બાબરે જીત માટે ઓસી.ને અભિનંદન પાઠવ્યા

વિરાટ કોહલીએ ટી20માં ઈંગ્લેન્ડ સામે પાક.ના વિજય બાદ આપેલા અભિનંદનને બાબરના નિવેદન સાથે સરખાવાયું કરાંચી 2023 માં ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહ્યું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું .પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ બોલરોએ ભારતીય ટીમને 240 રનના સ્કોર સુધી રોકી દીધી હતી . જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટ્રેવિસ હેડની સદીના આધારે માત્ર 43…

આઈસીસી-11માં છ ભારતીય ક્રિકેટર્સને સ્થાન મળ્યું

આઈસીસીની પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્મા, પાકિસ્તાનની ટીમના એકપણ ખેલાડીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું દુબઈ આઈસીસીએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાના પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આશરે દોઢ મહિના ચાલેલા આ મેગા ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શનના આધારે આઈસીસીએ તેના પ્લેઇંગ ઇએલવનમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યો છે. આઈસીસીની આ પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત…

સ્ટેડિયમ માટે દર બાર મિનિટે મેટ્રો દોડાવવામાં આવશે

મેટ્રોના ટાઇમટેબલમાં રોજ કરતા 19મી નવેમ્બરે ફેરફાર જોવા મળશે અમદાવાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એટલે કે મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે મેચને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એએમસી દ્વારા ખાસ…

વર્લ્ડ કપના તમામ વિજેતા સુકાનીઓને બ્લેઝર દ્વારા સન્માનિત કરાશે

પ્રથમ ઇનિંગ પછી સન્માન સમારોહમાં એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા હાજર રહેશે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. બીસીસીઆઈ અત્યાર સુધીના વર્લ્ડ કપ…

ફાઈનલમાં મોહમ્મદ શમીને અકરમ-મલિંગાનો રેકોર્ડ તોડવાની તક

શમીને વસીમ અકરમનો રેકોર્ડ તોડવા માટે 2 વિકેટની જરૂર છે, અકરમે 38 મેચમાં 55 વિકેટ લીધી છે. શમીએ 17 મેચમાં 54 વિકેટ ઝડપી છે અમદાવાદ ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે. શમી હવે આવતીકાલે અમદાવાદમાં ઈતિહાસ…

ટીમ ઈન્ડિયાની ભગવા રંગની જર્સી પર મમતા બેનર્જીના પ્રહાર

ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે અમદાવાદ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજવાની છે. આ પહેલા ભારતીય ટીમની જર્સી પર રાજનીતિ શરુ થઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. મમતા…

ઓસ્ટ્રેલિયા સામેની 20 વર્ષની હારનો બદલો લઈ ભારત ત્રીજા તાજ માટે પ્રતિબદ્ધ

યજમાન ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં ઉલ્લાસપૂર્ણ માહોલ, દેશ-વિદેશથી સેલિબ્રિટીસ સ્ટેડિયમમાં ઉમટી પડશે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. પરંતુ તે પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની હાર-જીતની સંભાવનાઓને લઈને અલગ-અલગ એન્ગલથી અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ભારત 12 વર્ષ બાદ જયારે ઓસ્ટ્રેલિયા 8…

છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ ચેમ્પિયન બની છે

1983થી 2023 સુધી વર્લ્ડ કપમાં ભારતે ઓસી સામે 13માંથી પાંચ મેચ જીતી છે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. ગત ત્રણ વન-ડે વર્લ્ડ કપમાં યજમાન દેશ ચેમ્પિયન બન્યું છે. ભારત છેલ્લે વન-ડે વર્લ્ડ કપ 2011માં તેની યજમાનીમાં ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા તેની યજમાનીમાં 2015માં ચેમ્પિયન બન્યું હતું…

વર્લ્ડ કપ વિજેતાને 40 લાખ, રનર્સઅપને 20 લાખ ડૉલર મળશે

આ ટુર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે એક કરોડ ડોલરના ઈનામ આપવામાં આવ્યા અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. રવિવાર, 19 નવેમ્બરે બપોરે બે વાગ્યે આ મહામુકાબલો શરૂ થશે. ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ એ સૌથી મહત્ત્વની મેચ હોય છે જેના અંગે કેટલીક વાતો જાણવી…

મેચ શક્ય ન બને તો સૌથી વધુ પોઈન્ટ વાળી ટીમને વિજેતા જાહેર કરાશે

મેચ માટે રિઝર્વ ડે રખાયો છે છતાં જો એ દિવસે પણ મેચ શખ્ય ન બને તો અંતિમ નિર્ણય પોઈન્ટના આધારે લેવામાં આવશે અમદાવાદ  આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના અંતિમ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તૈયારીમાં કોઈ ભૂલ ન થાય તે…

રોહિતની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થઈ ત્યારે કીટ ઘરે ભૂલી આવ્યો હતો

યંગસ્ટરને ઓસ્ટ્રેલિયા જેવી શાનદાર ટીમ સામે રમવાની તક મળી અને તેણે આવી રીતે ગુમાવી દીધી હતી અમદાવાદ રોહિત શર્મા એક ક્રિકેટર તરીકે નાનપણથી જ મહેનત કરી રહ્યો હતો. તે 17 વર્ષનો હતો ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમવા માટેની તેને તક મળી હતી. જેમાં 14 ખેલાડીઓની ટીમ પસંદ થઈ હતી એમાનું એક નામ રોહિતનું પણ હતું….

આઈસીસીની 21મીની અમદાવાદની બેઠકમાં આવકની વહેંચણીના નિર્ણય લેવાશે

2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી ક્રિકેટની ઈવેન્ટ અંગે તેમજ શ્રીલંકન બોર્ડના સસ્પેન્શન અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે અમદાવાદ અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલના બે દિવસ પછી તારીખ 21મી નવેમ્બરે આઇસીસીની બોર્ડ મિટિંગ યોજાશે, જેમાં 2024થી 2027 સુધી આઇસીસીની આવકની વહેંચણીની ફોર્મ્યુલા અંગે નિર્ણય લેવાશે તેમ મનાય છે. આ ઉપરાંત 2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી…

રિચર્ડ કેટલબરો ભારત માટે પનોતી અમ્પાયર, હંમેશા ભારત હાર્યું

વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને ટી-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં કેટલબરોએ અમ્પાયરિંગ કર્યું ત્યારે બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો અમદાવાદ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ…

સ્ટેડિયમની અંદર-બહાર ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવાશે

સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનો તૈનાત, મેચ બાદ વિજય સરઘસોની સંભાવનાને લઈને શહેરમાં ચાંપતી સુરક્ષા અમદાવાદ અમદાવાદ માટે આવતો રવિવાર યાદગાર બની રહેવાનો છે. વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર – બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા…

માર્સેલિનો ભૂતપૂર્વ સાઈડ વિલરરિયલ સીએફ સાથે લાલીગામાં પાછો ફર્યો

અસ્તુરિયસમાં જન્મેલા મેનેજર વેલેન્સિયા CF, એથ્લેટિક ક્લબ અને ફ્રેન્ચ બાજુ ઓલિમ્પિક માર્સેલીમાં સ્પેલ પછી 2012-2016 વચ્ચે કોચ કરેલા ક્લબમાં પાછા ફરે છે. માર્સેલિનો ગાર્સિયા ટોરલ ભૂતપૂર્વ સાઇડ વિલારિયલ CF સાથે LALIGA EA સ્પોર્ટ્સ ડગઆઉટ્સમાં પાછો ફર્યો છે. 58-વર્ષીય એસ્ટાડિયો ડે લા સેરેમિકામાં પાછો ફર્યો જ્યાં તેણે એક દાયકા કે તેથી વધુ સમય પહેલા અત્યંત સફળ…

સ્પર્ધામાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમ પ્રવાસી ટીમ પર ભારે પડશે

આંકડાકીય દ્રષ્ટીએ ભારતીય ટીમનું ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ફીનલમાં પલડું ભારે લાગે છે નવી દિલ્હીભારતે 8 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી ભારત એક પણ મેચ હારી નથી. હવે 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ મેચ આ બંને ટીમ ટક્કરાશે. એક તરફ ઓસ્ટ્રેલિયા છે જેને 5 વખત વર્લ્ડ કપ જીત્યો…

ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે મોદી-શાહ અમદાવાદ આવશે

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે, ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ…

શમી સારો ક્રિકેટર છે, કદાચ તે એક સારો માણસ પણ હોતઃ હસીન જહાં

જેઓ મને અંગત રીતે ઓળખે છે તેઓ જાણે છે કે મારી સાથે ખોટું થયું છે. હું, મારી પુત્રી અને તે એકસાથે સારું જીવન જીવી શક્યા હોત તો કેટલું સારું હોતઃ હસીન નવી દિલ્હીમોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં પોતાના શાનદાર પ્રદર્શન બાદ ખુબ જ ચર્ચામાં છે. આ દરમિયાન તેની પત્ની હસીન જહાંએ મીડિયા સાથે વાત કરતા…

વર્લ્ડકપ-2023માં નવ માપદંડોમાં ભારતીય ખેલાડીઓ ટોચ પર

સૌથી વધુ રન, વિકેટ, સિક્સર સહિતના નવ માપદંડોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો નવી દિલ્હીવર્લ્ડ કપ 2023માં ભારતીય ખેલાડીઓનો દબદબો છે જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બેટિંગ અને બોલિંગના 9 અલગ-અલગ માપદંડોમાં માત્ર ભારતીય ખેલાડીઓ જ ટોચ પર છે