સૈન્ય ઠેકાણા પર હુમલાના 12 કેસમાં ઈમરાન ખાનને જામીન

વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત ઈસ્લામાબાદપાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં જ ઈમરાન ખાન માટે સારા સમાચાર આવ્યા છે. ગત વર્ષે સૈન્ય ઠેકાણે હુમલા મામલે તેમને 12 કેસમાં જામીન મળી ગયા છે. તેમની સાથે જ વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત મળી છે.માહિતી અનુસાર પાકિસ્તાનની વર્તમાન ચૂંટણીમાં ઈમરાન ખાનના…

ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીનું 93 વર્ષની વયે સાથે મોત

બન્નેની દફનિવિધિ નેધરલેન્ડના નિજમેગેન શહેરમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં કરવામાં આવી હતી એમ્સટરડેમનેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીનુ એક સાથે નિધન થયુ છે અને જ્યારે તેઓ મોતને ભેટયા ત્યારે બંનેએ એક બીજાનો હાથ પણ પકડી રાખ્યો હતો.બંનેની ઉંમર 93 વર્ષ હતી.ડ્રીસ વૈન એગ્ટે જ સ્થાપેલા માનવાધિકાર સંગઠન ધ રાઈટ્સ ફોરમના કહેવા પ્રમાણે 1977થી…

ઈન્ટર્વ્યુમાં વ્લાદીમિર પુતિનના પગ ધ્રૂજી રહ્યા હતા

ઈન્ટરવ્યૂ બાદથી પુતિનની તબિયત અંગે શંકા વધી, એક્સપર્ટનું કહેવું છે કે પુતિન કેન્સર અને હૃદય રોગ સહિતની બીમારીઓનો સામનો કરતા હોઈ શકે મોસ્કોરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે યુદ્ધ બાદ પ્રથમ વખત ઈન્ટરવ્યૂમાં સામેલ થયા હતા. વૈશ્વિક મીડિયામાં પુતિનના સ્વાસ્થ્ય અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, હવે તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન પુતિનના પગ…

ચાઈનીઝ મૂળના એન્જિનિયરની જાસૂસી બદલ અમેરિકામાં ધરપકડ

એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ વોશિંગ્ટનચીનના જાસૂસો આખી દુનિયામાં પોતાનો પગ જમાવવા માટે મથી રહ્યા છે.અમેરિકાની જાસૂસી કરવા માટે પણ ચીન ધમપછાડા કરી રહ્યુ છે. ચાઈનીઝ મૂળના એક અમેરિકન એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ લાગ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે.લોસ એન્જલિસ શહેરના એટોર્ની માર્ટિન…

ચીનમાં નવી મસ્જિદો બનાવવા પર સરકારે નિયંત્રણો લાગુ કર્યા

નવી મસ્જિદોની ડિઝાઈનમાં ચીનની પરંપરાઓ દર્શાવવી જરુરી બિજિંગચીનમાં ઉઈગર મુસ્લિમો પર જિનપિંગની સરકાર અત્યાચાર કરી રહી છે તે હવે જગજાહેર છે.ચીનની સરકાર ઉઈગર મુસ્લિમો પર જાત જાતના નિયંત્રણો લાગુ કરી રહી છે. હવે ચીનની સરકારે નવી મસ્જિદો બનાવવા માટે પણ નિયમો લાગુ કરી લીધા છે.ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે. આ પ્રાંતમાં…

પાક.માં સત્તાની સાઠમારી, અપક્ષ ઉમેદવાર વડાપ્રધાન બનવાની સ્થિતિ

નવાઝ શરીફે પોતાની જીતના ભાષણમાં ગઠબંધન સરકાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પીટીઆઈ સમર્થક વિજેતાઓની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી ઈસ્લામાબાદપાકિસ્તાનના ચૂંટણી પરિણામો અંતિમ તબક્કામાં છે. થોડા કલાકોમાં જ દરેક બેઠકના પરિણામો જાહેર થશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી પરિણામોમાં પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉમેદવારો આગળ છે. હાલ તેમના હાથમાં 95 સીટો છે. ત્યારબાદ પીએમએલ-એનને 64…

અમેરિકા, નાટોને પણ ખબર પડી ગઈ કે, રશિયાની તાકાત શું છેઃ પુતિન

યુક્રેનમાં રશિયાને હરાવવું અસંભવ છે અને આવી સ્થિતિમાં નાટોએ પણ સ્વીકારવું જોઈએ કે યુક્રેન પર રશિયાનો કબજો છેઃ રશિયાના રાષ્ટ્રપતિ મોસ્કોરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અમેરિકા, યુરોપ અને નાટોને પણ રશિયાની તાકાતનો ખ્યાલ આવી ગયો છે. પુતિન અમેરિકન ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના હોસ્ટ ટ્રકર કાર્લસનને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. કાર્લસન પશ્ચિમી મીડિયામાં જાણીતો ચહેરો…

આતંકી ડલ્લાને કેનેડાથી ભારત લાવવામાં આવશે

એનઆઈએની વિનંતી પર આરોપીના પ્રત્યાર્પણની અરજીને સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી નવી દિલ્હીપંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપનાર ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાને કેનેડાથી ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ સંદર્ભમાં એનઆઈએએ મોહાલીની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે.મળતી માહિતી પ્રમાણે, એનઆઈએની વિશેષ અદાલતે કહ્યું કે, એનઆઈએએ…

ઝેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ વાલેરી ઝાલુઝનઈને પદ પરથી હટાવી દીધા

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઝાલુઝનઈ સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી કીવરશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના સૈન્યમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ વાલેરી ઝાલુઝનઈને પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઝાલુઝનઈ (50) સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી.યુક્રેનના સંરક્ષણમંત્રી રૂસ્તમ ઉમેરોવે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે યુક્રેનના…

પાક.ના ખૈબર પ્રાંતમાં પોલીસ વાન પર આતંકી હુમલો, પાંચ પોલીસનાં મોત

આતંકીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો, હુમલાખોરોનો 30 મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર ઈસ્લામાબાદપાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે સવારથી મતદાન ચાલુ છે ત્યારે બપોરના સમયે એક મોટા આતંકી હુમલાના અહેવાલ મળી રહ્યા છે. આતંકીઓએ ખૈબર પખ્તૂનખ્વાંના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી. આતંકીઓએ પહેલા…

યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ, 5 નૌસેનિકો સવાર હતા

હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું, આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે સાન ડિયાગો યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બચાવ ટીમ આ હેલિકોપ્ટરની શોધ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે….

હેડિંગઃ ભારત યુએસને નબળું માને છે, વિશ્વાસ કરતું નથીઃ નિક્કી હેલી

ભારત અને રશિયા વચ્ચેના નજીકના સંબંધો અંગે નિશાન તાકતાં હેલીએ કહ્યું, ભારત સ્માર્ટ બની રહ્યું છે,તેણે રશિયા સાથે મિત્રતા જાળવી રાખી છે વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતીય મૂળની ઉમેદવાર નિક્કી હેલીએ ભારત અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે વર્તમાન સમયનું ભારત હવે અમેરિકા પર ભરોસો નથી કરતું અને તે અમેરિકાને…

બાળકના ગુના માટે માતા-પિતાને દોષિત ઠેરવાયા

જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા એથન દ્વારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષીત ઠેરવાઈ વોશિંગ્ટન અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે જ્યારે કોઈ માતા-પિતા સામે તેમના બાળક દ્વારા કરાયેલા ગુના બદલ કેસ ચલાવાયો અને તેમને દોષિત ઠેરવાયા. જૂરીનું માનવું છે કે માતા-પિતા તેમના બાળકને ગુનો કરતો રોકવામાં નિષ્ફળ રહ્યા. જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા…

બગદાદમાં યુએસના ડ્રોન હુમલાથી મિલિશિયા કમાન્ડર સહિત 3નાં મોત

અમેરિકન સેનાના હુમલા બાદ ઘટનાસ્થળે થોડીવાર માટે અરાજક્તાનો માહોલ સર્જાયો વોશિંગ્ટન અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદમાં એક કાર પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં મિલિશિયા કમાન્ડર સહિત 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે…

યુએસના અર્થતંત્ર પર સરેરાશ ઉંમર – દેવાનું વ્યાજ ભરવાનો ભાર

આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ ન્યૂયોર્ક અમેરિકા ભલે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ હોય, પરંતુ અમેરિકાની ઈકોનોમી જેટલી મોટી છે તેટલું જ તેના પર જંગી દેવું પણ છે.બુધવારે અમેરિકાની નોનપાર્ટીસન કોંગ્રેસનલ બજેટ ઓફિસે વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ છે, જેની…

સીરિયામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 3 નાગરિક સહિત પાંચનાં મોત

સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા ક્રૂરતાપૂર્વક હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે હોમ્સસીરિયાના હોમ્સ શહેરમાં ઈઝરાયલ દ્વારા આડેધડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં 3 નાગરિકો સહિત 5 લોકો મૃત્યુ પામી ગયા. યુદ્ધ પર નજર રાખતી એક એજન્સીએ કહ્યું કે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે અનેક નાગરિકોની જાનહાનિના અહેવાલ આપ્યા છે.સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન…

શિકાગોમાં ચાર લૂંટારાઓનો હૈદ્રાબાદના વિદ્યાર્થી પર હુમલો

આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થી વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો શિકાગોઅમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. હૈદરાબાદના એક વિદ્યાર્થી પર શિકાગોમાં ચાર સશસ્ત્ર લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે…

પેલેસ્ટાઈનની સ્થાપના ન થાય તો સાઉદી- ઈઝરાયલ સંબંધો નહીં

રિયાધ પેલેસ્ટાઈનના લોકોને તેમના અધિકાર આપવા માટે પ્રતિબદ્ધ હોવાનો સાઉદી અરબનો દાવો રિયાધસાઉદી અરબે ઈઝરાયલને ફરી એકવાર પોતાની તાકાત બતાવી દીધી છે. બેન્જામિન નેતન્યાહૂના દેશને ચેતવણી આપી દીધી છે કે જ્યાં સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર પેલેસ્ટાઈનની સ્થાપના નહીં કરાય ત્યાં સુધી સાઉદી અને ઈઝરાયલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો અસ્તિત્વમાં નહીં આવે.સાઉદી અરબના વિદેશ મંત્રાલયે કહ્યું…

અરુણ ઘોષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બન્યા, ગીતા પર હાથ મૂકીને શપથ લીધા

વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયાની સંસદના પહેલા એવા સભ્ય છે જેમણે ભારતમાં જન્મ્યા બાદ ત્યાંની સંસદમાં સ્થાન મેળવ્યું હોય કેનબેરાભારતીય મૂળના બેરિસ્ટર અરુણ ઘોષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બનીને ઈતિહાસ સર્જયો છે.તેમણે ભગવદ ગીતા પર હાથ મુકીને શપથ લીધા હતા.વરુણ ઘોષનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ ઓસ્ટ્રેલિયાની સંસદના પહેલા એવા સભ્ય છે જેમણે ભારતમાં જન્મ્યા બાદ ઓસ્ટ્રેલિયાની…

કાશ્મીરના પાક. માટે ન જીતી લઈએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએઃ પીએમએમએલ

પીએમએમએલ પાર્ટી લશ્કર-એ-તોયબાનો રાજકીય મોરચો હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેનો સંસ્થાપક આતંકી હાફિઝ સઈદ હોવાનો દાવો છે કરાંચીપાકિસ્તાનની નવી પાર્ટી મરકઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ) એ પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. રેલીમાં મંચ પરથી કાશ્મીરમાં જેહાદ કરવા શપથ લેવડાવાયા હતા. પીએમએમએલ પાર્ટી…