મોંઘવારી વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓની તિજોરી છલકાઈ, એક જ ક્વાર્ટરમાં ₹14,470 કરોડના નફાનો અંદાજ

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં Indian Oil, BPCL અને HPCLને મોટો ફાયદો; રિફાઈનિંગ અને માર્કેટિંગ માર્જિનમાં સુધારાથી કમાણીમાં જંગી ઉછાળો નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર પહોંચ્યા છે. ભારતમાં મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ મોંઘવારીના દબાણ વચ્ચે સામાન્ય ગ્રાહકો પર ભાર યથાવત્ છે….

UIDAI: હવે સીધી બેંકિંગ એપ્સથી થશે ચહેરાની ઓળખ, વારંવાર એપ ડાઉનલોડ કરવાની ઝંઝટ ખતમ

નવી દિલ્હી UIDAIએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં એક નવું ચહેરાની ઓળખ (ફેસ ઓથેન્ટિકેશન) એસડીકે (સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ) અને સેન્ડબોક્સ લોન્ચ કર્યું છે. આનાથી હવે બેંકો, ફિનટેક અને ઇન્શ્યોરન્સ (BFSI) કંપનીઓ તેમની એન્ડ્રોઇડ અને આઇફોન એપ્સ દ્વારા જ ચહેરાની ઓળખ સરળતાથી કરી શકશે. UIDAI દ્વારા આ નવું સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ (SDK) અને એક ડેડિકેટેડ સેન્ડબોક્સ લોન્ચ…

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: યુનિવર્સિટીઓની સરકાર પાસે વિશેષ માગ

મોંઘવારી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપવાની પહેલ નવી દિલ્હી ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હંમેશા ખર્ચાળ રહ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં વધતી મોંઘવારીએ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ‘યુનિવર્સિટીઝ ઓસ્ટ્રેલિયા’ (UA) દ્વારા સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના રહેવા-ખાવાના વધતા ખર્ચને ઘટાડવાનો છે. ઓસ્ટ્રેલિયામાં 2021 પછી વિદ્યાર્થીઓ…

દુલીપ ટ્રોફી ફાઈનલ બાદ ઈશાને કહ્યું 90 વર્ષે પણ મસ્તી નહીં છૂટે

નવી દિલ્હી દૂલીપ ટ્રોફી 2026 ની રોમાંચક ફાઇનલ મેચમાં ઈસ્ટ ઝોને સાઉથ ઝોનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. મેચ ડ્રો રહી હતી, પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં વિશાળ સરસાઈના આધારે ઈસ્ટ ઝોનને વિજેતા જાહેર કરવામાં આવ્યું. ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશનને તેમની શાનદાર બેટિંગ અને નેતૃત્વ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. વિજય…

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન: માઈક હેસનને ગણાવ્યા ‘ભારતના એજન્ટ’, આઈપીએલ કનેક્શન પર ઉઠાવ્યા સવાલ

લાહોર પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી એકવાર વિવાદોનો વંટોળ શરૂ થયો છે. પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર અને દિગ્ગજ ખેલાડી રાશિદ લતીફે પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ માઈક હેસનને લઈને એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. રાશિદ લતીફે સીધી કે આડકતરી રીતે માઈક હેસન તરફ ઈશારો કરતા તેમને ભારતના એજન્ટ ગણાવ્યા…

કુડાસણ દુર્ઘટના: ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવારનો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક નિર્દેશ, હોસ્પિટલની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ હરકતમાં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો માટે યુદ્ધના ધોરણે વિશેષ તબીબી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે તાજેતરમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારનું વહીવટી અને આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને…

મંડલાઓ અને વંતારા દ્વારા લાઓસમાં હાથી સંરક્ષણ કાર્યક્રમનો પ્રારંભ

પશુચિકિત્સા ક્ષમતાનો વિસ્તાર, જરૂરિયાતમંદ હાથીઓને આજીવન સંભાળ અને લાઓસના જંગલી હાથીઓના રક્ષણ માટે ભાગીદારી લુઆંગ પ્રભાંગ, લાઓસ: લાઓસમાં હાથીઓની સ્થિતિ સુધારવા અને તેમના સંરક્ષણ માટે મંડલાઓ એલિફન્ટ કન્ઝર્વેશન અને ગુજરાત, ભારત સ્થિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા ‘વંતારા’ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દ્વારા લાઓસમાં હાથીઓની કલ્યાણકારી પ્રવૃત્તિઓ,…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ‘હીરામણિ ફૂડ ફિએસ્ટા’ની ઉત્સાહભેર ઉજવણી

કોમર્સના વિદ્યાર્થીઓએ બિઝનેસ સ્ટાર્ટ-અપનો અનોખો વ્યવહારુ અનુભવ મેળવ્યો અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે બુધવાર, 09-09-2026ના રોજ કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) અને બિઝનેસ સ્ટાર્ટ-અપ વિશેની સમજ કેળવવાના હેતુથી ‘હીરામણિ ફૂડ ફિએસ્ટા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા જાતે ફૂડ સ્ટોલનું સંચાલન આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ધોરણ 11 અને 12 ના…

ભારત-રશિયા ફાર્મા સંબંધોને મજબૂત કરવા રશિયાના ડેપ્યુટી ગવર્નરની કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાત

ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર અલેક્ઝાન્ડર રુપેલના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સાથે સંયુક્ત વિકાસ, રોકાણ અને હેલ્થકેર સપ્લાય ચેઇન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી અમદાવાદ ભારત અને રશિયા વચ્ચે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર અલેક્ઝાન્ડર રુપેલના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાત લીધી હતી. ભાટ-ધોળકા સ્થિત કેડિલા…

સેખોન મેરેથોન ફરી આવી : દેશભક્તિ, સાહસ અને ફિટનેસના જુસ્સા સાથે ભારત દોડશે

ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિત સિંહ સેખોન, PVCની અદમ્ય શૌર્યગાથાને સમર્પિત સેખોન ઈન્ડિયન એરફોર્સ મેરેથોન 2026 નવી દિલ્હી: સાહસ, શિસ્ત અને દેશભક્તિના સંદેશ સાથે સેખોન ઈન્ડિયન એરફોર્સ મેરેથોન 2026 ફરી એકવાર યોજાવા જઈ રહી છે. આ મેરેથોન ભારતીય વાયુસેનાના શૂરવીર ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિત સિંહ સેખોન, PVCના અદમ્ય સાહસ, શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આયોજિત…

શ્રીલંકાના વડાપ્રધાન સાથે રાજનાથ સિંહની મુલાકાત, વિકાસ સહયોગ પર ચર્ચા

પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે ભારત-શ્રીલંકાએ સહિયારી વિકાસ દૃષ્ટિ સાથે આગળ વધવું જોઈએ : રાજનાથ સિંહ કોલંબો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કોલંબોમાં શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન વિકાસ સહયોગ ચર્ચાના મુખ્ય કેન્દ્રમાં…

ભારતે અમદાવાદ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં 13 મેડલ સાથે અભિયાન પૂર્ણ કર્યું

4 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ ભારતના નામે; ત્રણેય પેરા રિકર્વ ટીમ ઇવેન્ટમાં પોડિયમ ફિનિશ, હરવિંદર સિંહે બે ગોલ્ડ જીત્યા અમદાવાદ અમદાવાદના ઐતિહાસિક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 13 મેડલ સાથે પોતાના અભિયાનનો અંત કર્યો છે. ભારતે સ્પર્ધામાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 7…

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે એકતાનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ભવ્ય સમારોહ રાજપીપલા ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહની પૂર્વ તૈયારીઓને લઈને એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક…

ગુજરાત વિધાનસભામાં ‘BHISHM Cube-R300’નું વિશિષ્ટ નિદર્શન, આપત્તિમાં મિનિટોમાં મોબાઈલ હોસ્પિટલ બનશે

300 જેટલા ઈજાગ્રસ્તોને એકસાથે ઇમરજન્સી સારવાર આપી શકશે; ટ્રોમા કેર, સર્જરી, મિની-લેબ અને ઓક્સિજન સહિતની સુવિધાઓથી સજ્જ અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS)ના માર્ગદર્શન હેઠળની આરોગ્ય મૈત્રી પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલી આ મોબાઈલ હોસ્પિટલ…

ગુજરાતમાં 6 લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ પૂર્ણ, સર્વાઇકલ કેન્સર સામે મળ્યું સુરક્ષા કવચ

HPV રસીકરણમાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને; કેન્દ્ર સરકાર દ્વારા વધુ 2.72 લાખ ડોઝ ફાળવાયા ગાંધીનગર ગુજરાત સરકારે રાજ્યની કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત બનાવવા માટે હાથ ધરેલા HPV રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગત 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યભરની 6 લાખથી વધુ કિશોરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી…

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો ધમાકેદાર વિજય, અમદાવાદ એવેન્જર્સે ગાંધીનગર જાયન્ટ્સને હરાવ્યું

સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઇટ્સને 6-0થી કચડી, મુકેશ કુમારની હેટ્રિક; અમદાવાદ એવેન્જર્સે ગાંધીનગર જાયન્ટ્સ સામે 2-1થી રોમાંચક જીત મેળવી અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે આવેલા એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ પર રોમાંચક બની રહી છે. લીગમાં બુધવારે રમાયેલી બે મેચોમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઇટ્સને 6-0થી હરાવીને શાનદાર…

13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પિસ્તોલ (NR) ઇવેન્ટ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શૂટર્સને મેડલ અને ઇનામોથી સન્માનિત કરાયા

અમદાવાદ અમદાવાદના ધ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન રાઇફલ ક્લબ, મહાવીર માર્ગ, ઓલ્ડ સિટી, ખાનપુર ખાતે ચાલી રહેલી 13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ – પિસ્તોલ (NR) ઇવેન્ટ્સ અંતર્ગત બુધવારે પ્રથમ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. સમારોહ દરમિયાન વિવિધ પિસ્તોલ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા શૂટર્સને મેડલ અને ઇનામ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા….

J30 અમદાવાદઃ ઓમ પટેલ અને દિશા કુમારે ત્રીજા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

અમદાવાદ J30 અમદાવાદ – જુનિયર્સ વર્લ્ડ ટેનિસ ટૂરની ત્રીજા દિવસની મેચોમાં સ્પર્ધાનો રોમાંચ વધુ વધ્યો હતો. ટોચના સીડેડ ખેલાડીઓએ મજબૂત પ્રદર્શન કર્યું હતું, જ્યારે અનેક મુકાબલાઓમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ઓમ પટેલની વિજયી કૂચ બોયઝ કેટેગરીમાં ટોચના સીડ ઓમ પટેલે પોતાની અપરાજિત સફર જાળવી રાખતાં પરાંજય સિવાચને 6-4, 6-3થી હરાવ્યો હતો. ઓમ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 09-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

શેર બજારમાં મોટો કડાકો: સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો….

વનડે ડેબ્યૂમાં જોર્ડન હરમનની ધમાકેદાર 150 રનની ઇનિંગ, વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

નામીબિયા સામે 126 બોલમાં 150 રન ફટકારી દક્ષિણ આફ્રિકાના યુવા બેટરે રચ્યો ઇતિહાસ, મેથ્યુ બ્રીત્ઝકેના રેકોર્ડની બરાબરી કરી વિન્ડહોક: દક્ષિણ આફ્રિકાના 24 વર્ષીય ડાબોડી યુવા બેટર જોર્ડન હરમને પોતાની વનડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત જ ઐતિહાસિક અંદાજમાં કરી છે. નામીબિયા સામે વિન્ડહોકના નામીબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં હરમને ઓપનિંગ કરતાં માત્ર 126 બોલમાં 150…