનાના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને પહેલું એલસીએ માર્ક-1એ ફાઈટર જેટ ડિલિવર કરી શકે છે. એચએએલ એરફોર્સને શક્ય તેટલી વહેલી તકે પ્રથમ ટ્વીન-સીટર ટ્રેનર સંસ્કરણ એરક્રાફ્ટની ડિલિવરી તરફ કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે,…

દિલ્હી ફરીથી વિશ્વનું સૌથી પ્રદૂષિત પાટનગર, બિહારનું બેગુસરાય સૌથી પ્રદૂષિત શહેરમાં સામેલ

દિલ્હી 2018થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે, હવામાનની ખરાબ ગુણવત્તામાં ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન બાદ ત્રીજા ક્રમે નવી દિલ્હી સ્વિસ જૂથ આઈક્યુ એરે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે, જેમાં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. પીઈટીએઆઈ દ્વારા બહાર પાડવામાં…

બાબા રામદેવ-આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવા આદેશ

કોર્ટે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ અને યોગગુરુ રામદેવ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ પહેલા બાબા રામદેવને…

15 કેસને સાથે જોડીને સુનાવણીનો વિરોધ કરતી અરજી સુપ્રીમે ફગાવી

સુપ્રીમે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા મસ્જિદ કમિટીને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા માટે કહ્યું નવી દિલ્હી મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વિષય કોર્ટમાં જ…

લોકસભાની 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી, 4 જૂને પરિણામ

ગુજરાતમાં સાત મેએ મતદાન, આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી, ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ, દેશમાં 97 કરોડ મતદારો, 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે નવી દિલ્હી છેલ્લા ઘણા સમયથી જોવાતી રાહનો હવે અંત થયો. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે…

ગુજરાતમાં સાત મેએ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે

26 લોકસભાની બેઠકો અને પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે નવી દિલ્હી ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન 7 તબક્કામાં થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે….