કેન્દ્રએ ભંગાર વેચીને 1163 કરોડની કમાણી કરી લીધી

કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન-3 જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી નવી દિલ્હીભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત…

દેશમાં 225 દિવસ બાદ ચોવિસ કલાકમાં કોરોનાના સૌથી વધુ 797 કેસ

કોરોનાગ્રસ્ત પાંચ દર્દીનાં મોત થયા, જેમાંથી કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં 1-1નું મોત નિપજ્યું નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ જેએન.1ના કુલ 145 કેસો સામે આવી ચુક્યા છે. બીજીતરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર…

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો નવી દિલ્હીલોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે 28 દળો દ્વારા રચાયેલા ઈન્ડિયા ગઠબંધનમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી….

રામમંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખડગે, સોનિયા, રાહુલની હાજરી પર કોંગ્રેસે નિર્ણય નથી લીધો

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે અયોધ્યા જવાના પ્રશ્ન પર ટ્રસ્ટના આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે 22 જાન્યુઆરીએ ખબર પડી જશે અયોધ્યાઅયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાથે ત્રણ હજાર વીવીઆઈપીને…

રામમંદિર-અબુધાબી મંદુરના ઉદ્ઘાટન બાદ ચૂંટણી થશેઃ શશી થરૂર

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રામ મંદિરને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા નવી દિલ્હીઅયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે 2024ની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને રાજકારણ ગરમાયું છે અને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ મુદે એકબીજાને ઘેરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે…

તિરુનેલવેલીમાં મંદિરની 11 એકર જમીન ખાલી કરવા ખ્રિસ્તી સંસ્થાને આદેશ

મદ્રાસ હાઈકોર્ટે મંદિરની જમીનમાંથી ખાલી કરાવવાની નોટિસ સામે અમલી કોન્વેન્ટની અરજી ફગાવી દીધી ચેન્નાઈ5મી ડિસેમ્બરના રોજ, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે અમાલી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને અમાલી કોન્વેન્ટના મધર સુપિરિયર દ્વારા દાખલ કરાયેલી ત્રણ રિટ અરજીઓને ફગાવી દીધી હતી. તેના આદેશમાં, કોર્ટે તિરુનેલવેલી જિલ્લાના અરુલમિગુ પાપનાસસ્વામી મંદિર હેઠળ આવતા પિલ્લયન અર્થસામ કટ્ટલાઈની મિલકત પર અમાલી…

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સીતારામ યેચૂરી હાજર નહીં રહે

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટ બ્યુરોએ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી નવી દિલ્હીરામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે ભાજપ ભારે ઉત્સાહમાં છે તો વિપક્ષી દળો આ મામલે તેના પર રાજકીય ખાટવાનો આરોપ મૂકી રહ્યા છે. દરમિયાન એવા અનેક વિપક્ષી નેતાઓ છે જેઓ આ સમારોહથી દૂર રહી શકે છે. જેમાં વધુ એક…

ડમ્પરે બસને ટક્કર મારતા આગથી 13 મુસાફર જીવતા ભૂંજાયા

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે, ભયંકર રીતે મૃતદેહો દાઝી જતાં મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ ગુનાગુનાથી આરોન જતી સિકરવાર બસમાં બુધવારે રાતે આશરે 08:30 વાગ્યે એક ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં 13 મુસાફરો…

ધુમ્મસને લીધે દેશમાં માર્ગ અકસ્માતમાં 17નાં મોત

એકલા ઉત્તર પ્રદેશમાં જ 12 લોકોના મોત થયા, ઓછામાં ઓછા 46 લોકો ઘાયલ થયા નવી દિલ્હીદેશના ઉત્તર અને મધ્ય ભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે સવારના સમયે યાત્રા કરવું ખુબ જ મુશ્કેલ બને છે અને સામાન્ય જનજીવન પર તેની અસર દેખાઈ રહી છે. ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતની ઘટના પણ બની છે જેમાં અત્યાર સુધીમાં 17 લોકોએ…

નેવીએ અરબ સાગરમાં 4 પેટ્રોલ વેસલ્સ તૈનાત કરી દીધા

આ પેટ્રોલ વેસલ્સ એડવાન્સ હેલિકોપ્ટરોથી સજ્જ હશે નવી દિલ્હીભારતના પશ્ચિમી તટ પર કેમિકલ ટેન્કર એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા બાદ ઈન્ડિયન નેવી અરબ સાગરમાં સુપર એક્ટિવ થઈ ગઈ છે. હુમલા બાદ ઈન્ડિયન નેવીએ અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા હતા અને હવે 4 પેટ્રોલ વેસલ્સ તૈનાત કરી દીધા છે. આ પેટ્રોલ વેસલ્સ એડવાન્સ…

સાસરિયામાં છોકરી સાથે સામાન્ય દુર્વ્યવહારને ક્રૂરતા ન કહી શકાયઃ સુપ્રીમ

ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરી અથવા સંડોવણીના કોઈ ફિઝિકલ પુરાવા નથી તો આરોપીને ક્રૂરતા માટે દોષી ન ઠેરવી શકાય નવી દિલ્હીકર્ણાટકના એક કેસની સુનાવણી કરતા દહેજ ઉત્પીડન અંગે સુપ્રીમ કોર્ટે એક મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે સાસરિયામાં છોકરી સાથે સામાન્ય દુર્વ્યવહારના કેસને દહેજ ઉત્પીડનનું નામ ન આપી…

જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે લેખિત પરીક્ષા રદ કરાઈ

28 અને 29 ડિસેમ્બરના રોજ પોલ ટેસ્ટ તમામ ઉમેદવારો માટે રાબેતા મુજબ લેવાની જાહેરાત વડોદરાગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કંપની સત્તાધીશોએ કરી હતી.જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આમ છતા જેટકો સત્તાધીશોએ પોલ ટેસ્ટ…

ઈવીએમની ખામી દૂર નહીં થાય તો ભાજપને 400થી વધુ બેઠક મળશેઃ પિત્રોડા

રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશેઃ કોંગ્રેસ નેતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024 માં હાલ 4 મહિનાનો સમય બાકી છે અને ભાજપે તૈયારીઓ ઝડપી બનાવી છે. જ્યારે કોંગ્રેસ તૈયારીની જગ્યાએ અત્યારથી ઈવીએમ પર સવાલો ઊઠાવા લાગી છે. પાર્ટી નેતા સામ પિત્રોડાએ ગુરુવારે કહ્યું કે જો ઇવીએમની ખામીઓને દૂર કરવામાં…

મહાદેવ એપના પ્રોમટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ

યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું નવી દિલ્હીમહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં…

રાહલ ગાંધીએ અખડામાં જઈ રેસલર્સ સાથે મુલાકાત કરી

રાહુલ ગાંધી કુશ્તીબાજોને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે રોહતકકુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજોને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે…

મમતા બેનર્જી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી અળગા રહેવાની શક્યતા

હજુ સુધી ટીએમસીએ સત્તાવાર રીતે આ બબાતે નિર્ણયની જાહેરાત કરી નથી નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો તેમજ અનેક મોટી હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ પણ સામેલ છે ત્યારે હવે સામાચાર આવી રહ્યા છે કે…

રાહુલ ગાંધી 6200 કિમીની ભારત ન્યાય યાત્રા કાઢશે

યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે, મણિપુરથી શરૂ થઈને મુંબઈ સુધી જશે નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા…

ધર્માંતરણ કરનારાને અનુસૂચિત જાતીમાંથી બાકાત કરવા માગ

ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા હોવાનો આક્ષેપ રાંચીઆદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે ધર્માંતરણ કરનારા લોકો એસટીનો લાભ લઈ તેમના હક્કો છીનવી રહ્યા છે. તેમના મતે, ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા છે.ડી-લિસ્ટિંગ માટે…

મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવાયો

આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને લોકોને ઉશ્કેરે છે નવી દિલ્હીકેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં…

મને છંછેડશો તો ભાજપ સરકારના 40,000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીશઃ બસનાગૌડા પાટીલ

વિજયપુરાના અસંતુષ્ટ બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે ફરીથી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા નવી દિલ્હીએક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી વધુ જ ઉભરી રહી છે. આ સમયમાં ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે જો મને છંછેડશો તો બીજેપીની…