ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા દબાણની નીતિ અપનાવાય છેઃ વકીલો

આ બાબત રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહી હોઈ આ કાર્યવાહીઓ ન્યાયિક પ્રક્રિયા પરના ભરોસા માટે ખતરો ઊભો કરે છે નવી દિલ્હી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ…

નિર્મલા સિતારમણ પાસે ચૂંટણી લડવા માટે ફંડ નથી

આંધ્રપ્રદેશ કે તમિલનાડુ, જીતવા અલગ અલગ માપદંડોનો પણ સવાલ છે  હું આ બધું કરવા સક્ષમ નથીઃ સિતારમણ નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ (બીજેપી) ના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ…

આઈપીએલમાં સૌથી વધુ રન સહિત અનેક રેકોર્ડ બન્યા

બંને તરફથી કુલ 4 ફિફ્ટી પણ ફટકારવામાં આવી હતી.બંને ઇનિંગ્સમાં કુલ 69 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હૈદ્રાબાદ આઈપીએલ 2024માં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમને 31 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સના નેતૃત્વમાં એસઆરએચની ટીમે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. ટીમે…

ભાગેડૂ નીરવ મોદીના લંડનના બંગલાને વેચવા કોર્ટની મંજૂરી

બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડથી ઓછી કિંમતમાં વેચી શકાશે નહીઃ લંડન હાઈકોર્ટનો આદેશ લંડન  કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ નીરવ મોદીનો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં આવેલો આલીશાન બંગલો વેચવાની મંજૂરી આપી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ માસ્ટર જેમ્સ બ્રાઈટવેલે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડ (લગભગ 55 કરોડ રૂપિયા)થી ઓછી કિંમતમાં વેચી શકાય નહીં. નીરવ…

કોંગ્રેસની આઠમી યાદીમાં ચાર રાજ્યોના 14 ઉમેદવાર જાહેર

ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ અપાઈ અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી નવી દિલ્હી કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં સૌથી ખાસ નામ યાદવેન્દ્ર સિંહનું છે, જેમને મધ્યપ્રદેશના ગુનાથી ટિકિટ આપવામાં આવી…

રોહિતે તેના પર હાવી થનારા હાર્દિકને બરોબરનો પાઠ ભણવ્યો

સનરાઇઝર્સ સામેની મેચ દરમિયાન રોહિત શર્માએ પોતાનો પાવર બતાવ્યો અને હાર્દિકને બાઉન્ડ્રી સુધી દોડાવ્યો હૈદ્રાબાદ આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પંડ્યા પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ઓર્ડર આપતો જોવા મળ્યો હતો. ફિલ્ડ પ્લેસમેન્ટના ભાગરૂપે રોહિતને હાર્દિકે બાઉન્ડ્રી પર જવાની સૂચના આપી હતી….

MDMKના નેતા એ.ગણેશમૂર્તિએ ટિકિટ ન મળતાં આત્મહત્યા કરી

થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવતા તેમની હાલત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઈરોડ તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કરી લીધોં હતોં. થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી…

બાલ્ટીમોર બ્રિજ યુએસનો બીજો, વિશ્વનો ત્રીજો સૌથી લાંબો પુલ

ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ બનાવવાનો ખર્ચ 110 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયા હતો, તે ચાર લેનનો પુલ છે બોલ્ટીમોર અમેરિકન રાજ્ય મેરીલેન્ડ હેઠળ આવતા બાલ્ટીમોર શહેરમાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક મોટું કન્ટેનર જહાજ ‘ડાલી’ શહેરના પ્રખ્યાત ‘ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ’ સાથે અથડાયું હતું. અથડામણને કારણે વાહનો અને લોકો પટાપસ્કો…

નાટોના બોમ્બમારાથી સર્બિયામાં હજુ તોળાતો કેન્સરનો ખતરો

અહીંના લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનતા હોઈ મૃત્યુદર વધી રહ્યાનો સર્બિયાના સ્વાસ્થ્યમંત્રીનો દાવો બેલગ્રેડ માનવજાતે યુધ્ધ લડવા માટે એટલા ખતરનાક હથિયારો બનાવ્યા છે કે, જંગ ખતમ થઈ ગયા પછી પણ દાયકાઓ સુધી તેની અસર વરતાતી હોય છે.  યુરોપના ટચૂકડા દેશ સર્બિયાની જ વાત કરીએ તો 1999માં નાટો દેશોએ અહીંયા બોમ્બમારો કર્યો હતો. સર્બિયાની સરકારનુ…

બે કોર્પોરેટરે રાજીનામા આપતાં ગાંધીનગર કોર્પો. કોંગ્રેસ મુક્ત

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા ગાંધીનગર એક સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા બે કોપોરેટરે રાજીનામું આપી દીધું છે.  આ સાથે જ ગાંધીનગરની કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. લોકસભાની ચૂંટણી…

અયોધ્યાની જેમ મથુરામાં પણ ઠાકુરજી આરામથી બિરાજશે

આ દેશ રઘુવરનો છે બાબરના પરિવારનો નથી, વ્રજના સાધુ-સંતો ભેગા મળીને ઠાકુરજીને બિરાજમાન કરશેઃ શાસ્ત્રી મથુરા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એક નિવેદન આપ્યુ છે. તેમણે મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીતે ઠાકુરજી પણ મથુરામાં આરામથી બિરાજશે. તેમણે…

અરૂણાચલમાં સીએમ સહિત 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે

આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભું જ નથી, કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી ઇટાનગર અરુણાચલ પ્રદેશમાં વોટિંગ પહેલા જ સીએમ પેમા ખાંડૂ સહિત ભાજપના 5 ઉમેદવારોની જીત લગભગ નક્કી થઈ ગઈ છે. જોકે, આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભુ જ નથી. કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી. અરુણાચલ પ્રદેશમાં 19…

દેશનાં સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડ્યું

ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ- હરિયાણાના પૂર્વ મંત્રીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને પક્ષને રામ-રામ કર્યા છે ત્યારે હવે દેશની સૌથી અમીર મહિલા…

મોદીની સુરક્ષામાં તૈનાત 3 ગાડીનાં રજિસ્ટ્રેશન નહીં વધે

એનજીટીએ વડાપ્રધાનની સુરક્ષાની 3 ગાડીઓ જરૂરી હોઈ તેનાં રજિસ્ટ્રેશન આગળ વધારવાની અરજી ફગાવી દીધી નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વપરાતી 3 ડીઝલ ગાડીઓનું રજિસ્ટ્રેશન આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે. વિશેષ સુરક્ષા સમૂહ (એસપીજી) એ એનજીટીની પાસે અરજી કરી હતી કે વડાપ્રધાનની સુરક્ષાના ખાસ હેતુથી આ 3 ગાડીઓ જરૂરી…

ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ અનેક પક્ષના સમીકરણ ખોરવ્યા

દેશમાં પ્રથમ લોકસભાની 1951-52ની ચૂંટણીમાં કુલ 37 અપક્ષ સાંસદો જીતીને લોકસભામાં પહોંચ્યા હતા નવી દિલ્હી દેશમાં એવા પણ ઉમેદવારો છે જે કોઈ પક્ષના મોહતાજ નથી. તેમની લોકપ્રિયતાને આધારે જ અપક્ષ ચૂંટણી લડીને જીતી જતા હોય છે. આ અપક્ષો કેટલાય રાજકીય પક્ષોના ચૂંટણી જીતીને સત્તા મેળવવાના મનસુબા પર પાણી ફેરવી દેતા હોય છે. આવો જાણીએ અપક્ષ…

શિવસેનાના સ્ટાર પ્રચારકોમાં મોદી અને અમિત શાહ સામેલ

મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી પાંચ તબક્કામાં ચૂંટણી મુંબઈ લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની કામગીરી સાથે સ્ટાર પ્રચારકની પણ યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે શિવસેનાએ પણ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. શિવસેનાની યાદીમાં કેટલાક એવા નામો છે, જેમણે આજ સુધી શિવસેના માટે…

સિતારમણની અઢી કરોડની સંપત્તી છતાં ચૂંટણી ફંડ નથી

ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું અંગત ફંડ નથી, મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છેઃ સિતારમણ નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી…

શહેરોમાં મજબૂત હોઈ વિપક્ષના નેતાઓ ભાજપ તરફ વળ્યા

કોંગ્રેસે જે રીતે આપ સાથે ઈન્ડિયા ગઠબંધનમાં રહેવાનો નિર્ણય કર્યો છે તેના કારણે તેની શક્યતાઓ નબળી પડી છે નવી દિલ્હી પંજાબમાં ભાજપને અત્યાર સુધી સત્તાની રેસમાંથી બહાર જ જોવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ તે ક્યારેય ચોંકાવનારી સફળતા પ્રાપ્ત નથી કરી શકી. તો પછી છેલ્લા બે દિવસોમાં જ્યારે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂથી લઈને…

કોલેસ્ટ્રોલની દવા લેનારા બેનાં મોત, 100થી વધુ હોસ્પિટલમાં

દર્દીઓ બીમાર પડવાની ઘટના બાદ પાંચ પ્રકારની દવાઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી, તપાસ જારી ટોક્યો જાપાનામાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટેની દવા જ હાર્ટના દર્દીઓ માટે આફત બનીને આવી છે. આ દવા લીધા બાદ બે લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. આ ઘટના બાદ દવા બનાવતી કંપની પર ઘણા…

નિજ્જરની હત્યાની ભારત સાથે તપાસ કરવા કેનેડા ઈચ્છુક

ટ્રુડોએ કહ્યું કે, કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકની હત્યાની ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો ખરાબ કરી નાંખ્યા છે. આટલા સમય બાદ પણ ટ્રુડો આ હત્યામાં ભારતનો હાથ હોવાના પૂરાવા નથી આપી શક્યા પણ તેમણે આ…