નૂહમાં ધાર્મિક યાત્રાની પરવનાગી ન અપાઈ, વિહિપ યાત્રા માટે મક્કમ

નૂહમાં 28 ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી નૂહવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત થનાર બ્રજમંડળ યાત્રાની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. હરિયાણાના નૂહ પ્રશાસન તરફથી આ ધાર્મિક યાત્રાને યોજવાની પરવાનગી મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે સત્તાધીશોએ હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. 31…

ચંદ્રયાન-3નો ખર્ચ બાર્બી-આરઆરઆર ફિલ્મ કરતા પણ ઓછો ખર્ચ

ચંદ્રયાન-3 મિશનને પૂર્ણ કરવા માટે 700 કરોડ રૂપિયાથી ઓછો ખર્ચ નવી દિલ્હીભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે તેના નિર્ધારિત સમયે 6:04 વાગ્યે ચંદ્ર પર ઉતરશે. ચંદ્રયાન-3ના લેન્ડરને સોફ્ટ લેન્ડિંગમાં 15થી 17 મિનિટ લાગશે. આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે. જો ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર…

યુનિવર્સિટીના પ્રથમ વર્ષના છાત્રને હોસ્ટેલમાં નગ્ન પરેડ કરાવાઈ હતી

યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ સહિત ધરપકડ કરાયેલા 12 લોકોએ નાદિયાના મૃત્યુના સમગ્ર પ્રકરણમાં સક્રિય ભૂમિકા ભજવી કોલકાતા રેગિંગના કારણે જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીના મોતનો મામલો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે આ કેસમાં કોલકાતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જાદવપુર યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીની મુખ્ય હોસ્ટેલના બીજા માળના કોરિડોરમાં નગ્ન અવસ્થામાં પરેડ કરાવવામાં…

ભૂપેશ બધેલના સલાહકારના ઘરે ઈડીના દરોડા

મુખ્યમંત્રી બઘેલના ઓએસડી આશીષ વર્મા અને મનીષ બંછોરના ઘરે પણ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી રાયપુર છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલના સલાહકાર વિનોદ વર્માના નિવાસે ઈડીએ દરોડા પાડ્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી બઘેલના ઓએસડી આશીષ વર્મા અને મનીષ બંછોરના ઘરે પણ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે.  માહિતી અનુસાર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે સંકળાયેલા…

કેન્દ્ર શાસિત પ્રદેશોને મનરેગાના 6366 કરોડ રુપિયા આપવાના બાકી

મોદી સરકાર દ્વારા આ વર્ષે મનરેગાના બજેટમાં 33 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે બુધવારે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો હતો કે બજેટમાં મનરેગા યોજનાની ફાળવણીમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો કર્યા પછી પણ મોદી સરકારે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને…

ગોંડામાં સરકારી નિવાસી શાળાના છાત્રાલયની 89 છોકરીઓ ગુમ

રાજ્ય સરકાર સંચાલિત નિવાસી શાળાની છાત્રાલયની ઓચિંતી તપાસ દરમિયાન 100 રજિસ્ટર્ડ છોકરીઓમાંથી માત્ર 11 જ હાજર મળી આવી ગોંડા (ઉત્તર પ્રદેશ) ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં રાજ્ય સરકાર સંચાલિત નિવાસી શાળાની છાત્રાલયની ઓચિંતી તપાસ દરમિયાન 100 રજિસ્ટર્ડ છોકરીઓમાંથી માત્ર 11 જ હાજર મળી આવી હતી અને 89 છોકરીઓ કથિત રીતે ગુમ થઈ હોવાનું જાણવા મળતા ખળભળાટ…

ઉત્તર ભારતના અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હિમાચલમાં 25 અને 26 ઓગષ્ટે યલો એલર્ટ, આગામી પાંચ દિવસ ઇશાન દિશામાં આવેલ રાજ્યમાં મૂશળધાર વરસાદ પડવાની શક્યતા નવી દિલ્હી દેશના વિવિધ ભાગોમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદનો જોર વધુ છે. આ વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. દરમીયાન હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે પણ દેશની રાજધાની સહિત…

જેની પાસે વધુ બેઠક હશે તેના નેતા પીએમ બનશેઃ પ્રમોદ તિવારી

અત્યાર સુધી સત્તાધારી પક્ષ ઈડી-સીબીઆઈનો ડર બતાવીને દબાણ કરતો હતો, પરંતુ હવે આ ગઠબંધનમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હી લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. ચૂંટણી પહેલા પીએમપદની ઉમેદવારીને લઈને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં હંગામો શરૂ થયો છે. મુંબઈમાં વિપક્ષની ગઠબંધનની બેઠક પહેલા હવે ભાષણબાજીનો નવો…

પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

કેસમાં સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે આ કેસમાં મુખ્ય આરોપી છે અને શર્માને વાજે સાથે જોડવાના કોઈ સીધા પુરાવા ન હોવાની દલીલ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે બુધવારે (23 ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. જણાવી દઈએ કે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ…

એન્જિનિયરિંગના છાત્રનું એમેજોન સાથે 20 લાખનું રિફંડ કૌભાંડ

પોલીસે આ કૌભાંડના સંબંધમાં ઉત્તર બેંગલુરુમાં રહેતા એન્જિનિયરિંગના વિદ્યાર્થી ચિરાગ ગુપ્તાની ધરપકડ કરી બેંગલુરૂ બેંગ્લુરુથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. માત્ર 22 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ (બેંગલુરુ બોય એમેઝોન કૌભાંડ) એ એમેઝૉન (બેંગલુરું એમેઝૉન ફ્રેફંડ કૌભાંડ) સાથે 20 લાખ રૂપિયાનું રિફંડ કૌભાંડ કર્યું હતું. તેને આઈફોન્સ અને મેકબુક્સ જેવા મોંઘા ગેજેટ્સનું નકલી રિફંડ મેળવ્યું હતું,…

મત તેને જ આપો જે રાજ્યમાં દારૂબંધી હટાવેઃ જીતન રામ માંઝી

રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પટના બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મંગળવારે લોકોને અપીલ કરી હતી કે, તેઓ માત્ર તેમને જ મત આપો જે રાજ્યમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવે. ગયા જિલ્લાના મંગરાવા મહાદલિત ટોલા ગામમાં લોકોને સંબોધિત કરતા હિન્દુસ્તાની…

આઈસીયુમાં જતા પગરખા ઊતરાવાતા મેયરે બુલડોઝર કાર્યવાહી કરાવી

મેયર નારાજ થતાં કોર્પોરેશનનું બુલડોઝર હોસ્પિટલ પહોંચી ગયું અને ત્યાં લગાવેલા બેનરો અને પોસ્ટરોને તોડી પાડવાનું શરૂ કર્યું લખનઉ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મેયર સુષ્મા ખર્કવાલ બિજનૌર વિસ્તારની એક હોસ્પિટલમાં એક દર્દીને જોવા પહોંચ્યા હતા. આરોપ છે કે આઈસીયુમાં જતા પહેલા હોસ્પિટલના સ્ટાફે તેને પગરખાં કાઢવા કહ્યું અને તે ગુસ્સે થઈ ગઈ હતી. જે બાદ…

આઈઝોલમાં નિર્માણાધિન રેલવે બુલ તૂટતાં 17 લોકોનાં મોત

ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા, આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે આઇઝોલ મિઝોરમના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. આધારભૂતસાધનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર પાસે બની હતી.ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા. આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા…

ચંદ્રયાન-3 આજે સાંજે 6.45 વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે

ચંદ્રની સપાટીનો વીડિયો આવ્યો સામે, ચંદ્રયાન-3ના લેન્ડિંગનું કાલે સાંજે 5.20 વાગ્યાથી લાઈવ પ્રસારણઈસરોએ લેન્ડર ઈમેજર કેમેરા 4થી લીધેલી તસવીરો એક નાના વીડિયોના માધ્યમથી ટ્વીટ કરીને જાહેર કરી નવી દિલ્હીભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 હવે તેના અંતિમ તબક્કામાં છે. ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. આ દરમિયાન ઈસરોના ચેરમેન એસ…

કોંગ્રેસની સરકાર બનતા જ મ.પ્ર.માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે

મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશના સાગરમાં જાહેર સભાને સંબોધન કર્યું અને મતદારોને રિઝવવા અનેક ચૂંટણીલક્ષી વચનો પણ આપ્યા સાગરમધ્યપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. આ પહેલા બિહારમાં નીતિશની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરી રહી છે.આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની…

ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડતાં ઈમરજન્સી લેન્ડિંગ

62 વર્ષના મુસાફરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું મુંબઈ ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેને ફ્લાઈટની અંદર લોહીની ઉલટી થવા લાગતા ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને તાત્કાલિક મુસાફરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત…

ઉ.ભારતના અનેક ભાગમાં સપ્તાહના અંતથી ચોમાસું વિરામ લેશે

પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, બે-ત્રણ દિવસમાં ચોમાસું તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આગળ વધશે નવી દિલ્હી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સપ્તાહના અંતથી ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ચોમાસામાં વિરામ આવી શકે છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. …

કોરોનાનો શિકાર 6.5 ટકાએ એક વર્ષમાં મૃત્યુ પામ્યા

જો કે, આમાંથી 73.3 ટકા લોકો એવા હતા જેઓ ઓછામાં ઓછા એક અથવા વધુ રોગોથી પીડિત હતા નવી દિલ્હી કોરોનાના પહેલા અને બીજા વેવ દરમિયાન, 6.5 ટકા લોકો જેમને કોરોના વાયરસના ચેપની ગંભીર અસર થઈ હતી અને 14 દિવસ કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, તેઓ એક વર્ષમાં મૃત્યુ પામ્યા છે….

રાજ્યોને કોરોના વાયરસના નવા વૈશ્વિક વેરિએન્ટ પર નજર રાખવા સુચના

દેશમાં નવા વેરિએન્ટના કેસની દૈનિક એવરેજ 50થી ઓછી, સાત દિવસમાં વૈશ્વિક સ્તરે કોવિડના કુલ 2,96,219 નવા કેસ નોંધાયા નવી દિલ્હી વિશ્વમાં કોરોનાના ફરી એક વખત વધતા કેસોને ઘ્યાને લઇ  દેશમાં સમીક્ષા કરવા માટે કેન્દ્રએ હાઇ લેવલ મીટિંગ કરી હતી. વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે આ બેઠકની અધ્યક્ષતા કરી…

ચાર વર્ષમાં ચાર દેશને ચંદ્ર પર ઊતરવામાં નિષ્ફળતા મળી

એક માત્ર ભારત જ છે જેણે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ચંદ્ર પર પાછા ફરવાની હિંમત એકઠી કરી છે નવી દિલ્હી વિશ્વની નજર રશિયાના લુના-25 અને ભારતના ચંદ્રયાન-3 વચ્ચેની રેસ પર હતી. દરમિયાન સમાચાર આવ્યા કે લુના-25 ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળ ગયું છે. જો કે છેલ્લા ચાર વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો લગભગ ચાર દેશો એવા…