મુંબઈમાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાયા, ટ્રેનો મોડી પડી

વસઇ-વિરાર સહિત પાલઘરમાં પાણી પુરવઠોપૂરો પાડનારા ડેમમાં પાણીની સારી આવક થઇ મુંબઇ  મુંબઇમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ રહ્યું છે. જેની વાહન વ્યવહાર પર મોટી અસર થઇ છે. ઉપરાંત આ વરસાદની ટ્રેન સેવા પર પણ માઠી અસર પહોંચી છે. મધ્ય રેલવેની ટ્રેન 15 થી 20 મિનીટ…

મધ્ય પ્રદેશમાં ટ્રક નદીમાં કાબકતાં 3 બાળક સહિત પાંચનાં મોત

કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભોપાલમધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે જેમા એક મહિલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મધ્યપ્રદેશમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના દતિયા જિલ્લામાં એક…

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તત્કાળ બેઠક બોલાવી ચર્ચા કરી

મીટિંગમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, બોર્ડ પોતાનો એક આખો ડ્રાફ્ટ તૈયાર કરશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અંગે નિવેદન આપ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવી. યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ મીટિંગ…

દેશભરમાં હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવાનું કેન્દ્રનું લક્ષ્ય

જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પ. બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરાશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે.હવે દેશભરમાં વ્યૂહાત્મક મહત્વ અને…

મિશન- અમે ભારતના બ્રાહ્મણ -ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા કલેક્ટર/એસડીએમને વડાપ્રધાનને મેમોરેન્ડમ સોંપવા માટે, મેડતા સિટીમાં એસ.ડી.એમ. મેડતા સિટીના બ્રાહ્મણ અને રાજપૂત સમાજના મિશનના સંયોજકો મેમોરેન્ડમ આપી રહ્યા છે.

1500 કરોડનો કૌભાંડી હનિફ શેખ દુબઈમાં હોવાની શંકા

માર્કેટ અને સ્ટોક્સમાં હેરફેર કરીને 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર હનીફ શેખ સેબીના મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં સામેલ નવી દિલ્હીશેર માર્કેટમાં રોકાણ કરીને અમીર બનવાનું સપનું ઘણાં લોકો જોતા હોય છે. મધ્યમવર્ગના લોકો ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરીને વધારાની ઈનકમ જનરેટ કરવા માગતા હોય છે. આ દરમિયાન તેઓ જો બજાર વિશે વધારી જાણકારી ન હોય…

દિલ્હીમાં પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કરી

પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા નવી દિલ્હીદિલ્હીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા છે. આ મામલાને લઈને પોલીસે જણાવ્યું કે, દંપતી છેલ્લા ત્રણ દિવસથી એકબીજા…

દિલ્હીનું 63 વર્ષ જૂનું હરણ પાર્ક બંધ કરી દેવાશે

ડીયર પાર્કમાં હાજર 600 હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો નવી દિલ્હીદિલ્હીનું 63 વર્ષ જૂનું મિની પ્રાણી સંગ્રહાલય હરણ પાર્ક હવે બંધ થવા જઈ રહ્યુ છે. કેન્દ્રના અધિકારીઓએ ડિયર પાર્કની માન્યતા રદ કરી દીધી છે. જે બાદ હવે ત્યાં હાજર હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્કની માન્યતા…

રાહુલ ગાંધી દિલ્હીમાં અચાનક મોટરસાઈકલ માર્કેટમાં પહોંચી ગયા

રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારની સાંજે અચાનક દિલ્હીના કરોલ બાગના મોટરસાઈકલ માર્કેટ પહોંચ્યા હતા. તેમણે અહીં બજારના કામદારો અને સાયકલ વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા.રાહુલ ગાંધીએ મિકેનીક્સ સાથેની…

સંસદના ચોમાસુ સત્રમાં દિલ્હી માટેનો કેન્દ્રનો વટહુકમનો મુદ્દો ગાજશે

યુનિફોર્મ સિવિલ કોડ બાબતે ગૃહમાં ઉગ્ર દલીલો સંભાળવા મળે એવી સંભાવના નવી દિલ્હી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈ શકે છે જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ વખતે ચોમાસું સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી અને નિમણૂક માટે કેન્દ્ર સરકારે…

સેલવાસની હોટલમાં યુવક-યુવતીની આત્મહત્યા

યુવાનની પંખા સાથે ફાસો ખાધેલી હાલતમાં અને યુવતિની બેડ પરથી ભેદી સંજોગોમાં લાશ મળી વાપીસેલવાસ ચારરસ્તા નજીક આવેલી હોટલ નટરાજની રૂમમાંથી યુવક અને યુવતિની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. બેડરૂમમાં યુવકે પંખા સાથે ફાસો ખાય આપઘાત કર્યો તો યુવતિની બેડ પરથી લાશ મળી આવી હતી.પ્રાપ્ત માહિતિ અનુસાર સેલવાસ…

ઈસરોએ સ્ટાર્ટ પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી

સ્ટાર્ટ હવે સહભાગિતાને અન્ય વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓ સુધી વિસ્તારવામાં આવી નવી દિલ્હીઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કોલેજના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સ્ટ્રીમ બહારના ઉત્સાહ ધરાવતા લોકોને આવરી લેવા તેના સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (સ્ટાર્ટ) પ્રોગ્રામના વિસ્તરણની જાહેરાત કરી છે. ઈસરોએ જણાવ્યું હતું કે સ્ટાર્ટનો હેતુ મુખ્યત્વે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને…

કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી

એક વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી આદિત્ય છે અને બીજો ઉદયપુરનો રહેવાસી મેહુલ વૈષ્ણવ છે કોટાકોટાના વિજ્ઞાન નગર વિસ્તારમાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ઉદયપુરમાં રહેતા એક વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો મંગળવારે સવારે પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે મોડી રાત્રે અન્ય એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃતદેહને એમબીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા છે….

આઈઆઈટી બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ

યાદીમાં 149મું સ્થાન મેળવ્યું, તે આ વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય સંસ્થા નવી દિલ્હીઆઈઆઈટી બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ થઈ ગઈ છે. વેશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની વાર્ષિક રેન્કિંગ જાહેર કરનારી ક્વાક્વેરેલી સાયમન્ડસ દ્વારા આજે 20મી આવૃતિમાં જાહેર કરાયેલા ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં આઈઆઈટી બોમ્બેએ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં 149મું સ્થાન મેળવ્યું છે.આ પ્રથમ વખત છે…

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

દેહરાદૂન તેમજ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું, એસડીઆરએફ અને એનડીઆરએફ સંપૂર્ણ એલર્ટ પર નવી દિલ્હીદેશભરમાં મેઘરાજા રિઝ્યા છે અને તેમની મહેર કરી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,…

ભાજપના સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ

ઈશિતા એનસીસીમાં કેડેટ રહી ચૂકી છે, તેને વર્ષ 2022માં એનસીસી એડીજી એવોર્ડ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યો હતો નવી દિલ્હીભાજપા સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. તે ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ ફોર્સનો ભાગ બની છે. આ યોજના ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને…

જન્મ-મરણની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં

રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી નવી દિલ્હીકેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી હવે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ…

હિમાચલમાં પૂર-ભૂસ્ખલનથી 300 રસ્તા બંધ, સેંકડો લોકો ફસાયા

ભુસ્ખલન અને પૂરના કારણે 70 કિલોમીટર લાંબા મંડી-પંડોહ-કૂલ્લુ માર્ગ સંપૂર્ણ પ્રભાવિત, ઉત્તરાખંડમાં પણ મેઘરાજાનું તાંડવ નવી દિલ્હીદેશમાં ચોમાસું સક્રિય થતાં જ ઘણા રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. પહાડો પર વરસેલો વરસાદ આફત લઈને આવ્યું છે. તો હિમાચલમાં અચાનક આવેલા પૂર અને…

મોદીએ અમિત શાહ સાથે મણિપુરમાં હિંસા સહિતના મુદ્દા પર ચર્ચા કરી

મણિપૂર બાબતે જલ્દી જ સરકાર એક્શન મોડમાં દેખાશે, આવતા મહિને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા બદલાવ જોવા મળશે નવી દિલ્હીસોમવારે વિદેશ યાત્રાથી પાછા ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મણિપૂર મુદ્દે ચર્ચા કરી હતી. આ સમયે મણિપૂરમાં રાષ્ટ્રપતી શાસન લાગૂ કરવાથી માંડીને રાજ્યપાલ અનસૂયા ઉકેઇની બદલી…

નેતા-ઉદ્યોગપતિઓ ધમકીભર્યા ફોન માટે પૈસા આપે છેઃ બિશ્નોઈ

પોલીસ સુરક્ષા મળી રહે તે માટે પૈસા આપીને કોલ કરાવવામાં આવી રહ્યા હોવાનો ગેંગસ્ટારનો દાવો મુંબઈજેલમાં સળિયા પાછળ રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ કહે છે કે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તેમને ધમકીભર્યા ફોન કરવાને બદલે પૈસા આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી આ નેતાઓ અને વેપારીઓને પોલીસ…