Skip to content
Samachar Viswa

Samachar Viswa

  • World
  • National
  • State
  • Jobs
  • Entertainment
  • Business
  • Sports
  • Lifestyle
  • Religion
  • Astrology
    • Terro
    • Numerology
    • Special
    • Architectural
    • feng shui
    • Crystal
    • Hilling
  • Yoga
  • Videos
Newsletter
Random News
  • Home
  • ગુજરાતમાં કબડ્ડીને નવી ઓળખ આપવાનો સંકલ્પ સાથે અમદાવાદ હેરિટેજ હીરોઝના લોગોનું અનાવરણ
  • खेल

ગુજરાતમાં કબડ્ડીને નવી ઓળખ આપવાનો સંકલ્પ સાથે અમદાવાદ હેરિટેજ હીરોઝના લોગોનું અનાવરણ

AdminOctober 7, 2026October 7, 202601 mins
Spread the love

ગુજરાત કબડ્ડી લીગમાં પેન્ટાફોર્સ સ્પોર્ટ્સની આગેવાનીમાં અમદાવાદની ટીમની એન્ટ્રી; કબડ્ડીના વિકાસ સાથે ખેલાડીઓને તાલીમ, સુવિધા અને વધુ સ્પર્ધાત્મક તકો આપવાનું લક્ષ્ય

અમદાવાદ

ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત કબડ્ડી લીગ માટે અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. પેન્ટાફોર્સ સ્પોર્ટ્સની આગેવાની હેઠળની આ ટીમ માત્ર લીગમાં ભાગ લેવા પૂરતી સીમિત ન રહેતા ગુજરાતમાં કબડ્ડીના લાંબા ગાળાના વિકાસ, પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ, તાલીમ અને રમતગમતની માળખાકીય સુવિધાઓના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

કબડ્ડીને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ

ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા રાજ્યમાં કબડ્ડીને વધુ પ્રોત્સાહન અને વ્યાપક પ્લેટફોર્મ આપવા માટે ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ સાથે જોડાયેલા સ્પોર્ટ્સ પ્રમોટર જગત પટેલે જણાવ્યું હતું કે,“કબડ્ડી ભારતની પરંપરાગત અને લોકપ્રિય રમતો પૈકીની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોફેશનલ સ્તરે કબડ્ડીને મળેલી ઓળખને કારણે યુવાનોમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ગુજરાતમાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. જરૂર છે તો માત્ર યોગ્ય પ્લેટફોર્મ, ગુણવત્તાયુક્ત તાલીમ, નિષ્ણાત માર્ગદર્શન અને સતત સ્પર્ધાત્મક તકો ઉપલબ્ધ કરાવવાની.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કબડ્ડી માત્ર રમત નથી, પરંતુ યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત, શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી રમતના વિકાસ માટે માત્ર ટુર્નામેન્ટનું આયોજન પૂરતું નથી. ખેલાડીઓને કોચિંગ, ફિટનેસ, યોગ્ય આહાર અને આધુનિક રમતગમતની સુવિધાઓ પણ મળવી જરૂરી છે.”

400થી 4,000 ખેલાડીઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક

પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ દ્વારા આગામી સમયમાં કબડ્ડી એકેડેમીની દિશામાં પણ આગળ વધવાની યોજના છે. સંસ્થાના અભ્યાસ મુજબ હાલમાં અમદાવાદમાં અંદાજે 400 જેટલા ખેલાડીઓ કબડ્ડીની તાલીમ લઈ રહ્યા છે. આ સંખ્યાને ટૂંકા ગાળામાં 4,000થી વધુ ખેલાડીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ માટે માત્ર અમદાવાદ પૂરતું ધ્યાન કેન્દ્રિત ન રાખતા ગુજરાતના વિવિધ શહેરો, જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી કબડ્ડીની પ્રતિભાને ઓળખીને તેમને તાલીમ, માર્ગદર્શન અને સ્પર્ધાત્મક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

અમદાવાદ હેરિટેજ હીરોઝનો ઉદ્દેશ માત્ર લીગ પૂરતો નથી

અમદાવાદ હેરિટેજ હીરોઝ સાથે જોડાયેલા ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં કબડ્ડી લીગ શરૂ થવાની પહેલ સામે આવી ત્યારે મારા કેટલાક સાથીદારો દ્વારા આ પહેલ સાથે જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં કબડ્ડીની સ્થિતિ, ખેલાડીઓને મળતી તકો અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. સમગ્ર પ્રક્રિયા બાદ મને લાગ્યું કે ગુજરાતમાં કબડ્ડીને વધુ મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાની જરૂર છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દેશની લોકપ્રિય રમતોમાંની એક કબડ્ડીને ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય બનાવવી જરૂરી છે. અમદાવાદ હેરિટેજ હીરોઝનો ઉદ્દેશ માત્ર એક લીગ કે સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી. રાજ્યમાં કબડ્ડી માટે લાંબા ગાળાનું વાતાવરણ ઊભું થાય અને શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાઓને પણ આગળ આવવાની તક મળે તે દિશામાં કામ કરવાનો પ્રયાસ રહેશે.”

ગુજરાતના સ્પોર્ટ્સ કલ્ચરને નવી દિશા આપવાનો પ્રયાસ

અમદાવાદ હેરિટેજ હીરોઝ અને પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ દ્વારા ગુજરાતમાં કબડ્ડીની રમતને મજબૂત બનાવવા સાથે સમગ્ર સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવશે. રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઓળખી તેમને યોગ્ય દિશા, તાલીમ અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો ગુજરાત દેશના સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે.

આ પહેલને આગળ વધારવા માટે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન, એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા, ભગવાન સહાય યોગીજી અને કે.સી. સુથાર સહિત રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકોના સહયોગથી કબડ્ડીના વિકાસ માટે વધુ અસરકારક માળખું ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે, એમ કોશિશ શાહે તમામ સહભાગીઓનો આભાર માનતા જણાવ્યું હતું.

Tagged: Ahmedabad Heritage Heroes Ahmedabad Heritage Heroes Logo Ahmedabad Sports Ahmedabad Sports News Amateur Kabaddi Federation of India Gujarat Athletes Gujarat Kabaddi Gujarat Kabaddi League Gujarat Sports Gujarat Sports News Gujarat State Kabaddi Association Kabaddi Academy Kabaddi in Gujarat Kabaddi League 2026 Kabaddi Players Kabaddi Promotion Kabaddi Sports Kabaddi Talent Kabaddi Training Pentaforce Sports Sports Culture Gujarat Sports Development Gujarat Sports Infrastructure

Post navigation

Previous: અંડર-19-ચાર દિવસીય મેચઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ દાવમાં 141 રનની સરસાઈ
Next: અમદાવાદના વીર સાવરકર કોમ્પલેક્સમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

અમદાવાદના વીર સાવરકર કોમ્પલેક્સમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે

AdminOctober 7, 2026October 7, 2026 0

અંડર-19-ચાર દિવસીય મેચઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ દાવમાં 141 રનની સરસાઈ

AdminOctober 6, 2026October 6, 2026 0

Latest News

  • Solaryaanની મોટી સિદ્ધિ: FY27ના પ્રથમ છ મહિનામાં 1 લાખથી વધુ સોલર ઇન્વર્ટરનું વેચાણ
  • સાચી નવરાત્રી 2026માં જિગરદાન ગઢવીના સૂર પર ઝૂમશે અમદાવાદ
  • અમદાવાદના વીર સાવરકર કોમ્પલેક્સમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે
  • ગુજરાતમાં કબડ્ડીને નવી ઓળખ આપવાનો સંકલ્પ સાથે અમદાવાદ હેરિટેજ હીરોઝના લોગોનું અનાવરણ
  • અંડર-19-ચાર દિવસીય મેચઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ દાવમાં 141 રનની સરસાઈ
  • October 2026
  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023

Categories Wise News

  • Uncategorized
  • Videos
  • क्रिस्टल
  • खेल
  • जॉब्स
  • ज्योतिष
  • टेरो
  • दुनिया
  • धर्म
  • न्यूमरोलोजी
  • बिजनेस
  • मनोरंजन
  • योग
  • राज्य
  • राष्ट्रीय
  • लाइफस्टाइल
  • वास्तु
  • स्पेशल
  • हिलिंग
  • होम
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.