કોચની વોચ વગર પણ માનુષ બન્યો ટેબલ ટેનિસમાં નેશનલ ચેમ્પિયન
સુરત સુરતમાં 26 જાન્યુઆરી 2025એ પૂરી થયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન્સમાં વડોદરાના રિઝર્વબેન્કનું પ્રતિનિધિત્વ કરતા માનુષ શાહે ટાઇટલ જીતી લીધું હતું. જોકે સમગ્ર સ્પર્ધા દરમિયાન માનુષ કોર્ટ પર કોચની હાજરી વગર રમ્યો જે બાબતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે મોટા ભાગના ખેલાડીને તેમની મેચ દરમિયાન કોચ માર્ગદર્શન આપતા જોવાય…
