હિંદુસ્તાન પેન્સિલ્સની 65 વર્ષે પણ નવીનીકરણ સાથે આગેકૂચ

Spread the love

ભારતના બે તૃતીયાંશ શિક્ષિત જનતાએ ક્યારેક ને ક્યારેક અપ્સરા અને નટરાજની પેન્સિલો અને અન્ય ઉત્પાદનોનો વપરાશ કર્યો જ હશે

અમદાવાદ
ઘરે ઘરે ઉપયોગમાં લેવાતી સુપ્રસિદ્ધ અપ્સરા અને નટરાજ બ્રાન્ડ્સ વાળી હિન્દુસ્તાન પેન્સિલ, સ્ટેશનરી ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠ કંપની છે. 65 વર્ષોમાં આ અદભુત પ્રવાસમાં આ કંપની એમના ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ સ્ટેશનરી આપે છે. અને સમયની માંગને ધ્યાનમાં રાખીને નવા ઉત્પાદનો શોધીને બનાવવા માટે પ્રખ્યાત છે. 1958 માં સ્થાપિત હિન્દુસ્તાન પેન્સિલ પોતાના સાડા છ દાયકાથી સૌથી ઉચ્ચગુણવત્તા વાળા ઉત્પાદનો આપવા માટે ખૂબ જ પ્રતિબધ્ધતાની સાથે કામ કરતું આવ્યું છે ભારતના બે તૃતીયાંશ શિક્ષિત જનતાએ ક્યારેક ને ક્યારેક અપ્સરા અને નટરાજની પેન્સિલો અને અન્ય ઉત્પાદનોનો વપરાશ કર્યો જ હશે. નટરાજ અને અપ્સરા બંને બ્રાન્ડ્સ તેજીથી બદલાતા ગ્રાહકોની જરૂરિયાતો પર હંમેશા નજર રાખે છે. અપ્સરાની ઇકોફ્રેન્ડલી પહેલ, જેમકે સોયાબીન તેલમાંથી બનેલી અપ્સરા સોયાફન ક્રેયોન્સ, પર્યાવરણ પ્રત્યે જાગૃતાનું એક ઉદાહરણ છે. અપ્સરાની ડિઝની પેન્સિલ શ્રેણી યુવા વિદ્યાર્થીઓ અને ડિઝની ઉત્સાહીઓમાં એક ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે. નટરાજનીનટરાજ ફ્લુરો પેન્સિલ અને જેલિક્સ જેલ પેન જેવા ઉત્પાદનો વિદ્યાર્થીઓથી લઈને વ્યવસાયિક જરૂરિયાતોને પૂરા કરે છે. બંને ઉત્પાદનો ગુણવત્તા થી ભરપૂર છે.
નટરાજના ડાબા હાથના શાર્પનર ડાબા હાથની વ્યક્તિની વિશિષ્ટ જરૂરિયાતોને પુરા કરે છે.
હિન્દુસ્તાન પેન્સિલના પ્રમુખ પ્રદિપ ઉઘાડે એ જણાવ્યું હતું કે, છેલ્લા 65 વર્ષોથી હિન્દુસ્તાન પેન્સિલ ગ્રાહકોના જીવનનો અભિન્ન ભાગ છે. અને અમે અમારા ગ્રાહકોને અમારા હૃદય સ્થાન પર રાખીને જ કામ કરીએ છીએ. અમારી સફળતા અને દીર્ઘઆયુનો રાજ સતત નવીનીકરણ અને ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદનો છે. ગ્રાહકોની સંતૃષ્ટિના પ્રતિ અમે સદૈવ સમર્પિત રહીએ છીએ. અમને અમારી સિધ્ધિઓ પર ગર્વ છે. આગામી વર્ષોમાં અમે અમારા ગ્રાહકોને હજુ સારા ગુણવત્તાવાળા સ્ટેશનરી આપવાનો પ્રયાસ કરીશું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *