સ્ટાર સ્પોર્ટ્સે ભારત, ઉપખંડ અને મેના ક્ષેત્ર માટે લંકા પ્રીમિયર લીગ 2023ના ટેલિવિઝન પ્રસારણ અધિકારો મેળવ્યા

દેશના અગ્રણી સ્પોર્ટ્સ નેટવર્ક સ્ટાર સ્પોર્ટ્સ પાસે આગામી લંકા પ્રીમિયર લીગ (LPL) 2023 માટે વિશિષ્ટ ટેલિવિઝન મીડિયા અધિકારો હશે, જે 30 જુલાઈથી 21 ઓગસ્ટ દરમિયાન શ્રીલંકામાં રમાનારી છે. ટેલિવિઝન પ્રસારણ અધિકારો મેળવ્યા પછી, સ્ટાર સ્પોર્ટ્સ લીગની ઉત્તેજક ક્રિયાનું જીવંત પ્રસારણ કરશે, ખાસ કરીને ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, માલદીવ્સ અને UAE સહિત MENA પ્રદેશમાં….

એશિયા કપમાં ભારત-પાકની 3 સપ્ટેમ્બરે ટક્કરની શક્યતા

આ સપ્તાહના અંત સુધી કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે નવી દિલ્હી લાખો ક્રિકેટ ફેન્સ એશિયા કપ 2023ની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે. એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રૂપથી 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. એશિયા કપ 2023નો પ્રારંભ 31 ઓગસ્ટથી થવાનો છે. એટલે કે આ ટૂર્નામેન્ટ માટે…

ટૂંકમાં કેન્દ્રીય કર્મીઓના એચઆરએમાં ત્રણ ટકાના વધારાની શક્યતા

એચઆરએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં તેના હાથમાં આવતો પગાર વધી જશે નવી દિલ્હી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે સરકાર જલદીએચઆરએએટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સમાં 3 ટકાનો વધારો કરી શકે છે. એચઆરએને જુલાઈ 2021માં રિવાઇઝ કરવામાં આવ્યું હતું. એચઆરએમાં વધારા બાદ સરકારી કર્મચારીઓના વેતનમાં તેના હાથમાં આવતો પગાર વધી જશે. જુલાઈ મહિનાની…

શેરબજારની વિક્રમી આગેકૂચ જારી, બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવા શિખરે

સેન્સેક્સમાં 274 પોઈન્ટનો ઊછાળો, નિફ્ટી 19400ના સ્તર નજીક પહોંચ્યો, એનબીએફસી સેક્ટરની કંપનીઓના શેરોમાં તેજી, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો મુંબઈ ભારતીય સ્થાનિક શેરબજારમાં મંગળવારે સવારથી જ તેજી જોવા મળી હતી, જે બજાર બંધ થયા પછી પણ ચાલુ રહી હતી. સેન્સેક્સ સતત 5માં દિવસે વધતો રહ્યો અને 274 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો. જ્યારે નિફ્ટી…

યુએસમાં શૂટિંગ સમયે શાહરૂખને અકસ્માત, સર્જરી કરાવવી પડી

ઓપરેશન બાદ શાહરુખ નાક પર બેન્ડેજ સાથે સ્પોટ થયો હતો, અભિનેતા હાલ મુંબઈ સ્થિત ઘરે પરત આવી ગયો છે અને આરામ કરી રહ્યો છે’ મુંબઈ શાહરુખ ખાન અમેરિકાના લોસ એન્જલસમાં આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે તેને અકસ્માત નડ્યો હતો. તે એક્શન સીન શૂટ કરી રહ્યો હતો ત્યારે નાકમાં ઈજા થતાં લોહી વહેવા…

બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવની હત્યા માટે 11 કરોડની ઓફર

ક્ષત્રિય સેવા મહાસંઘના ધનવંત સિંહ રાઠોડે સુરેન્દ્ર યાદવને મારી નાખવાની ધમકી આપી, ફેસબુક પોસ્ટમાં રાઠોડે યાદવને ગુનેગાર ગણાવ્યો હતો પટના બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવને હત્યાની ધમકી મળી છે. તેમની હત્યા કરનારને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ખુલ્લી ઓફર સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. નીતીશ સરકારમાં આરજેડી ક્વોટામાંથી સહકારી મંત્રી સુરેન્દ્ર યાદવ રાષ્ટ્રીય જનતા…

પ્રેમીને પામવા બાળકો સાથે ભારત આવેલી પાક. મહિલા ઝડપાઈ

એટીએસ અને આઈબી સહિતની તમામ એજન્સીઓ પાકિસ્તાની મહિલા અને તેના ભારતીય પ્રેમીથી પૂછપરછ કરી રહી છે નોઈડા પબજીપાર્ટનરના પ્રેમ માટે ધર્મ અને ત્રણ દેશોની સીમાઓ ઓળંગીને ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ગ્રેટર નોઈડાના રબુપુરા પહોંચેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. યુપી એટીએસે ગઈકાલે મથુરાના યમુનાપારના પાની ગામમાંથી મહિલાને તેના ચાર બાળકો અને…

પરવાનગી વીના પોતાની તસવીર છાપવા સામે અજિતને શરદ પવારની ચેતવણી

ભારે હોબાળા વચ્ચે એનસીપી નેતા અજિત પવારે દક્ષિણ મુંબઈમાં આવેલી નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું મુંબઈ મહારાષ્ટ્રમાં રવિવારથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. રવિવારે એનસીપીપ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને 18 ધારાસભ્યોએ શિંદે સરકારને સમર્થન આપ્યું હતું. અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા અને તેમની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી એનસીપીપર કબજો મેળવવાની…

ભાજપ સંગઠનમાં ફેરફાર, ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બદલાયા

ભાજપે જી કિશન રેડ્ડીને તેલંગાણાના, ડી પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડના, સુનિલ જાખરને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા નવી દિલ્હી ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને તેને લઈને સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ભાજપે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે….

ખાલિસ્તાનીઓએ કેનેડા – ઓસ્ટ્રેલિયામાં ભારત સામે પોસ્ટરો લગાવીને ઝેર ઓક્યું

બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલની ઓફિસો પર ભારતના ડિપ્લોમેટ્સના ફોટોગ્રાફ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા કેનબરા અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત  ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગચંપી કરવામાં આવી હતી.  તેની સાથે સાથે ખાલિસ્તાનીઓએ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભારત સામે પોસ્ટરો લગાવીને ઝેર ઓક્યુ છે. આ બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને…

સાઉદી અરબમાં એક સાથે પાંચ આરોપીઓને ફાંસીની સજા

મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ, આ સાથે જ આ વર્ષે સાઉદી અરબમાં 68 લોકોને ફાંસી અપાઈ સાઉદી સાઉદી અરબે એક સાથે પાંચ આરોપીઓને ફાંસની સજા આપી છે. આ વર્ષે અત્યાર સુધીમાં અપાયેલી આ સૌથી મોટી સામૂહિક મોતની સજા છે.  મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ થાય છે. તેઓ એક ધાર્મિક…

તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યુટી સલૂન જવા પર પ્રતિબંધ મૂક્યો

તાલિબાન સરકારે કાબુલ કોર્પોરેશનને નવા ફરમાનનુ  અમલ કરવા અને મહિલા બ્યૂટી પાર્લરના લાઇસન્સ રદ કરવા સૂચના આપી કાબુલ મહિલાઓની જિંદગીને દોઝખ બનાવવામાં અફઘાનિસ્તાનના તાલિબાનો શાસકોએ કશું બાકી રાખ્યુ નથી.  તાલિબાને આ વખતે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ખૂબ જ આકરા નિયંત્રણો લાદવાનું ફરમાન બહાર પાડ્યું છે. અત્યાર સુધી તાલિબાનોએ મહિલાઓને કામ કરવા, અભ્યાસ કરવા અને કપડાં પહેરવા…

મોદી કેબિનેટના તાજા વિસ્તરણમાં યુપીને પ્રાધન્યની શક્યતા

યુપી કવોટામાંથી જો મંત્રીઓની છટણી કરવામાં આવે તો ફરી બીજેપી દલિત, ઓબીસી અને બ્રાહ્મણના ચહેરા પર દાવ લાગી શકે છે નવી દિલ્હી લોકસભા ઈલેક્શન 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. સોમવારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિપરિષદની બેઠક મળી હતી. જેમા આગામી ચૂંટણીને લઈને આગળની રાજનીતિ પર ચર્ચા થઈ. તો આ બાજુ કેન્દ્રીય…

કિશોરની હત્યા કરનારા પોલીસના બચાવ માટે ફંડ એકત્રિત કરાય છે

ફ્રાંસના જમણેરી નેતા મરીન લે પેનના ભૂતપૂર્વ સલાહકારે લોકો પાસેથી આ ફંડોળ એકઠુ કરવાનુ શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં લોકોએ 10 લાખ ડોલરનો ફાળો તેમાં આપ્યો છે પેરિસ ફ્રાન્સની રાજધાની પેરિસ પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક કિશોરની હત્યા કરનાર પોલીસકર્મીના બચાવ માટે હવે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે.   ફ્રાંસના જમણેરી નેતા મરીન લે…

યુએસમાં 10,000 લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો

યુએસમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હતો અને તેની પાછળનો હેતુ અમેરિકામાં લોકોને હિંદુ સંસ્કૃતિની સાથે ગીતા વિશે જાણકારી આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો હતો વોશિંગ્ટન અમેરિકાના ટેક્સાસમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ટેક્સાસના એલન ઈસ્ટ સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પહેલી વખત 10,000 લોકોએ…

ધૂલે નજીક કન્ટેનર બે વાહનોને ટક્કર મારી હોટલમાં ઘૂસી ગઈ, 15નાં મોત

ટ્રકની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, 28 લોકો ઘાયલ, ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મુંબઈ મહારાષ્ટ્રના ધુલેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમા 15 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.  મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે…

ભાજપે અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું વચન આપ્યુઃ પૃથ્વીરાજ ચવ્હાણ

માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની મદદથી શિંદેને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને પવારને આ પદ આપવાનું વચન અપાયાના કોંગ્રેસના નેતાનો દાવો મુંબઈ મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં બે ભાગલા પડી ગયા છે અને અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં બે ડેપ્યુટી સીએમ છે. ત્યારે હવે સીએમની ખુશી માટે 3 મૂરતિયા છે. એકનાથ શિંદે, અજિત…

ફિલ્ડરે બાઉન્ડ્રીની બહારથી કેચ ઝડપતા કોમેન્ટેટર પણ આશ્ચર્યચકિત

ફિલ્ડરને તેણે ક્યાંથી કેચ ઝડપ્યો તેની જાણ હોઈ કોમેન્ટેટર પણ આશ્ચર્યચકિત, ચેન્નાઈ તમિલનાડુ પ્રીમિયર લીગમાં દરરોજ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. ક્યારેક એક બોલ પર બે રિવ્યુ લેવામાં આવે છે, તો ક્યારેક ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોંઘો બોલ ફેંકવામાં આવે છે અને હવે એક ફિલ્ડરે એવું કર્યું છે કે તે કેચ લેવા માટે બાઉન્ડ્રી…

બેયરસ્ટોની વિવાદાસ્પદ વિકેટ રમતની ભાવના વિરુદ્ધઃ ઋષિ સુનક

બ્રિટનના પીએમએ નાથન લિયોન માટે બેટિંગ સમયે એમસીસી સભ્યો દ્વારા મળેલા સ્ટેન્ડિંગ ઓવેશનને પણ ખેલદિલીનું ઉદાહરણ ગણાવ્યું લોર્ડસ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી લોર્ડ્સ ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. અંતે ઓસ્ટ્રેલિયન ટીમે આ ટેસ્ટ મેચ 43 રને જીતી લીધી હતી. જો કે મેચના 5માં દિવસે જોની બેયરસ્ટોની વિકેટને લઈને ઘણો વિવાદ થયો હતો….

સિગ્નલ-ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓથી ટ્રેન અકસ્માત થયો

પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપી દીધો, સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત બાલાસોર બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 290 થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોણ? તેના પર હાલના એક રીપોર્ટ દ્વારા પ્રકાશ પડે છે. આ અહેવાલમાં, રેલ્વે સુરક્ષા કમિશનએ જણાવ્યું હતું કે, સિગ્નલ અને…