નેશનલ ગેમ્સ : વૈદેહી ચૌધરી ચેમ્પીયન

ગોવા ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સની ટેનિસ ઇવેન્ટમાં ગુજરાતની વૈદેહી ચૌધરી ફાઇનલમાં તેલંગનાની રશ્મીકાṝશ્રીવલ્લીને ૭-૫, ૭-૬(૩) થી પરાજય આપી ચેમ્પીયન બની છે. આમ ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગુજરાતી ખેલાડી વૈદેહી ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ટેનિસમાં ગુજરાત માટેશાનદાર પ્રદર્શન કરી રહી છે અનેતેણે રાજ્ય માટે ઘણી સફળતા હાંસલ કરી છે. આ વખતે ગોવામાં પણ…

યુવા કબડ્ડી સિરીઝ મોનસૂન એડિશન 2023માં પ્રભાવિત કરનાર ટોપ-5 યુવા ભારતીય સ્ટાર્સ

નવી દિલ્હી CARS24 યુવા કબડ્ડી સિરીઝ મોનસૂન એડિશન 2023 માં ભારતની કેટલીક સૌથી આશાસ્પદ કબડ્ડી પ્રતિભાઓ જોવા મળી હતી, જેણે ઓવર-ધ-ટોપ એક્શન આપી હતી જેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મદુરાઈમાં આયોજિત, ક્રાંતિકારી કબડ્ડી ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે રમાયેલી કુલ 132 મેચોમાં 300 થી વધુ ખેલાડીઓએ રોમાંચક પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની ઉત્તેજક…

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – અમદાવાદ મેડિકલ એસોસિએશનનું વિદ્યાર્થી સતર્કતા અભિયાન શરૂ

“વિદ્યાર્થી સતર્કતા અભિયાન” હેઠળ શાળા કક્ષાએ લગભગ પાંચ લાખ બાળકોને જીવન જરુરી બાબતોની તાલીમ આપવામાં આવશે શાળા કક્ષાએથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રક્તદાન, અંગદાન, થેલેસેમિયા, એનીમિયા, રોડ સેફટી નિયમો અને બેન્કિંગ અંગે બેઝિક તાલીમ મેળવે તે આ અભિયાનનો આશય છે અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત તથા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”નો અમદાવાદથી શુભારંભ…

મહાદેવ એપ કૌભાંડમાં મારે કોઈ લેવા દેવા નથીઃ બધેલ

ભાજપ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે પણ છત્તીસગઢમાં કોંગ્રેસનો મુકાબલો કરી શકે તેમ નથીઃ કોંગ્રેસનો પડકાર રાયપુર છતીસગઢમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે એવામાં હાલ રાજનીતિએ જોર પકડ્યું છે. ભાજપે રાજ્યના સીએમ પર 508 કરોડના કૌભાંડના આરોપ લગાવ્યા હતા.  ભાજપે આરોપ કર્યો કે મની લોન્ડરિંગના મામલે મહાદેવ એપના પ્રમોટરે ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા લાંચ…

રશિયાએ ભારતીય શિપયાર્ડમાંથી 24 માલવાહક જહાજોનો ઓર્ડર આપતા યુએસની ચિંતા વધી

ગોવા શિપયાર્ડ લિમિટેડ અને રશિયન નિકાસ કેન્દ્ર વચ્ચે સહકારની જાહેરાત કરવામાં આવી નવી દિલ્હી રશિયા અને ભારત વચ્ચે કાચા તેલની ડીલ ભારતીય રૂપિયામાં થાય છે. રશિયાએ ભારતને કરોડો બૈરલ કાચું તેલ વેચ્યું છે માટે એવો અંદાજો લગાવી શકાય છે કે રશિયા પાસે ભારતીય રૂપિયાનો અઢળક સંગ્રહ હોય શકે છે. આ ભારતીય રૂપિયાના ખજાનાને ખર્ચવા માટે…

બલૂચિસ્તાનના ગ્વાદરમાં દળોના વાહનો પર આતંકી હુમલામાં 14 સૈનિકોના મોત

વાહનોનો કાફલો ગ્વાદર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બે વાહનો આતંકીઓની ચપેટમાં આવ્યા ઈસ્લામાબાદ બલૂચિસ્તાનના ગ્વાદરમાં સુરક્ષાદળોના વાહનો પર આતંકીઓએ કરેલા હુમલામાં 14 સૈનિકોના મોત થયા છે. પાકિસ્તાનની સેનાએ આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, સુરક્ષા દળોના વાહનો પર આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. વાહનોનો કાફલો ગ્વાદર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો…

કેન વિલિયમ્સનના ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન

કેન વિલિયમ્સને વન-ડે વર્લ્ડ કપની 25 મેચની 24 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી નવી દિલ્હી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપ2023ની 35 મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડ ટીમમાં તેના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સનની વાપસી થઇ છે. બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયા બાદ તે સતત 4 મેચ રમી શક્યો ન હતો. પરંતુ પાકિસ્તાન સામે ટીમમાં પરત…

પ્રદૂષણની સમસ્યા ભારત જ નહીં ચીન માટે પણ સમસ્યા

ચીનમાં હવે બિજિંગ સહિત તેની આસપાસના વિસ્તારોમાં સર્જાઈ, લાખો લોકો પ્રદૂષણના કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીનો પ્રદૂષણના કારણે શ્વાસ રુંધાઈ રહ્યો છે. જોકે પ્રદુષણની સમસ્યા માત્ર ભારતને જ નહીં પણ ચીનને પણ હેરાન કરી રહી છે. ભારતમાં તો મુંબઈની હવાની ગુણવત્તા પણ બગડી છે. આ જ સ્થિતિ ચીનમાં…

ઈઝરાયેલે ગાઝામાંથી આવેલા હજ્જારો કર્મચારીઓને પાછા મોકલી દીધા

કેટલાક કામદારો સાત ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલા વખતે સીલ કરાયેલી બોર્ડર ક્રોસ કરતા જોવા મળ્યા હતા તેલ અવીવ હમાસ સાથે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી આવીને ઈઝરાયેલમાં કામ કરતા હજારો કર્મચારીઓને પાછા મોકલી દીધા છે.  પેલેસ્ટાઈનના અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે કેટલાક કામદારો સાત ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલ પર હમાસે કરેલા હુમલા…

ઈઝરાયેલ તાત્કાલિક છોડવા હોન્ડારૂસનો રાજદ્વારીઓને આદેશ

ગાઝામાં માનવીય કોરીડોર સ્થાપવાની હોન્ડારૂસની માગ ઈઝરાયેલ ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં હવે ઈઝરાયલની મુશ્કેલી વધતી જઈ રહી છે. એક પછી એક અનેક દેશો ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધોનો અંત લાવી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક દેશ ઉમેરાયું છે. જેનું નામ છે હોન્ડુરાસ. અહીંના વિદેશમંત્રી એનરિક રીનાએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનના નાગરિકોની વસતીની ગંભીર…

હિમાલય વિસ્તારમાં ગમે તે સમયે મોટા ભૂકંપની વૈજ્ઞાનિકોની આગાહી

હિમાલય પર દબાણથી અનેક ભૂકંપની શક્યતા સર્જાઈ રહી છે, આગામી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આઠથી વધુ હોવાની સંભાવના નવી દિલ્હી નેપાળમાં ગઈકાલે રાતે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં જોવા મળી હતી, ત્યારે હવે વૈજ્ઞાનિકોએ ટુંક…

રચિન રવીન્દ્રની વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સદી

રચિનના નામે વન-ડે વર્લ્ડ કપ 2023માં ત્રણ સદી, વન-ડે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન નવી દિલ્હી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપ2023ની 35મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવીન્દ્રે સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડ માટે તે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર…

પીએમ અને તેમની પાર્ટીએ ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ શરૂ કર્યોઃ કોંગ્રસ

કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી નવી દિલ્હી કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર લાગેલા આરોપો પર સરકારની ઝાટકણી કાઢી છે. છત્તીસગઢમાં ચૂંટણી ટાણે મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા….

ઈઝરાયેલનો હમાસના રાજકીય પ્રમુખ ઈસ્માઈલ હનાયાના ઘર પર મિસાઈલ હુમલો

હનાયા આ હુમલા સમયે ઘરમાં હાજર હતો કે નહીં તેની પુષ્ટી થઈ શકી નથી જેરૂસલેમ હમાસ સાથે સંકળાયેલા અલ અક્શા રેડિયોએ જણાવ્યું કે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના ડ્રોને શનિવારે ગાઝામાં આતંકી સંગઠન હમાસના રાજકીય પ્રમુખ ઈસ્માઈલ હનાયાના ઘર પર મિસાઈલ હુમલો કર્યો હતો. માહિતી અનુસાર હનાયા આ હુમલા સમયે ઘરમાં હાજર હતો કે નહીં તેની પુષ્ટી…

મુકેશ અંબાણીને ધમકી આપનારા 19 વર્ષના યુવકની તેલંગણાથી ધરપકડ

આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ, 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો મુંબઈ બિઝનેસમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલવાના આરોપમાં મુંબઈની ગામદેવી પોલીસે આજે તેલંગાણાના એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની આજે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો…

કેનેડાએ જ ભારત સાથે સબંધ ખરાબ કર્યા, તેનેજ વધુ નુકશાનઃ પીયુષ ગોયેલ

કેનેડા સાથે અમે કોઈ વાતચીત નથી રોકી, તેમણે રોકી છે, ત્યાં કેટલોક ભ્રમ છે લોકો પર અને તેમના નેતાઓમાં નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે કેટલાય મહિનાથી તણાવની સ્થિતિ યથાવત છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ બંને દેશોના સબંધો ખરાબ થયા છે. ભારત સરકારે…

2004-05થી 14-15ના અગિયાર વર્ષમાં રાજકીય પક્ષોની આવકના 69 ટકા હિસ્સો અજાણ્યા સ્ત્રોતનો

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી, ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરવામાં આવી તે પહેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના ભંડોળના સ્ત્રોતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું નવી દિલ્હી રાજકીય પક્ષોને મળતા દાનને લઈને ફરી એક વખત ચર્ચા શરુ થઇ ગઈ છે. હકીકતે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતું દાન અજાણ્યા સ્ત્રોતમાં ગણવામાં આવે છે એટલે કે દાન આપનારની જાણકારી જાહેર…

ઊતાવળના ચક્કરમાં ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યુઃ ડૉ. સોમનાથ

ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર એક આરોપ મૂક્યો છે કે સિવાને તેમના ઈસરો પ્રમુખ બનવામાં અવરોધ પેદા કર્યો હતો નવી દિલ્હી ઈસરો અંગે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ અહેવાલ દક્ષિણ ભારતના મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યા. જેમાં દાવો કરાયો છે કે ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર…

મિક્સ્ડ માર્શલ આર્ટ કોમ્પિટિશનની તૈયારીમાં માર્ક ઝુકરબર્ગને ઘૂંટણમાં ઈજા

ટ્રેનિંગ દરમિયાન એસીએલ તૂટી ગઈ, તેના રિપ્લેસમેન્ટ માટે સર્જરી કરાવી વોશિંગ્ટન મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની ગઈ કાલે સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં જ મિક્સ્ડ માર્શલ આર્ટ કોમ્પિટિશનની તૈયારી દરમિયાન તેમના ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોમાં તેઓ હોસ્પિટલમાં બેડ પર સૂતેલા નજર આવી રહ્યા છે. તેમના ડાબા પગમાં પટ્ટી બાંધવામાં…