યમનમાં કેરળની નર્સને હત્યાના આરોપમાં મોતની સજા

નિમિષા પ્રિયા નામની નર્સ પર આરોપ છે કે તેણે યમનની એક વ્યક્તિને નશીલા ઈન્જેક્શન આપીને તેની હત્યા કરી હતી નવી દિલ્હી વિદેશમાં વસતા ભારતીયો કોઈ ગંભીર કેસમાં ફસાઈ જાય ત્યારે તેમની હાલત ખરેખર ખરાબ થઈ જાય છે. હજુ થોડા દિવસો અગાઉ જ કતારની એક કોર્ટે ભારતીય નેવીના 9 ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સુનાવી છે જેમને…

સાઉથ-વેસ્ટ લંડનમાં સ્ટ્રીટ ફાઈટ દરમિયાન 17 વર્ષીય છોકરાની હત્યા

સ્ટ્રીટ ફાઈટ વણસી ગઈ હતી અને 17 વર્ષના શીખ છોકરા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતાં મોત થયું લંડન વિદેશમાં ભારતીયોની હત્યાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. ભારતીયો પર ઘાતકી હુમલા થયા હોય એવું પણ બન્યું છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં ભારતીયો પર હુમલાની ઘટના બનતી રહે છે. હાલમાં જ લંડનથી આવી ઘટના સામે આવી છે….

મેચ શક્ય ન બને તો સૌથી વધુ પોઈન્ટ વાળી ટીમને વિજેતા જાહેર કરાશે

મેચ માટે રિઝર્વ ડે રખાયો છે છતાં જો એ દિવસે પણ મેચ શખ્ય ન બને તો અંતિમ નિર્ણય પોઈન્ટના આધારે લેવામાં આવશે અમદાવાદ  આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના અંતિમ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તૈયારીમાં કોઈ ભૂલ ન થાય તે…

રોહિતની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થઈ ત્યારે કીટ ઘરે ભૂલી આવ્યો હતો

યંગસ્ટરને ઓસ્ટ્રેલિયા જેવી શાનદાર ટીમ સામે રમવાની તક મળી અને તેણે આવી રીતે ગુમાવી દીધી હતી અમદાવાદ રોહિત શર્મા એક ક્રિકેટર તરીકે નાનપણથી જ મહેનત કરી રહ્યો હતો. તે 17 વર્ષનો હતો ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમવા માટેની તેને તક મળી હતી. જેમાં 14 ખેલાડીઓની ટીમ પસંદ થઈ હતી એમાનું એક નામ રોહિતનું પણ હતું….

આઈસીસીની 21મીની અમદાવાદની બેઠકમાં આવકની વહેંચણીના નિર્ણય લેવાશે

2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી ક્રિકેટની ઈવેન્ટ અંગે તેમજ શ્રીલંકન બોર્ડના સસ્પેન્શન અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે અમદાવાદ અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલના બે દિવસ પછી તારીખ 21મી નવેમ્બરે આઇસીસીની બોર્ડ મિટિંગ યોજાશે, જેમાં 2024થી 2027 સુધી આઇસીસીની આવકની વહેંચણીની ફોર્મ્યુલા અંગે નિર્ણય લેવાશે તેમ મનાય છે. આ ઉપરાંત 2028ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં યોજાનારી…

રિચર્ડ કેટલબરો ભારત માટે પનોતી અમ્પાયર, હંમેશા ભારત હાર્યું

વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને ટી-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં કેટલબરોએ અમ્પાયરિંગ કર્યું ત્યારે બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો અમદાવાદ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ…

સ્ટેડિયમની અંદર-બહાર ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવાશે

સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનો તૈનાત, મેચ બાદ વિજય સરઘસોની સંભાવનાને લઈને શહેરમાં ચાંપતી સુરક્ષા અમદાવાદ અમદાવાદ માટે આવતો રવિવાર યાદગાર બની રહેવાનો છે. વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર – બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા…

માર્સેલિનો ભૂતપૂર્વ સાઈડ વિલરરિયલ સીએફ સાથે લાલીગામાં પાછો ફર્યો

અસ્તુરિયસમાં જન્મેલા મેનેજર વેલેન્સિયા CF, એથ્લેટિક ક્લબ અને ફ્રેન્ચ બાજુ ઓલિમ્પિક માર્સેલીમાં સ્પેલ પછી 2012-2016 વચ્ચે કોચ કરેલા ક્લબમાં પાછા ફરે છે. માર્સેલિનો ગાર્સિયા ટોરલ ભૂતપૂર્વ સાઇડ વિલારિયલ CF સાથે LALIGA EA સ્પોર્ટ્સ ડગઆઉટ્સમાં પાછો ફર્યો છે. 58-વર્ષીય એસ્ટાડિયો ડે લા સેરેમિકામાં પાછો ફર્યો જ્યાં તેણે એક દાયકા કે તેથી વધુ સમય પહેલા અત્યંત સફળ…

બેન્કોની 4થી 11 ડિસેમ્બર સુધી પડતર માગણીઓને લઈને હડતાળ

બેન્કમાં હડતાળનું મુખ્ય કારણ બેન્કમાં પૂરતા સ્ટાફની માંગ છે નવી દિલ્હીડિસેમ્બર મહિનામાં હડતાલના કારણે બેન્કના કામ ઘણા દિવસ માટે બંધ રહી શકે છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇ એસોસિએશન (એઆઈબીઈએ) દ્વારા આ બાબત પર નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. એઆઈબીઈએ દ્વારા ડિસેમ્બર 2023માં બેન્કોમાં અલગ અલગ તારીખો પર હડતાલ જાહેર કરવામાં આવી છે. પીટીઆઈ મુજબ આ…

રાંધેજા-પેથાપુર હાઈવે પર કાર ચાલકે સ્યીયરિંગનો કાબૂ ગુમાવતા અકસ્માતમાં પાંચનાં મોત

6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા, મૂવી જોઈને પેથાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો ગાંધીનગરગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઈવ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત…

સ્પર્ધામાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમ પ્રવાસી ટીમ પર ભારે પડશે

આંકડાકીય દ્રષ્ટીએ ભારતીય ટીમનું ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ફીનલમાં પલડું ભારે લાગે છે નવી દિલ્હીભારતે 8 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી ભારત એક પણ મેચ હારી નથી. હવે 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ મેચ આ બંને ટીમ ટક્કરાશે. એક તરફ ઓસ્ટ્રેલિયા છે જેને 5 વખત વર્લ્ડ કપ જીત્યો…

ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે મોદી-શાહ અમદાવાદ આવશે

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલાયું છે અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચનો મુકાબલો થવાનો છે. આ રોમાંચક મહામુકાબલો જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અમદાવાદ આવવાના છે, ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ…

બેંકની ભૂલથી ગ્રાહકોના ખાતામાં 820 કરોડ જમા થઈ ગયા

આ રકમ ટેકનિકલ ફોલ્ટના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાં જમા થઈ છે, જેને પરત લેવાની કામગીરી જારી, 79 ટકા રકમ પરત આવી ગઈ નવી દિલ્હીદેશની સરકારી યુકો બેંકના ગ્રાહકોના એકાઉન્ટમાં નાણાંનો વરસાદ થઈ ગયો છે, જોકે બેંકની ભુલને કારણે લગભગ 820 કરોડ રૂપિયા જમા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બેંકે જણાવ્યું કે, આ રકમ ટેકનિકલ ફોલ્ટના…

રાજસ્થાનમાં સાત ઉમેદવારોને બે-બે પત્ની, સોગંદનામામાં ખુલાસો

કેટલાક એવા ઉમેદવારો પણ છે, જેમને 5થી વધુ સંતાનો છે, ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ દરાંગીને 7 સંતાન છે જેસલમેરરાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો અને પોતાનો દબદબો ઊંચે લઈ જવા તમામ ઉમેદવારો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો દિવસરાત મતદારોને રિઝવવા મથી રહ્યા છે, ત્યારે અહીં એફિડેવીટમાં કેટલીક રોચક વાતો પણ સામે આવી છે. મેવાડ-વાગડની…

સગીરોને એપ ડાઉનલોડ માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા કાયદાની માગ

મેટાના ગ્લોબલ હેડ ઓફ સિક્યુરિટી એન્ટિગોન ડેવિસે ગઈકાલે એક બ્લૉગ પોસ્ટમાં આ બાબતે કાયદાને સમર્થન કર્યું નવી દિલ્હી16 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા ડાઉનલોડ થતી એપ મામલે મેટા (ફેસબુક) નવી કાયદાકીય વાત સામે લાવ્યું છે. કંપનીએ એવા કાયદાની માંગ કરી છે, જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરોએ એપ ડાઉનલોડ કરવા માટે માતા-પિતાની ફરજીયાત મંજૂરીની…

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને પાક.નો રદીયો

આ આરોપો બાદ પાકિસ્તાને કહ્યું કે, અમે બંને દેશો વચ્ચે સંઘર્ષમાં તટસ્થ છીએ ઈસ્લામાબાદયુક્રેન અને રશિયાને હથિયારો વેચવા મામલે પાકિસ્તાન પર આરોપો લાગ્યા છે, ત્યારે આ મામલે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાને યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને રદીયો આપ્યો છે. પાકિસ્તાને ગઈકાલે કહ્યું કે, તેણે…

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગથી અફરાતફરી

આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે ભોપાલ/રાયપુરમધ્યપ્રદેશની 230 બેઠકો અને છત્તીસગઢની 70 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર…

પૂજન માટે જતી મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો

પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ, ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો નૂહહરિયાણાના નૂહમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. ગુરુવારે રાત્રે નૂહમાં ‘કુવા પૂજન’ માટે જઈ રહેલી કેટલીક મહિલાઓ પર એક મસ્જિદમાંથી કેટલાક અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે….

છઠ પૂજા માટે અમદાવાદથી 15 ફેસ્ટિવલ ટ્રેન દોડાવાશે

ટ્રેનોની 45 ટ્રીપ ચલાવાઈ રહી છે, પાંચ જોડી ટ્રેનોમાં 139 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા અમદાવાદહાલ પુરબહારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, ઉપરાંત મુસાફરો પણ પોતાના વતન અને ફરવા જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે, તો બીજીતરફ તહેવારના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પણ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોના…