
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધો.3 માં અભ્યાસ કરતી શાહ પ્રિશાએ ખેલમહાકુંભ અન્ડર-14 24 થી 26 વજન ગ્રુપમાં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા 21-12-25 ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ 19 મી રાજ્ય કક્ષાની શીતો-રિયું કરાટે ચેમ્પિયનશિપમાં કુમિતેમાં સિલ્વર તથા કાંતામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભાટીયા વૃંદાએ અન્ડર-14 વિભાગમાં જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ તથા રાજ્ય કક્ષાની કુમિતે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી હીરામણિ શાળાનું ગૌરવ વધાર્યું છે.
