એક યુગનો અંત! મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાં ખેલાડી તરીકે નિવૃત્ત, હવે CSKના ‘મેન્ટર’ બની નવી જવાબદારી સંભાળશે

17 નવેમ્બર 2026એ રિટેન્શન ડેડલાઇનના દિવસે CSKનો મોટો નિર્ણય; IPL 2027થી ‘થાલા’ પીળી જર્સીમાં જ જોવા મળશે , પાંચ IPL ટાઇટલ અને 10 ફાઇનલ સુધી પહોંચાડનાર દિગ્ગજ કેપ્ટન હવે માર્ગદર્શકની ભૂમિકામાં અમદાવાદ ક્રિકેટ જગતમાં એક યુગનો અંત આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડનાર અને કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલમાં…

હીરામણિ સ્કૂલનો શાનદાર વિજય: S.M.Y. શાહપુર ટ્યુટોરીયલ હાઈસ્કૂલને એક ઈનિંગ્સ અને 294 રનથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ

દિવાન બલ્લુભાઈ કપ અન્ડર-19 મલ્ટી-ડે સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલના બોલરો અને બેટ્સમેનોનું દમદાર પ્રદર્શન; જૈનિલ પટેલ અને હસ્ત પટેલની સદી અમદાવાદ: દિવાન બલ્લુભાઈ કપ અન્ડર-19 (મલ્ટી-ડે) સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે શાનદાર દેખાવ કરીને સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. તા. 12 અને 13 નવેમ્બર, 2026ના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હીરામણિ સ્કૂલે S.M.Y….

ADC બેંક અંડર-19 સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રીજી વિદ્યાલય અને શ્રી વિદ્યાનગર સ્કૂલનો દમદાર વિજય

શ્રીજી વિદ્યાલયે વિજયનગર એજ્યુકેશન સોસાયટીને 211 રનથી હરાવી; શ્રી વિદ્યાનગર સ્કૂલે અંકુર સ્કૂલ સામે 3 વિકેટે મેળવી જીત અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત ADC બેંક અંડર-19 વન-ડે સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 નવેમ્બરના રોજ રમાયેલી બે મેચમાં શ્રીજી વિદ્યાલય અને શ્રી વિદ્યાનગર સ્કૂલે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. શ્રીજી વિદ્યાલયનો 211…

9 કિલો વજન સાથે પાંચ મિનિટમાં 750 સ્કિપ્સ! અમદાવાદની બોક્સર કાવ્યા જોશીનો વર્લ્ડ રેકોર્ડ

18મા જન્મદિવસે અનોખી સિદ્ધિ હાંસલ કરી; રોપ સ્કિપિંગની 25 અલગ-અલગ શૈલીઓનું કર્યું પ્રદર્શન, છ મહિનાની સઘન તૈયારી અને પગની ગંભીર ઈજાને માત આપીને સફળતા હાંસલ કરી અમદાવાદ દૃઢ મનોબળ, સખત પરિશ્રમ અને અડગ સંકલ્પ હોય તો કોઈપણ પડકારને પાર કરી શકાય છે, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ અમદાવાદની યુવા નેશનલ લેવલની બોક્સર કાવ્યા હિતેશ જોશીએ પૂરું પાડ્યું…

રજત પાટીદારે વનડે ટીમમાંથી નામ પાછું ખેંચ્યું, આયુષ બદોનીને મળી તક; જુઓ ભારતની અપડેટેડ ટીમ

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન રજત પાટીદાર ઈજાના કારણે તાજેતરમાં 50 ઓવરના ફોર્મેટમાંથી બહાર થઈ ગયો છે. તેણે પોતાની ફિટનેસ અને રિકવરી પર ધ્યાન આપવા માટે પસંદગીકારોને પોતાનો દાવો ન કરવા વિનંતી કરી હતી, ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા ખેલાડી આયુષ બદોનીને ‘રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ’ માટે ભારત A…

વરસાદના વિઘ્ન વચ્ચે ભારતનો રોમાંચક વિજય! DLS નિયમથી ન્યૂઝીલેન્ડને 4 રને હરાવ્યું, શ્રેણીમાં 2-0ની સરસાઈ

વેલિંગ્ટનમાં બીજી વનડેમાં ભારતીય ટીમે જીતનો સિલસિલો જાળવ્યો; 135 રનના લક્ષ્યાંક સામે 26 ઓવરમાં 113/7નો સ્કોર, કેએલ રાહુલની અણનમ 26 રનની ઇનિંગ્સ વેલિંગ્ટન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે વરસાદી વિઘ્ન વચ્ચે ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) નિયમના આધારે 4 રને રોમાંચક વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ ટીમ…

ADC બેંક U-19 સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો દમદાર વિજય

સંત કબીર સ્કૂલને 79 રનથી હરાવી હીરામણિ સ્કૂલે નોંધાવી શાનદાર જીત; ક્રિષ્ના તિવારીની અડધી સદી અને નીલ પુરાનીનું ઓલરાઉન્ડ પ્રદર્શન અમદાવાદ: ADC બેંક અંડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટ–2026માં હીરામણિ સ્કૂલે શાનદાર રમતનું પ્રદર્શન કરીને સંત કબીર સ્કૂલ સામે 79 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. તા. 6 નવેમ્બર, 2026ના રોજ પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ ખાતે રમાયેલી આ મેચમાં…

સાધનોની મર્યાદા વચ્ચે ગુજરાતની કલ્પનાબેન ચૌર્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી, ભારતની બ્લાઇન્ડ મહિલા ટીમમાં સ્થાન

દૃષ્ટિની ક્ષમતા ન હોવા છતાં ક્રિકેટ પ્રત્યેનો અદમ્ય જુસ્સો : વિશ્વવિજેતા ભારતીય ટીમમાં ગુજરાતની દીકરીની પસંદગી, 2થી 8 ડિસેમ્બર દરમિયાન નેપાળ સામે રમશે પાંચ ટી-20 મેચની શ્રેણી ગુજરાતની એક સામાન્ય પરિવારમાંથી આવતી અને મર્યાદિત સંસાધનો વચ્ચે ક્રિકેટમાં આગળ વધવાની હિંમત ધરાવતી કલ્પનાબેન ચૌર્યાએ પોતાની પ્રતિભા અને સંઘર્ષના બળે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવ્યું છે. ભારતની મહિલા…

ચોથી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ ઉપસ્થિત રહેશે

વિજયપુરાની સૈનિક સ્કૂલ બીજાપુર ખાતે 7 નવેમ્બરે યોજાશે સમાપન સમારોહ; દેશની 43 સૈનિક સ્કૂલના 544 કેડેટ્સે આ પાંચ દિવસીય રાષ્ટ્રીય રમતોત્સવમાં લીધો ભાગ અમદાવાદ/વિજયપુરા: કર્ણાટકના વિજયપુરા સ્થિત સૈનિક સ્કૂલ બીજાપુર ખાતે આયોજિત ચોથી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ નેશનલ ગેમ્સ-2026નો સમાપન સમારોહ 7 નવેમ્બર, 2026ના રોજ યોજાશે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ વિશેષ ઉપસ્થિતિ…

ફૂટબોલની નવી પેઢીની પ્રતિભાઓની ઓળખ માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનની પહેલ

— પરિમલ નથવાણી ગુજરાતમાં ફૂટબોલના વિશ્લેષણ અને ખેલાડીઓની પ્રતિભા શોધવાની પ્રક્રિયાને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલા રૂપે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)એ ગુજરાત સુપર લીગ (GSL)ની ત્રીજી સિઝન દરમિયાન ડેટા-આધારિત સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સ પહેલ શરૂ કરી. જર્મની સ્થિત બૉશ-ઈવૉકો સ્પોર્ટ્સ ઈન્ટલિજન્સ  (Bosch-Evoco Sports Intelligence) ના સહયોગથી અમલમાં મુકાયેલી આ પહેલમાં ઉચ્ચ ચોકસાઈ ધરાવતું વિડિયો એનાલિટિક્સ,…

સિનિયર મેન્સ ફૂટબોલ ક્વોલિફાયરમાં વંડર્સ એફસી અને કીક જેક એફસીનો ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ

વંડર્સ એફસી ગ્રુપમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને, કીક જેક એફસીએ એસએજી એફએને 4-1થી હરાવી બીજું સ્થાન મેળવ્યું; 22 નવેમ્બરથી ફાઇનલ રાઉન્ડનો પ્રારંભ અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ ક્લબ ચેમ્પિયનશિપ-2026ની અંતિમ લીગ મેચો પૂર્ણ થતાં ફાઇનલ રાઉન્ડમાં સ્થાન મેળવનારી બંને ટીમો નક્કી થઈ ગઈ છે. અંતિમ દિવસે રમાયેલી…

ગુજરાતનો કેરળ સામે શાનદાર વિજય: એક ઇનિંગ્સ અને 64 રનથી હરાવ્યું, ઉર્વિલ પટેલની અણનમ 210 રનની ધમાકેદાર ઇનિંગ્સ

ગુજરાતે પ્રથમ દાવમાં 534/9 રન બનાવી દાવ ડિકલેર કર્યો; કેરળ પ્રથમ દાવમાં 279 અને ફોલોઓન બાદ બીજા દાવમાં 191 રનમાં ઓલઆઉટ, ઉર્વિલ પટેલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ અમદાવાદ ગુજરાતની ક્રિકેટ ટીમે કેરળ સામેની ચાર દિવસીય ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને એક ઇનિંગ્સ અને 64 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. ગુજરાતની જીતમાં વિકેટકીપર બેટર ઉર્વિલ…

અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલની ખેલાડી દિવિજા પોલે WTT યુથ કન્ટેન્ડર ચેન્નાઈમાં U-13 સિંગલ્સનો ખિતાબ જીત્યો

આસામની દિવિજાએ સતત બીજી વખત WTT યુથ કન્ટેન્ડરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો; U-15 મિક્સ્ડ ડબલ્સમાં પણ સેમિફાઇનલ સુધી પહોંચીને પ્રતિભાનો પરચો આપ્યો અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલી યુવા ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે WTT યુથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026માં શાનદાર પ્રદર્શન કરીને અંડર-13 (U-13) સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 23થી 26 ઓક્ટોબર દરમિયાન…

વિરાટ કોહલીનો વનડે ક્રિકેટમાં ચેઝ કરતી વખતે સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ ; સચિન, કેલિસ અને જયસૂર્યા પાછળ છોડ્યા

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ૭૪ રનની શાનદાર ઇનિંગ રમીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, હવે તે ૮,૭૪૧ રન સાથે શીર્ષ સ્થાને પહોંચી ગયો છે નવી દિલ્હી ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં વિરાટ કોહલીએ ૭૪ રનની યાદગાર ઇનિંગ રમીને વનડે ક્રિકેટની બીજી ઇનિંગ (ચેઝ કરતી વખતે) સૌથી વધુ રન બનાવવાનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો…

WPL 2027નું શેડ્યૂલ જાહેર: વડોદરા અને મુંબઈમાં રમાશે મહિલા પ્રીમિયર લીગના મુકાબલા, 14 જાન્યુઆરીથી થશે પ્રારંભ

25 દિવસમાં 22 મેચ રમાશે; 7 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ફાઇનલ, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે પ્રથમ મુકાબલો નવી દિલ્હી: મહિલા ક્રિકેટની સૌથી લોકપ્રિય ટી-20 લીગ પૈકીની એક વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સિઝન એટલે કે WPL 2027નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટનો…

ગુજરાત સ્ટેટ ફૂટબોલની યૂથ લીગ ચેમ્પિયનશિપમાં 73 ટીમોનો રેકોર્ડબ્રેક ભાગીદારી સાથે જંગ

અમદાવાદ, આણંદ અને વડોદરામાં 29 મુકાબલા રમાયા; અંડર-13માં ARA FCનો 26-0થી ઐતિહાસિક વિજય, અંડર-15માં અમદાવાદ યુનાઇટેડ 15-0થી જીત્યું અમદાવાદ: ગુજરાતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાના હેતુથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓનો દોર યથાવત્…

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં બે મોટા ફેરફાર નક્કી

વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડે શ્રેણીની સરખામણીએ ઓકલેન્ડમાં રમાનારી આ પહેલી વનડેમાં બે મહત્વના બદલાવ જોવા મળી શકે છે. મિડલ ઓર્ડરમાં રુતુરાજ ગાયકવાડના સ્થાને નિયમિત વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. જ્યારે ફાસ્ટ બોલિંગ આક્રમણમાં ગુરનૂર બરારના સ્થાને ડાબોડી યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને પ્લેઈંગ 11માં તક મળવાની પૂરી સંભાવના છે….

વેસ્ટર્ન એશિયન જુનિયર-યુથ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: તમામ 14 ગોલ્ડ મેડલ પર કબજો

અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; વિવિધ વયજૂથોમાં ભારતીય ચેસબાજોએ લહેરાવ્યો વિજયધ્વજ અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે તમામ 14 ગોલ્ડ મેડલ જીતીને…

ઈશાન કિશને રચ્યો ઈતિહાસ: એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બન્યો, સૂર્યાનો રેકોર્ડ તોડ્યો

હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે 32 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી; વર્ષ 2026માં 37 મેચોમાં 1220 રન બનાવી વિશ્વ સ્તરે ચોથા ક્રમે પહોંચ્યો હેમિલ્ટન: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાયેલી પાંચમી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર ઈશાન કિશને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઈશાને મેચ દરમિયાન ધમાકેદાર બેટિંગ કરતાં એક…

દેવ ભટ્ટે બોયઝ અંડર-13 ફાઇનલમાં મલેશિયાના ખેલાડીને 3-1થી હરાવ્યો; અંડર-11માં રેહાંશ સિંઘવી સેમિફાઇનલ સુધી પહોંચ્યો

ગાંધીધામ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ચેન્નાઈ ખાતે 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ ભટ્ટે બોયઝ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. જ્યારે કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ બોયઝ અંડર-11…