ચંદ્રયાન-3-આદિત્યની સફળતા બાદ ઈસરોની નજર ગગનયાન-1 મિશન પર

ગગનયાન-1 મિશન હેઠળ ભારત પહેલી વખત માનવીને અંતરિક્ષમાં મોકલશે, આ એક અત્યંત જટિલ અને જોખમી મિશન હશે નવી દિલ્હીભારતે અંતરિક્ષમાં પોતાની કેપેસિટી સાબિત કરવા માટે વધુ એક મિશન પર કામ શરૂ કરી દીધું છે. આ વખતે ભારત અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલશે. તેના ભાગરૂપી એસ્ટ્રોનોટ્સને તાલીમ આપવામાં આવી છે જેમણે ત્રણ દિવસ સુધી સ્પેસમાં રહેવાનું રહેશે. પ્રોજેક્ટમાં…

ભારત નામ કરવા સામે તકલિફ હોય તેદેશ છોડી જાયઃ દિલીપ ઘોષ

ભાજપ વાસ્તવિક મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવી રહ્યાનો ટીએમસીના પ્રવક્તાનો વળતો પ્રહાર ખડગપુરતાજેતરમાં દેશમાં ઈન્ડિયા અને ભારતના નામ અંગેનો વિવાદ ચગી રહ્યો છે. સતાપક્ષ દ્વારા ઘણા સરકારી કાર્યક્રમોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારતનાનો ઉલેખ્ખ જોવા મળ્યો હતો. તે પછી જી-20નું આમંત્રણ હોય કે પછી પીએમ મોદીની આગળ રહેલી નેમપ્લેટ હોય તેમાં ઈન્ડિયાને બદલે હવે ભારતના નામનો ઉપયોગ થતો…

સુખદ યાત્રા એપમાં વધુ નવા ફિચર્સ ઉમેરાયા, હાઈવે સંધિત ફરિયાદ થઈ શકશે

નજીકના ભવિષ્યમાં જ આ એપ પર સ્ટેટ હાઇવે, ફરિયાદોનું ઝડપી નિવારણ, ફીડબેક અને બીજા અન્ય ફીચર જોવા મળશે નવી દિલ્હીસુખદ યાત્રાનો અર્થ થાય છે ‘હેપ્પી જર્ની’. તે એક એપ્લિકેશન છે જે જીપીએસ ટેક્નોલોજીના આધારે કાર્ય કરે છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય નેશનલ હાઈવે (એનએચ) પર મુસાફરોને યોગ્ય જાણકારી આપવાનો છે. તે હાઇવેની સમસ્યાઓ વિશે ફરિયાદો…

સાતારામાં બે સમુદાયો વચ્ચે હિંસામાં એકને ઈજા

15 ઓગસ્ટના રોજથી સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ બાદથી ખટાવ તાલુકાની આજુબાજુ સમગ્ર સાવલીમાં તણાવની સ્થિતિ સાતારામહારાષ્ટ્રના સાતારામાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો અને આગચંપીના અહેવાલ મળી રહ્યા છે. આ હિંસામાં એક વ્યક્તિ પણ ઘવાયો હતો. સૂત્રો અનુસાર 15 ઓગસ્ટના રોજથી સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ બાદથી ખટાવ તાલુકાની આજુબાજુ…

જી20ના ડિનરમાં મમતાની હાજરીથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું

મમતા બેનર્જીના ડિનર ફંક્શનમાં સામેલ થવાથી મમતા બેનર્જીની મોદી સરકાર સામેની સ્થિતિ નબળી પડી જવાનો કોંગ્રેસનો દાવો નવી દિલ્હીભારતની રાજધાની દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન થયું હતું. આ બે દિવસીય સમિટ 9 અને 10 સેપ્ટેમ્બરના આયોજિત થઇ હતી. બે દિવસ સુધી ચાલી આ જી-20 સમિટનું ગઈકાલે વિશ્વમાં શાંતિની કામના સાથે સમાપન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી…

રામમંદિરનું ઉદઘાટન થશે તો વધુ એક ગોધરાકાંડ સર્જાઈ શકે છેઃ ઉદ્ધવ

સરકાર રામમંદિરના ઉદઘાટન માટે આવેલા લોકોની વાપસી દરમિયાન જે રીતે ગોધરામાં ટ્રેન બાળી નકાઈ તેવી ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે નવી દિલ્હીશિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય હોબાળો મચીગયો છે. તેમણે રવિવારે એક રેલી દરમિયાન દાવો કર્યો હતો કે જો અયોધ્યામાં રામમંદિરનું ઉદઘાટન થશે તો વધુ એક ગોધરાકાંડ સર્જાઈ શકે છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું…

ભારત યુએનએસસીનું કાયમી સભ્ય બને તો તૂર્કીને ગર્વ થશે

એર્દોગાને ભારતના પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી નવી દિલ્હીતૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એર્દોગાને આ દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી.પી5 એટલે કે યુએનએસસીના પાંચ કાયમી સભ્યો…

જી20 સમિટ પાછળ સરકારે 4100 કરોડનો ખર્ચ કર્યો

જર્મની દ્વારા જી20 સમિટ કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતાં પણ 7 ગણી વધુ રકમનો ખર્ચ ભારતે કર્યો નવી દિલ્હીજી20 સમિટ 2023 નું સફળતાપૂર્વક સમાપન થયું. ભારતના નેતૃત્વમાં આયોજિત આ સમિટની ઘણી પ્રશંસા થઈ હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે શું તમે એ જાણો છો કે આ જી20 સમિટના આ આયોજન માટે કેટલો ખર્ચ કર્યો?…

દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, જનજીવનને અસર

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો નવી દિલ્હીજી-20 સમિટ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની સહિત 21 રાજ્યોમાં વાતાવરણ એકાએક પલટાયું હતું. રવિવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. યુપીમાં રેલવે અને માર્ગ વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. જ્યારે ઉત્તરાખંડમાં ભારે…

વિમાનમાં સાથે બેઠેલી મહિલાને અણછાજતો સ્પર્શ કરવા બદલ શખ્સની ધરપકડ

મુંબઈમાં સારવાર કરાવીને ગુવાહતી જતી મહિલાને ઊંઘ દરમિયાન બાજુમાં બેઠેલા પેસેન્જરે પ્રીવેટ પાર્ટ પર અણછાજતો સ્પર્સ કરતા ફરિયાદ નોંધાવાઈ મુંબઈફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ પણ પોતાની સાથે અણછાજતું વર્તન કરનારા શખ્સને પાઠ ભણાવ્યો છે. શનિવારે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટમાં એક મહિલાની બાજુમાં બેઠેલા પેસેન્જરે વારંવાર તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો. મોડીરાતની ફ્લાઈટ હતી…

દિલ્હીમાં ફટાકડા બનાવવા, વેચાણ,સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ

દિલ્હી પોલીસને તેના માટે લાયસન્સની પરવાનગી ન આપવાના નિર્દેશ જારી કરાયા નવી દિલ્હીદિલ્હી સરકારે શિયાળામાં વધતા વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટે મોટો નિર્ણય લીધો છે. આ જ એક્શન પ્લાન હેઠળ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા બનાવવા પર, વેચાણ, સંગ્રહ અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી…

જાપાનના બે ખગોળશાસ્ત્રીઓનો દાવો, સૂર્યમંડળમાં નવમા ગ્રહના આગમનની શક્યતા

બે ખગોળશાસ્ત્રીઓએ તેમના સંશોધનપત્રમાં એવો મજબૂત સંકેત આપ્યો છે કે આ નવો ગ્રહ સૂર્ય મંડળના છેલ્લા ગ્રહ નેપ્ચુનનની ભ્રમણકક્ષાથી પણ દૂરના અંતરે આવેલા વિશાળ કુઇપર બેલ્ટમાં છે નવી દિલ્હીકુઇપર બેલ્ટમાં વધુ એક ગ્રહ હોવાનું તમામ ખગોળશાસ્ત્રીય નિયમો અને પુરાવાના આધારે સાબિત થશે તો આપણા સૂર્ય મંડળમાં આ નવમો ગ્રહ હશે.આમ તો ૨૦૦૫ સુધી આપણા સૌર…

નેપાળ માટે ગર્વની વાત છે કે, તેની પાસે ભારત જેવો પાડોશી છેઃ નેપાળનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ

નેપાળના વિદેશ મંત્રી સઉદે ભારતની સહાયથી શરુ થયેલી સ્કૂલના ઉદઘાટનમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવની હાજરીમાં ભારતના વખાણ કર્યા કાઠમાંડૂનેપાળનુ કમનસીબ છે કે તેને ભારત જેવો પડોશી મળ્યો છે…તેવુ નિવેદન આપનાર ચીનના નેપાળના રાજદૂતનો નેપાળમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે નેપાળના વિદેશ મંત્રી સમગ્ર વિવાદમાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહ્યા છે. નેપાળના વિદેશ મંત્રી…

મણિપુરના તેંગનોઉપલ જિલ્લામાં દળો-હથિયારધારીઓ વચ્ચે ગોળીબાર

આસામ રાઈફલ્સ, શંકાસ્પદ મૈતેઈ અને કુકી બદમાશો વચ્ચે ભીષણ ગોળીબાર, ગોળીબારની સાથે બોંબ પણ ફેંકવામાં આવી રહ્યા છે ઈમ્ફાલમણિપુરમાં અશાંતિનો માહોલ હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે… રાજ્યમાં આજે ફરી હિંસાની ઘટના બની હોવાના અહેવાલો મળ્યા છે… અધિકારીઓના જણાવ્યા મુજબ મણિપુરના તેંગનોઉપલ જિલ્લાના પલ્લેલ વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને હથિયારધારી લોકો વચ્ચે ગોળીબાર શરૂ…

રાજ્યપાલ ડિસ્ટર્બ કરશે તો યુનિ.ઓનું ફંડિંગ અટકાવવા મમતાની ધમકી

જે યુનિવર્સિટી રાજ્યપાલના આદેશનું પાલન કરશે રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ આર્થિક નાકાબંધી કરી દેશે કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના રાજ્યપાલ ડૉક્ટર સી.વી. આનંદ બોઝ સામે પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીની વ્યવસ્થાઓને અવરોધવાનો આરોપ મૂક્યો હતો. શિક્ષક દિવસના અવસરે ધન ધાન્ય સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ યુનિવર્સિટીને ચેતવણી આપી હતી.તેમણે કહ્યું કે જો રાજ્યપાલ આ રીતે…

સીતામઢીમાં જાનકી દેવીના વિકાસ માટે 72 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરને વિકસિત કરવાનો નિર્ણય કર્યો સીતામઢીદુનિયા એક તરફ અયોધ્યામાં શ્રીરામલલા જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનતા જોઈ રહી છે. ત્યારે, બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને પણ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જોકે, બિહારના સીતામઢીમાં જાનકી દેવી જન્મસ્થળ આવેલું છે. અહીં પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી…

ભારત કે ઈન્ડિયા નામ સંદર્ભે દખલનો સુપ્રીમ ઈનકાર કરી ચૂકી છે

અગાઉ ઈન્ડિયા નામ હટાવવાની અરજી સુપ્રીમકોર્ટ પહોંચી તો કોર્ટે સરકાર પાસે જવાની ભલામણ કરી હતી નવી દિલ્હીઆપણા દેશને ઈન્ડિયા કે પછી ભારત કયા નામે સંબોધિત કરવો જોઈએ? આ સવાલ પહેલીવાર થયો નથી. વર્ષો પહેલા આ મામલે એક અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ થઈ હતી. તે સમયે કોર્ટે નામ પસંદકરવાને કોઈ વ્યક્તિનો અંગત નિર્ણય ગણાવ્યો હતો. સાથે જ…

મણિપુરમાં સાવચેતી તરીકે તમામ પાંચ જિલ્લામાં કર્ફ્યુ

કોઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઈન્ટીગ્રેશન અને તેની લેડી બ્રાન્ચની જાહેરાતને ધ્યાનમાં રાખીને આ પાંચ જિલ્લામાં કર્ફ્યુ જાહેર કરાયો ઈમ્ફાલમણિપુરમાં છેલ્લે 3 મેના રોજ અનામતને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. જેના કારણે આખું રાજ્ય અત્યાર સુધી હિંસાની આગમાં બળી રહ્યું છે. જોકે હવે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર સાવચેતીના પગલા સ્વરુપે મણિપુર ખીણના તમામ…

દરેક પ્રતિનિધિ અને દેશ જી20 બેઠકને લઈને ગંભીરઃ જયશંકર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં ગેરહાજરી પર ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા નવી દિલ્હીઆ વખતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં આગામી 9-10 સપ્ટેમ્બરે જી20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં હાજરી આપવા…

એસપીજીના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થયું

અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા નવી દિલ્હીસ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસપીજી દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો…