ખાનક શાહ અને નક્ષ પટેલને ડબલ ક્રાઉન, ધૈર્ય પરમાર અને કૌશા ભૈરાપુરે બન્યા સિનિયર ચેમ્પિયન

પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું ભવ્ય સમાપન; વિવિધ વયજૂથોમાં ખેલાડીઓનો ઉત્કૃષ્ટ દેખાવ અમદાવાદ, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) દ્વારા ક્લબ O7, શેલા ખાતે આયોજિત પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું શનિવારે રોમાંચક ફાઇનલ્સ સાથે સફળ સમાપન થયું હતું. શહેરના પ્રતિભાશાળી ખેલાડીઓએ વિવિધ વયજૂથોમાં ઉચ્ચ કક્ષાની રમતનું પ્રદર્શન કરતાં ચેમ્પિયનશિપ માટે જોરદાર…

ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026માં ઉત્સાહજનક મુકાબલો

આઈઝેનબર્ગે કૈવલ્યને હરાવી એકમાત્ર લીડ મેળવી; ટાઇટલ રેસ અંતિમ રાઉન્ડ તરફ વધુ રોમાંચક અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે ચાલી રહેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026માં શનિવારે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો. ઇઝરાયલના ઇન્ટરનેશનલ માસ્ટર બેની આઈઝેનબર્ગે FIDE માસ્ટર કૈવલ્ય સંદીપ નાગરને હરાવીને પ્રીમિયર કેટેગરી ‘A’માં એકમાત્ર લીડ હાંસલ કરી છે, જેનાથી ટાઇટલ…

પ્રજ્ઞાનંદાએ લખ્યો ઇતિહાસ — નોર્વે ચેસમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન

અમદાવાદ ભારતીય ચેસ માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યારે એડાની સ્પોર્ટ્સલાઇનના “ગર્વ છે” એથ્લીટ R Praggnanandhaa એ નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્લોમાં રમાયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં તે પ્રથમ ભારતીય ચેમ્પિયન બન્યો છે. વિશ્વના દિગ્ગજોને પાછળ છોડીને શાનદાર વિજય આ ટુર્નામેન્ટમાં વિશ્વના ટોપ ખેલાડીઓ જેમ કે વર્લ્ડ નંબર-1 Magnus Carlsen, વર્તમાન વર્લ્ડ…

શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન, વૈભવ સૂર્યવંશીને તક

સૂર્યકુમાર યાદવે નેતૃત્વ-ટીમમાં સ્થાન ગુમાવ્યું; આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ પ્રવાસ , એશિયન ગેમ્સની ટીમની જાહેરાત મુંબઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેન્સ સિલેક્શન કમિટીએ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમોની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સૌથી મોટો ફેરફાર T20 ટીમની કેપ્ટનશીપને લઈને જોવા મળ્યો છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને સુકાનીપદેથી હટાવી દેવામાં…

ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસમાં કૈવલ્ય સંદીપ નાગરે લીડ જાળવી, અંતિમ તબક્કામાં તીવ્ર સ્પર્ધા

સાતમા રાઉન્ડ બાદ 6.5 પોઈન્ટ સાથે મહારાષ્ટ્રના ખેલાડી ટોચ પર; ઇઝરાયલના બેની આઇઝેનબર્ગ નજીકમાં, 700થી વધુ ખેલાડીઓની ભાગીદારીથી ટુર્નામેન્ટમાં રોમાંચ અમદાવાદ, અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ 2026માં મહારાષ્ટ્રના FIDE માસ્ટર કૈવલ્ય સંદીપ નાગરેએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સાતમા રાઉન્ડ બાદ તેમણે 6.5 પોઈન્ટ…

વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતની શાનદાર શરૂઆત, પ્રથમ દિવસે 5 ગોલ્ડ મેડલ જીતી પ્રભુત્વ સાબિત કર્યું

અભય બર્મન, રીતુ મોંડલ સહિત ભારતીય ખેલાડીઓનું સુવર્ણ પ્રદર્શન; 6માંથી 5 ગોલ્ડ ભારતના ખાતામાં, સિંગાપોરે એક ઇવેન્ટમાં રોક્યો સંપૂર્ણ ક્લીન સ્વીપ અમદાવાદ અમદાવાદના એકા એરિના ખાતે ચાલી રહેલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં યજમાન ભારતે શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ દિવસે કુલ 6 ગોલ્ડ મેડલમાંથી ભારતે 5 ગોલ્ડ જીતીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. બંગાળના…

અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન, યોગાસનને વૈશ્વિક રમત તરીકે નવી ઓળખ

78 દેશોના 500થી વધુ ખેલાડીઓની ભાગીદારી સાથે ઈતિહાસ રચાયો; પ્રધાનમંત્રી મોદીએ કહ્યું—અમદાવાદથી રમતગમતના નવા યુગની શરૂઆત અમદાવાદ અમદાવાદના ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયામાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું ઐતિહાસિક આયોજન થયું છે. આ ચેમ્પિયનશિપમાં 78 દેશોના 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે, જે યોગાસનને વૈશ્વિક રમતગમતના મંચ પર લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવે છે. કાર્યક્રમનું…

ગુજરાતમાં પ્રથમવાર બે પ્રતિષ્ઠિત ડાર્ટ્સ ક્વોલિફાયર ટૂર્નામેન્ટનું આયોજન

23થી 28 જૂન દરમિયાન કર્ણાવતી ક્લબ ખાતે યોજાશે સ્પર્ધા; દેશભરમાંથી 300થી વધુ ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ, યુરોપિયન દેશોમાં અત્યંત લોકપ્રિય બની રહેલી ડાર્ટ્સની રમત હવે ગુજરાતમાં પણ ઝડપી ગતિએ વિકાસ પામી રહી છે. રાજ્યમાં આ રમતને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલે મહત્વપૂર્ણ પહેલ કરી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની તરફ આગળ વધી રહેલા…

અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો જોરદાર પ્રારંભ, ટોચના ખેલાડીઓ સેમિફાઇનલમાં પહોંચ્યા

325થી વધુ ખેલાડીઓની રેકોર્ડ ભાગીદારી; અંડર-13, અંડર-17 અને અંડર-19 બોયઝ વર્ગમાં રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મુકાબલા અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો ગુરુવારે શેલા સ્થિત ક્લબ O’7 ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. 325થી વધુ ખેલાડીઓની રેકોર્ડ ભાગીદારી સાથે યોજાઈ રહેલી આ સ્પર્ધાના પ્રથમ દિવસે અંડર-13, અંડર-17…

ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ચેસમાં કૈવલ્ય નાગરે એકહથ્થું વર્ચસ્વ જમાવ્યું, પાંચમાંથી પાંચ જીત સાથે ટોચ પર

ક્રિસ્ટી જ્યોર્જને હરાવી એકમાત્ર લીડર બન્યા; કેટેગરી ‘બી’માં આશુતોષ બેનર્જી ચેમ્પિયન, રૂ. 1.25 લાખનું ઇનામ જીત્યું અમદાવાદ અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026માં મહારાષ્ટ્રના ફીડે માસ્ટર કૈવલ્ય સંદીપ નાગરેએ શાનદાર પ્રદર્શન કરતાં પાંચમા રાઉન્ડ બાદ એકમાત્ર લીડર તરીકે સ્થાન મેળવ્યું છે. કૈવલ્યએ પાંચેય મુકાબલામાં…

ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ચેસમાં શરૂઆતથી જ અપસેટ્સનો વરસાદ

ટોચના ઘણા ખેલાડીઓને નીચા રેટિંગ ધરાવતા પ્રતિસ્પર્ધીઓએ આપ્યો કડક પડકાર, બે રાઉન્ડ બાદ 56 ખેલાડીઓ સંયુક્ત લીડમાં અમદાવાદ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે રમાઈ રહેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026ના પ્રારંભિક રાઉન્ડમાં અનેક ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા છે. ટોચના ક્રમાંકિત અનેક ખેલાડીઓને નીચા રેટિંગ ધરાવતા પ્રતિસ્પર્ધીઓ સામે કઠિન સંઘર્ષ કરવો પડ્યો હતો,…

ટીમ ઈન્ડિયાના કેમ્પમાં આકિબ નબીની એન્ટ્રી, ટ્રોલિંગ બાદ BCCIએ આપ્યો મોટો સંકેત; અફઘાનિસ્તાન સામે ડેબ્યૂની અટકળો તેજ

રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર પર ટીમ મેનેજમેન્ટની નજર, ભવિષ્યની યોજનાઓમાં મળી શકે મહત્વની ભૂમિકા એસવીએન,નવી દિલ્હી અફઘાનિસ્તાન સામે 6 જૂનથી મુલ્લાંપુરમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા જમ્મુ-કાશ્મીરના પ્રતિભાશાળી ફાસ્ટ બોલર આકિબ નબી ભારતીય ટીમના કેમ્પમાં જોડાયો છે. જોકે તેને હજુ સુધી સત્તાવાર ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ વિવિધ મીડિયા…

ટેસ્ટ અને T20 ક્રિકેટમાં મોટા ફેરફારો, 1 ઓક્ટોબરથી લાગુ થશે ICCના નવા નિયમો

લેગ-સાઇડ વાઇડ, ગુલાબી બોલ અને લાઈવ કોચિંગ સહિતના ફેરફારોથી બેટ્સમેનોને ફાયદો, બોલરો સામે નવા પડકારો એસવીએન,અમદાવાદ ક્રિકેટને વધુ ઝડપી, રોમાંચક અને દર્શકમૈત્રી બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ટેસ્ટ અને T20 ક્રિકેટના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. 31 મેના રોજ અમદાવાદમાં યોજાયેલી ICC બોર્ડ બેઠકમાં એક્ઝિક્યુટિવ કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી. નવા નિયમો…

ચોથી ગુજરાત આંતરરાષ્ટ્રીય ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટમાં 20 દેશોના 1,300 થી વધુ ખેલાડીઓ વચ્ચે ટક્કર

અમદાવાદ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) એ પ્રતિષ્ઠિત “ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ – ૨૦૨૬” નું ઉદ્ઘાટન કર્યું. આ ટુર્નામેન્ટ ૧ જૂન થી ૮ જૂન, ૨૦૨૬ દરમિયાન નારણપુરા, અમદાવાદના સેન્ટ્રલી એર-કન્ડિશન્ડ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે.આ મેગા…

Virat Kohli, Rajat Patidar Have RCB Fans Counting Stars as PUMA Celebrates Title with Iconic Photo

Bengaluru Cricket icon Virat Kohli and captain Rajat Patidar hoisting a giant golden star each, sports brand and Royal Challengers Bengaluru sponsor PUMA India celebrated RCB’s IPL 2026 title with an iconic photo that instantly got fans counting stars. The viral visual marked RCB’s second successive IPL crown, with each star representing a championship triumph,…

IPL 2026માં રેકોર્ડ્સનો વરસાદ, 18 વર્ષનો ઈતિહાસ બદલાયો; વૈભવ સૂર્યવંશીએ રચ્યો નવો કીર્તિમાન

સૌથી વધુ રન, છગ્ગા, ચોગ્ગા, સદીઓ અને 200+ સ્કોરના નવા રેકોર્ડ; એક જ સિઝનમાં ત્રણ બેટ્સમેન 700થી વધુ રન સુધી પહોંચ્યા મુંબઈ:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સિઝન ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર અને રેકોર્ડબ્રેક સિઝન તરીકે નોંધાઈ છે. IPL 2026 દરમિયાન એવા અનેક નવા કીર્તિમાનો સર્જાયા, જેણે લીગના 18 વર્ષના ઇતિહાસને પાછળ છોડી દીધો છે. સમગ્ર…

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ક્યારે? IPL બાદ BCCIના સંકેતથી વધી અટકળો

15 વર્ષની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર યુવા બેટ્સમેન માટે ભારતીય ટીમના દરવાજા ખુલવાના સંકેત એસવીએન,મુંબઈ:IPL 2026માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાના દાવેદારોમાં સામેલ થઈ ગયો છે. સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર આ યુવા બેટ્સમેનને ભારતીય ટીમમાં તક આપવાની માંગ જોર પકડી રહી…

કિંગ કોહલીના કોહરામમાં ગુજરાત ટાઈટન્સ કચડાયું, આરસીબીએ પાંચ વિકેટે વિજય મેળવી સતત બીજું ટાઈટલ જીત્યું

ગુજરાતના આઠ વિકેટે 155 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ હૈદ્રાબાદે 18 ઓવરમાં પાંચ વિકેટે 161 રન બનાવીને વિજય મેળવ્યો અમદાવાદ ક્રિકેટ કિંગ વિરાટ કોહલીના આક્રમક 42 બોલમાં નવી બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથના શાનદાર 75 રન અને બોલર્સની વેધક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સ સામે પાંચ વિકેટે વિજય મેળવીને…

ચોરવાડનાં ખેત મજૂરની પુત્રી કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સની 4×100 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો

સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા એક વર્ષ ડ્રોપ લઈને તનતોડ મહેનત કરી અને તેની મહેનત રંગ લાવી, હોંગકોંગમાં યોજાયેલી સ્પર્ધામાં 4×100 મીટર રિલેમાં ભારતને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આપ્યું મહત્વપૂર્ણ યોગદાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા ગાંધીનગર ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર…