ટનલમાં ફાસયેલા મજૂરોને બહાર કાઢવામાં આર્નોલ્ડ ડિક્સની મહત્વની ભૂમિકા
આર્નોલ્ડ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. તેઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ 17 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાનની સફળતા આર્નોલ્ડ ડિક્સ વિના અધૂરી છે. ફસાયેલા કામદારોને ટનલમાંથી બહાર લાવનારા નિષ્ણાતોમાં આર્નોલ્ડની મોટી ભૂમિકા હતી. તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં…
