નવી દિલ્હી

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.
નિકટના મિત્રો સાથે લીધેલી મુલાકાત દરમિયાન આ દંપતીએ વિશાળ સ્મારકના અદ્ભુત સ્થાપત્ય-સૌન્દર્ય, આધ્યાત્મિક વારસા તથા ભારતીય પરંપરાગત કળાને નિહાળ્યા હતા. તેઓએ જલાભિષેક કરી પ્રાર્થના અર્પણ કરી હતી તેમજ સાંસ્કૃતિક બોટ-રાઈડનો અનુભવ પણ લીધો હતો.
ટિફની ટ્રમ્પે મંદિર-મુલાકાતની અનુભૂતિને વિઝિટર-બુકમાં અભિવ્યક્ત કરતાં લખ્યું —
“આ મુલાકાત અત્યંત અદ્ભુત રહી. અહીંની સુંદરતા અલૌકિક છે. આટલી સુંદર અને સ્મરણીય મુલાકાત બદલ આભાર!”
