ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના પાંચમા રાઉન્ડમાં રોમાંચક સ્પર્ધા યોજાઇ
અમદાવાદ બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2025 ના પાંચમા રાઉન્ડમાં ભાગ લેનારા 54 ગોલ્ફરર્સ વચ્ચે રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી. સંચિત વર્મા 77 ગ્રોસ અને 43 પોઈન્ટ સાથે લો હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતા રહ્યા હતા. વિશાલ દેસાઈ 83 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર-અપ રહ્યા હતા. મિડ હેન્ડીકેપ કેટેગરીમાં, બ્રિગેડિયર એ.કે. સિંઘ 87 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે ચાર્ટમાં ટોચ પર…
