સેન્સેક્સમાં 199 અને નિફ્ટીમાં 69 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો

ટાઇટન, આઈટીસી, ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકીના શેરના ભાવમાં ઊછાળો, એચસીએલ ટેક, વિપ્રો, એનટીપીસી અને આરઆએલના શેર તૂટ્યા મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે નબળાઈ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 199 પોઈન્ટ ઘટીને 73,128 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 22028 ના સ્તર પર બંધ થયો. મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત લાલ રંગમાં થઈ હતી, જ્યારે…

રિલાયન્સ રિટેલ અને કોકા-કોલા ઈન્ડિયાએ “ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના” PET કલેક્શન અને રિસાઈક્લિંગ પહેલ માટે હાથ મિલાવ્યા

· મુંબઈ અને દિલ્હીમાં રિલાયન્સ રિટેલના 36 સ્ટોર્સમાં પ્રાયોગિક ધોરણે પહેલ શરૂ કરાઈ · પાસ્ટીક કલેક્શન અને રિસાઈક્લિંગ પહેલને 2025 સુધીમાં ભારતમાં રિલાયન્સ રિટેલના 200 સ્ટોર્સ સુધી વિસ્તારાશે · આ પાઈલોટ ફેઝમાં વર્ષે 5,00,000 PET બોટલ્સ એકત્રિત કરવાનો ઉદ્દેશ મુંબઈ ભારતની સૌથી મોટી રિટેલર, રિલાયન્સ રિટેલ તથા કોકા-કોલા ઈન્ડિયાએ “ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના”…

2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી જોવા મળી શકે

મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની સંભાવના વ્યક્ત કરી દાવોસઆજથી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ (ડબલ્યુઈએફ)ની બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં ‘ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ’ જારી કરાયો છે. રિપોર્ટમાં 2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિશ્વના 56 ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે,…

ખાદ્ય વસ્તુઓના ભાવ વધવા સાથે ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 0.73 ટકા

ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ અને કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ તથા ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ વગેરેની કિંમતોમાં વધારો થતા ફુગાવો વધ્યો નવી દિલ્હીસરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર 0.73 ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે 0.26 ટકા હતો. મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ…

સેન્સેક્સમાં 760 અને નિફ્ટીમાં 210 પોઈન્ટનો વધારો નોંધાયો

શેરબજારના બમ્પર તેજીના સમયગાળા દરમિયાન, ગૌતમ અદાણી જૂથની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર ખોટમાં ટ્રેડ થઈ રહ્યા હતા મુંબઈસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે બીએસઈ સેન્સેક્સ 1.04 ટકા વધીને 760 પોઈન્ટના ઉછાળા સાથે 73,328 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 210 પોઈન્ટથી વધુના વધારા સાથે 22105ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નિફ્ટી 50 ઇટીએફ અને નિફ્ટી બેંક ઇટીએફના લોન્ચિંગ સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ નિફ્ટી 50 ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી 50 ઇન્ડેક્સ) બજાજ ફિનસર્વ નિફ્ટી બેંક ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ) ·       એનએફઓ 15મી જાન્યુઆરી 2024ના રોજ ખૂલે છે અને 18મી જાન્યુઆરી 2024ના રોજ બંધ થાય છે ·       સ્કીમ કેટેગરી એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે; લિસ્ટિંગ – એનએસઈ અને બીએસઈ ·       ફંડ્સ માટે બેન્ચમાર્ક સૂચકાંકો અનુક્રમે નિફ્ટી 50 ટીઆરઆઈ અને નિફ્ટી…

ભારતને ધમકાવનારા યુએસએ જ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું

રશિયન અખબારના દાવા અનુસાર અમેરિકાએ 35 લાખ ડોલરનુ ઓઈલ રશિયા પાસેથી ખરીદયુ છે અને આ ઓઈલ અમેરિકા પહોંચી પણ ગયુ છે મોસ્કોરશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરુ થયુ તે બાદ અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ રશિયા પર જાત જાતના પ્રતિબંધો લાગુ કર્યા હતા. જેમાં રશિયા પાસે ક્રુડ ઓઈલ નહીં ખરીદવાના નિર્ણયનો પણ સમાવેશ થતો હતો.જોકે…

સેન્સેક્સમાં 847 અને નિફ્ટીમાં 247 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ તરફ આગળ વધ્યા મુંબઈશેરબજારનો કારોબાર શુક્રવારે બમ્પર તેજી સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 847 પોઈન્ટના ઉછાળા સાથે 72568 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો હતો. જો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો તે 247 પોઈન્ટના વધારા સાથે 21894 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો છે….

આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર ટ્રકે 20 વાહનને અડફેટે લેતાં 3નાં મોત

9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો આગરાદેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે…

ગુજરાતી હોવાનો મને ગર્વ છેઃ મુકેશ અંબાણી

વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ એક નવા ગુજરાત અંગે વિચારે છેઃ રિલાયન્સના ચેરમેન ગાંધીનગર આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રાંરભ થઈ ચૂક્યો છે જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે ત્યારે આ પ્રંસગે…

સેન્સેક્સમાં 31 અને નિફ્ટીમાં 32 પોઈન્ટનો વધારો નોંધાયો

નિફ્ટી મેટલ ઈન્ડેક્સ આજે 0.80 ટકા વધ્યો, આઈટી ઈન્ડેક્સ 0.43 ટકા વધ્યો, ઑટો ઇન્ડેક્સ મહત્તમ 0.92 ટકાના વધારા સાથે બંધ થયો મુંબઈબજારમાં ઊંચા સ્તરોથી વેચવાલી થઈ હતી અને બેન્ચમાર્ક સૂચકાંકોએ તેમનો પ્રારંભિક લાભ છોડી દીધો હતો. બજારો લીલા રંગમાં બંધ થયા હોવા છતાં, તેઓ ફરી એકવાર ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા હતા.ભારતીય શેરબજારોમાં મંગળવારે…

સેન્સેક્સમાં 671 અને નિફ્ટીમાં 198 પોઈન્ટનો કડાકો બોલાયો

અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, એચસીએલ ટેક અને હીરો મોટોકોર્પના શેરમાં વધારો નોંધાયો મુંબઈસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘણી નબળાઈ નોંધવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ તેમના કારોબારને રેડમાં સમાપ્ત કર્યો. જોકે, નિફ્ટી 50 ઈન્ડેક્સ 21500ના સ્તરને તોડી શક્યા નથી અને 21500ના સ્તરે સપોર્ટ લીધો છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ સોમવારે 198 પોઈન્ટ ઘટીને 21513 ના…

ઓએનજીસીએ ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી ઓઈલનું ઉત્પાદન શરૂ કર્યું

ઓએનજીસીના ક્લસ્ટર-2 તેલનું ઉત્પાદન નવેમ્બર 2021 સુધીમાં શરૂ થઈ જવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થતો ગયો નવી દિલ્હીસરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી તેલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની તરફથી માહિતી મળી છે કે ઓએનજીસીએ કેજી-ડીડબલ્યુએન-98/2 બ્લોકમાં ક્લસ્ટર-2…

2023-24માં દેશની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન

દેશની જીડીપી 2023-24માં રૂ. 171.79 લાખ કરોડ રહી શકે છે, જે 2022-23માં રૂ. 160.66 લાખ કરોડ રૂપિયા હતી નવી દિલ્હીસરકારે જીડીપી બાબતે આગોતરા અંદાજ જાહેર કર્યા છે. જેમાં અનુમાન લગાવ્યા છે કે દેશ અર્થવ્યવસ્થામાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ કરતો રહેશે જ. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (સીએસઓ) એ શુક્રવારે વાર્ષિક જીડીપી વૃદ્ધિનો પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કર્યો હતો….

સપ્તાહના 70 કલાકની કાર્યની નીતિનો બચાવ કરતા નારાયણમૂર્તિ

જો ખેડૂતો અને ફેક્ટરી કામદારો પોતાને કામ માટે સમર્પિત કરી શકે છે, તો મધ્યમ વર્ગના કર્મચારીઓ પણ કરી કર્યો હતો નવી દિલ્હીતાજેતરના એક ઇન્ટરવ્યુમાં ઇન્ફોસિસના સહ-સ્થાપકએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં લાંબા સમય સુધી કામ કરવું એ ધોરણ છે, કારણ કે ઘણા લોકો શારીરિક રીતે માગણી કરતા વ્યવસાયો અપનાવે છે.તેમના વિવાદાસ્પદ નિવેદનનો ઉલ્લેખ કરતા, અબજોપતિએ…

સેન્સેક્સમાં 178 અને નિફ્ટીમાં 50 પોઈન્ટનો વધારો નોંધાયો

ટોચના લાભાર્થીઓમાં, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, એલએનટી અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેર ઉછળીને બંધ થયા મુંબઈનવા કેલેન્ડર વર્ષના પ્રથમ સપ્તાહના છેલ્લા કાર્યકારી દિવસ શુક્રવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 72000ના મનોવૈજ્ઞાનિક સ્તર સુધી પહોંચવામાં સફળ રહ્યો અને લગભગ 178 પોઈન્ટના વધારા સાથે 72026 ના સ્તર પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ…

ચાલુ વર્ષે હોમ-ઓટો લોનના વ્યાજદરમાં 0.5થી 1.25 ટકાના ઘટાડાની સંભાવના

બેંકોની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 47.1% છે અને ઓટો લોનનો હિસ્સો 12%થી વધુ છે નવી દિલ્હીઆ વર્ષે હોમ લોન લેનારાઓ માટે રાહતના સમાચાર છે. દેશના ટોચના બેન્કર્સને આશા છે કે વર્ષ 2024માં હોમ અને ઓટો લોનના વ્યાજ દરમાં 0.5% થી 1.25% સુધીનો ઘટાડો થઈ શકે છે. તેનાથી વર્તમાન અને નવા હોમ લોન ગ્રાહકોને ફાયદો…

સેન્સેક્સમાં 491 અને નિફ્ટીમાં 151 પોઈન્ટનો વધારો નોંધાયો

ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ, ટાટા કન્ઝ્યુમર, એનટીપીસી અને ઓએનજીસીના શેરનો સમાવેશ થાય છે મુંબઈશેરબજારનો કારોબાર ગુરુવારે ઊંચા સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈ સેન્સેક્સ 491 પોઈન્ટના વધારા સાથે 71,847 ના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 151 પોઈન્ટના વધારા સાથે 21668 ના સ્તર પર બંધ થયો છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં…