મેન્સમાં પ્રોગ્રેસિવ એસએ અમદાવાદ , સીનિયર વુમન્સમાં એઆરએ એફ સી અમદાવાદ, જુનિયર બોયસ માં એઆરએ એફસી અમદાવાદ ચેમ્પિયન

વડોદરા
30.5.26 ના સીનિયર વુમન્સ ની ફાઇનલ મેચમાં એસજીવીપી એફસી એ મીથીલા રામાણીના 2 ગોલ, આરૂષિ સંતોષના 1 ગોલની મદદથી સમિક્ષા સ્ટ્રાઈકર એફસી ભાવનગર પર 3-1 થી વીજય મેળવ્યો હતો. સમિક્ષા સ્ટ્રાઈકર એફસી વતી રેબેકાએ 1 ગોલ કર્યો હતો. સ્પર્ધા વડોદરાના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ હતી.
જૂનિયર બોયની ફાઇનલ મેચમાં પણ એઆરએ એફસીએ માનવીરસિંહ સરવૈયા દ્વારા 2, શૌર્ય દિવાકર અને એથન ફર્નાંડિસ દ્વારા 1-1 ગોલની મદદથી એઆરએ એફસીએ એસજીવીપી એફસીને 4-2થી હાર આપી હતી. એસજીવીપીના સીધેશ મદાન અને વેદાંત ધાનું દ્વારા 1-1 ગોલ કરાયો હતો.
સીનિયર મેન્સની ફાઇનલ મેચમાં પ્રોગ્રેસિવ એસએ અમદાવાદ જગ્ર્ન્નોટ એફસી અમદાવાદને 9-3ના જંગી માર્જિનથી હરાવી ચેમ્પિયનશિપ બન્યું હતું. પ્રોગ્રેસિવ એસએના નિખિલ મલીના 4 ગોલ, ચૈતન કુમારપંથના 3, દિશું સીંગના 1 ગોલ થયો હતો. લાલરીંજુલા એચના 2, પીસી લાલરીમૃતાનો 1 ગોલ થયો હતો. લાલસ્ંખીમાં દ્વારા 1 સેલ્ફ ગોલ થયો હતો.
ત્રણેય કેટેગરીના ચેમ્પિયન અને રનર અપ ટીમોને મેડલ, ટ્રોફી અને રોકડ ઈનામ આમંત્રિત મહેમાનો દ્વારા અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન ના હોદેદારો દ્વારા આપવામાં આવ્યો હતા.
