કેનેડામાં દ.એશિયન પિત્ઝા ડિલિવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર

એક શખ્સ ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ, અપશબ્દો બોલે છે અને રેસિસ્ટ કોમેન્ટ પણ કરી ટોરેન્ટો કેનેડાથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક દક્ષિણ એશિયન પિત્ઝા ડિલીવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર કરાઈ રહ્યો છે. આ દરમિયાન ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ કરવામાં આવી રહી છે. તે એને અપશબ્દો પણ બોલી…

યુએસ કોમિક્સે ભારતીય ક્રૂની મજાક કરતું કાર્ટૂન બનાવ્યું

આ કાર્ટૂન ‘એક્સ’ પર શેર કરાયું છે, જેનો ભારતીયો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે બાલ્ટિમોર બાલ્ટીમોરમાં ‘ફ્રાન્સિસ સ્કૉટ બ્રિજ’ સાથે માલવાહક જહાજ ‘ડાલી’ ટકરાતા તે ધરાશાયી થઈ ગયો હતો. માલવાહક જહાજના 22 સભ્યોની ટીમની તાત્કાલિક કાર્યવાહીના અમેરિકન પ્રમુખ જો બાઈડને પણ વખાણ કર્યા હતા, પરંતુ ફોક્સફોર્ડ કોમિક્સે બાલ્ટીમોર દુર્ઘટનાને લઈને જાતિવાદી કાર્ટૂન બનાવીને…

ટોરેન્ટો એરપોર્ટ પર PAIની એર હોસ્ટેસની ધરપકડ કરાઈ

એર હોસ્ટેસ પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા, મહિલા અગાઉ પણ પકડાઈ હતી ટોરેન્ટો પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પીએઆઈ(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા છે. પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે હીના સાની નામની  પીએઆઈની એર…

માત્ર છ માસનો ડોગ કાર નીચે વિસ્ફોટક શોધવામાં માહેર

ચાર મહિના પહેલા જ ડોગને પોલીસ ફોર્સમાં સામેલ કરાયો પણ હવે તે ચીનનો સૌથી લોકપ્રિય પોલીસ અધિકારી બેઈજિંગ ચીનમાં 6 મહિનાનો પોલીસ ડોગ રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. ચીનના લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતા થાકી રહ્યા નથી. આમ તો ચીનની પોલીસ કોમ્યુનિસ્ટ સરકારના આદેશોનુ ક્રુરતા પૂર્વક પાલન કરવા માટે નામચીન છે પણ આ…

લિમ્પોપોના મમતલાકાલા નજીક બસ અકસ્માતમાં 45નાં મોત

આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ, બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો ડરબન દક્ષિણ આફ્રિકામાં એક ભયાનક કરુણાંતિકા સર્જાયાના અહેવાલ છે. અહીં પરિવહન વિભાગે જણાવ્યું હતું કે લિમ્પોપોના ઉત્તર પ્રાંતમાં મમતલાકાલા નજીક એક ભીષણ બસ અકસ્માતમાં 45 લોકોને કાળ ભરખી ગયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાની પણ માહિતી છે. …

એફટીએક્સના સંસ્થાપક ફ્રાઈડને 25 વર્ષની જેલની સજા થઈ

કંપની ફ્રોડ બાદ નાદાર જાહેર, પ્રોસિક્યુટર્સે કેસને યુએસ ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી વોશિંગ્ટન અમેરિકામાં એફટીએક્સ ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને જજે  25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ પર તેની કંપની એફટીએક્સ દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેની કંપની આ ફ્રોડ કર્યા બાદ નાદાર જાહેર થઈ…

અમે જોહુકમી સહન નહીં કરીએ, કોઈની સામે નહીં ઝુકીએઃ માર્કોસ

ફિલિપાઈન્સનું આડકતરી રીતે સમર્થન કરીને ચીનને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા જયશંકરની સલાહ મનિલા સાઉથ ચાઈના સીમાં ચીનની દાદાગીરી સામે ટક્કર આપી રહેલા ફિલિપાઈન્સે ભારતનો સાથ મળ્યા બાદ વધારે આક્રમક વલણ અપનાવ્યુ છે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસે ચીનને સંદેશ આપતા કહ્યુ છે કે, અમે કોઈ પણ દેશ સાથે સંઘર્ષમાં ઉતરવા નથી માંગતા પણ અમે કોઈની જોહુકમી…

ચીનની કંપનીએ પાકિસ્તાનમાં પ્રોજેકટની કામગીરી રોકી દીધી

સેંકડો સ્થાનિક મજૂરોને કામથી હાથ ધોવાનો વારો આવ્યો ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ત્રણ દિવસ પહેલા ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા બાદ ચીન ભૂરાંટુ થયુ છે. આ હુમલા બાદ ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં ચીનની એક કંપનીએ હાઈડ્રો પાવર પ્રોજેકટ પરની પોતાની કામગીરી રોકી દીધી છે અને તેના કારણે સેંકડો સ્થાનિક મજૂરોને કામથી હાથ…

ચીને કોલંબોના એરપોર્ટ-બંદરના નિર્માણમાં મદદનો વાયદો કર્યો

શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયું હતું, ભારે આર્થિક કટોકટી સર્જાતા ભારતે શ્રીલંકાની મદદ કરી હતી કોલંબો ચીનના દેવા હેઠળ દબાયેલા પાડોશી દેશ શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયુ હતુ. દેશમાં ભારે આર્થિક કટોકટી સર્જાઈ હતી અને તેવા સમયે ભારતે શ્રીલંકાની મદદ કરી હતી. હવે પોતાના પગ પર ઉભા થવાનો પ્રયાસ કરી રહેલુ શ્રીલંકા પોતાની ભૂલ દોહરાવી…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં તૂર્કીએ ઈઝરાયેલને હથિયાર વેચ્યા

તુર્કીએ ઈઝરાયેલને કિમતી ધાતુઓ, કેમિકલ, જંતુનાશકો, વિસ્ફોટકો સહિત 319 મિલિયન ડોલરનો સામાન વેચ્યો જેરૂસલેમ હમાસ અને ઈઝરાયેલના યુધ્ધમાં હમાસનુ સમર્થન કરવાનો અને મુસ્લિમ દેશોના મસિહા બનવાનો દાવો કરનાર તુર્કીનો બેવડો ચહેરો સામે આવ્યો છે. તુર્કીના એક ટ્રેડ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં તુર્કીએ ઈઝરાયેલને હથિયારો વેચ્યા છે. એક મીડિયાના અહેવાલમાં…

એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે યુએસ લોટરી શરૂ કરાશે

એચ-1બી વીઝાની માંગ સૌથી વધુ હોઈ અમેરિકી એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે, રજિસ્ટ્રેશન બંધ હતું વોશિંગ્ટન અમેરિકાની સરકાર ટૂંક સમયમાં એચ-1બી વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (યુએસસીઆઈએસ) એચ-1બી વીઝા માટે પહેલા જમા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક અરજીમાંથી લોટરીની માધ્યમથી અરજીને પસંદ કરવામાં આવશે. એચ-1બી…

બ્રિટનની લેબર પાર્ટીના પ્રમુખે હોળીના કાર્યક્રમમાં હાજરી આપી

લેબર પાર્ટીએ ભારત- ભારતીય પ્રત્યેના વલણમાં બદલાવ શરુ કર્યો, જેથી ભારતીય મૂળના લોકોનુ સમર્થન મળી શકે લંડન બ્રિટનની લેબર પાર્ટીએ ભારતીય મૂળના લોકોની ઉપેક્ષા કરવાની ભૂલ સુધારવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. બ્રિટનમાં આ વર્ષના અંતમાં કે 2025ના પ્રારંભમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે લેબર પાર્ટીએ ભારત અને ભારતીય પ્રત્યેના પોતાના વલણમાં બદલાવ શરુ કર્યો…

કેનેડામાં સંદીપ પટેલને 10 લાખ ડોલરનું ઈનામ લાગ્યું

કેનેડા સ્થિત લોટરી વિજેતા સંદીપ પટેલ ઓન્ટારિયોના અર્નપ્રિઓરમાં રહે છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે ટોરેન્ટો કેનેડામાં રહેતા ભારતીય મૂળના સંદીપ પટેલના જીવનમાં એવો બદલાવ આવ્યો કે તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. તેમણે 10 લાખ ડોલરનું ઈનામ જીત્યું છે. જો આ રકમને રૂપિયામાં ફેરવવામાં આવે તો તે 6.13 કરોડ રૂપિયાથી વધુ થાય છે. કેનેડા…

બાંગ્લાદેશ ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે

વિપક્ષી નેતાઓ તેમની પત્નીઓની ભારતીય સાડીઓ સળગાવશે ત્યારે તેમની પ્રતિબદ્ધતા સાબિત થશેઃ હસીના ઢાકા બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના સરકાર ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરશે. હસીના સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે આ સંબંધમાં વાણિજ્ય મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ બેઠકની અધ્યક્ષતા…

ચૂંટણીમાં નાગરિક અધિકારોની રક્ષાની આશાઃ ગુટટેરેસ

કેજરીવાલની ધરપકડ પર જર્મની અને અમેરિકા બાદ સંયુક્ત રાષ્ટ્રે પણ ચિંતા વ્યક્ત કરતી ટિપ્પણી કરી વોશિંગ્ટન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસના એક પ્રવક્તાએ કહ્યુ કે તેમને આશા છે કે ભારત તથા કોઈ પણ અન્ય દેશમાં જ્યાં ચૂંટણી થઈ રહી હોય ત્યાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની રક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને નિષ્પક્ષ…

ભાગેડૂ નીરવ મોદીના લંડનના બંગલાને વેચવા કોર્ટની મંજૂરી

બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડથી ઓછી કિંમતમાં વેચી શકાશે નહીઃ લંડન હાઈકોર્ટનો આદેશ લંડન  કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ નીરવ મોદીનો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો આલીશાન બંગલો વેચવાની મંજૂરી આપી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ માસ્ટર જેમ્સ બ્રાઈટવેલે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (લગભગ 55 કરોડ રૂપિયા)થી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં. નીરવ…

બાલ્ટીમોર બ્રિજ યુએસનો બીજો, વિશ્વનો ત્રીજો સૌથી લાંબો પુલ

ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ બનાવવાનો ખર્ચ 110 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયા હતો, તે ચાર લેનનો પુલ છે બોલ્ટીમોર અમેરિકન રાજ્ય મેરીલેન્ડ હેઠળ આવતા બાલ્ટીમોર શહેરમાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક મોટું કન્ટેનર જહાજ ‘ડાલી’ શહેરના પ્રખ્યાત ‘ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ’ સાથે અથડાયું હતું. અથડામણને કારણે વાહનો અને લોકો પટાપસ્કો…

કોલેસ્ટ્રોલની દવા લેનારા બેનાં મોત, 100થી વધુ હોસ્પિટલમાં

દર્દીઓ બીમાર પડવાની ઘટના બાદ પાંચ પ્રકારની દવાઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી, તપાસ જારી ટોક્યો જાપાનામાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેની દવા જ હાર્ટના દર્દીઓ માટે આફત બનીને આવી છે. આ દવા લીધા બાદ બે લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. આ ઘટના બાદ દવા બનાવતી કંપની પર ઘણા…

નિજ્જરની હત્યાની ભારત સાથે તપાસ કરવા કેનેડા ઈચ્છુક

ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યાની ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો ખરાબ કરી નાંખ્યા છે. આટલા સમય બાદ પણ ટ્રુડો આ હત્યામાં ભારતનો હાથ હોવાના પૂરાવા નથી આપી શક્યા પણ તેમણે આ…

તોપ ગોળાની અછત ટાળવા યુએસના તૂર્કી સાથે કરાર

તોપના ગોળા માટે જરુરી ટીએનટી, નાઈટ્રોગુઆનિડાઈન મહત્ત્વના મટિરિયલના સપ્લાય માટે તૂર્કી સાથે સોદો કર્યો વોશિંગ્ટન રશિયા અને યુક્રેન યુદ્ધના પડઘા વૈશ્વિક સ્તરે પડી રહ્યા છે.આ યુદ્ધનો ફાયદો હથિયાર બનાવતી કંપનીઓનો થઈ રહ્યો છે. બીજી તરફ અમેરિકા જેવો દેશ પણ યુક્રેનને હથિયારો સપ્લાય કરવાના કારણે તોપગોળા અને તેના મટિરિયલ માટે હવે બીજા દેશો તરફ નજર દોડાવી…