વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદીના સચિનના રેકોર્ડની વોર્નરે બરોબરી કરી

વોર્નરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારાના 5 સદીના રેકોર્ડને તોડી દીધો મુંબઈઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે નેધરલેન્ડ્સ સામે વન-ડે વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં 93 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 104 રન બનાવ્યા હતા. આ તેની વન-ડે વર્લ્ડ કપ 2023માં ત્રીજી સદી છે. આ સદી સાથે…

કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને ઝેડ કેટેગરીની સિક્યોરિટી

કર્ણાટકમાં સક્રિય કટ્ટરપંથી સમૂહોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ આઈબીએ તેમની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું નવી દિલ્હીકર્ણાટકના પૂર્વ સીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાને ઝેડ કેટેગરીની સિક્યોરિટી મળી છે. તાજેતરમાં જ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા ખતરાનું એલર્ટ જાહેર કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.કર્ણાટકમાં સક્રિય કટ્ટરપંથી સમૂહોમાં સંભવિત જોખમને ધ્યાનમાં…

મુસ્લિમ દેશોમાં એકતાના અભાવનો લાભ ઈઝરાયેલ ઊઠાવે છેઃ રઈસી

મુસ્લિમ જગત એક હોત તો ઈઝરાયેલી આક્રમકતા અને તેને પશ્ચિમના દેશોનુ મળી રહેલુ સમર્થન રોકી શકાયુ હોતઃ ઈરાનના રાષ્ટ્રપતિ તહેરાનઈસ્લામિક દેશોના વિરોધને અવગણીને ઈઝરાયેલે ગાઝા પરના હુમલા ચાલુ રાખ્યા છે.જેની સામે હવે ઈરાને ફરી નિવેદન આપ્યુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કહ્યુ છે કે, જો મુસ્લિમ દેશોનુ એક સંગઠન હોત તો ગાઝા પરના ઈઝરાયેલના હુમલા…

ભારતે હમાસને આતંકી સંગઠન જાહેર કરવાનો સમય આવી ગયો છે

અમેરિકા અને કેનેડાની જેમ ભારત પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરવા ઈઝરાયેલનો ભારતને આગ્રહ નવી દિલ્હીભારત સ્થિત ઈઝરાયેલને રાજદૂત નાઓર ગિલોને કહ્યુ છે કે, હવે સમય આવી ગયો છે કે, ભારત દ્વારા હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે.ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો…

રાજસ્થાનના મુખ્યપ્રધાનના પુત્ર વૈભવ ગેહલોતને ઈડીનું સમન્સ

આગામી દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ દરોડા અને સીએમના દીકરા સામે ઈડીના સમન્સે ચર્ચા જગાવી જયપુરએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વિદેશી ચલણ મેનેજમેન્ટ એક્ટ 1999 (ફેમા)ના એક કેસ હેઠળ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને સમન્સ મોકલાવ્યું છે. ઇડીએ આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે એજન્સી પહેલાથી જ રાજસ્થાન…

ખેડબ્રહ્મા છાત્રોને ડામની ઘટનામાં ત્રણ માસ બાદ તપાસના આદેશ

આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ગાંધીનગરખેડબ્રહ્મામાંમાં ત્રણ મહિના પહેલા નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 વિદ્યાર્થીઓને સજા માટે ડામ આપ્યા હોવાની ગંભીર ઘટના બની હતી. આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં…

ઈઝરાયેલ એરફોર્સે દક્ષિણ ગાઝામાં પણ બોમ્બમારાની શરૂઆત કરી

આ હુમલાને કારણે ત્યાં સ્થળાંતર કરનારા લોકોની મુશ્કેલી વધી ગઈ છે, તે ત્યાં પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે જેરૂસલેમયુદ્ધના શરૂઆતના સમયમાં ઈઝરાયલે ઉત્તરગાઝા પટ્ટીના લોકોને દક્ષિણ તરફ ખસી જવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે તમે અમારા હુમલામાં ત્યાં સુરક્ષિત રહેશો. તેમ છતાં ઈઝરાયલી એરફોર્સના વિમાને દક્ષિણ ગાઝામાં બોમ્બમારો કરવાની શરૂઆત કરી દીધી છે. આ…

ભારત કેનેડામાં કેટલિક વિઝા સેવાઓ શરૂ કરશે

એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા માટેની સેવાઓ 26 ઓક્ટોબરથી ફરી શરૂ કરવાની ભારતીય હાઈ કમિશનની જાહેરાત ટોરેન્ટોભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર ભારતે બુધવારે કહ્યું હતું કે તે ગુરુવારથી કેનેડામાં કેટલીક વિઝા સેવાઓ ફરી શરૂ કરશે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર…

પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં આગ, 11 લોકો લપેટમાં આવ્યા

સ્થાનિકોએ આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. લગભગ 3 કલાકની મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો ભાંડાઈપંજાબના ફરીદકોટથી મધ્યપ્રદેશના સિયોની જતી પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેન ભયંકર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ ત્યારે લાગી હતી જ્યારે આ ટ્રેન યાત્રીઓથી ભરેલી સ્થિતિમાં ચાલી રહી હતી. આગરાથી 10 કિ.મી. દૂર ભાંડઈ સ્ટેશન નજીક આ આગાની ઘટના બની હતી. જોકે હજુ…

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં અકસ્માતની ઘટનાઓમાં કુલ 22નાં મોત

ઘણા લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બેંગલુરૂઆજે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમાં 22 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કર્ણાટકમાં બેંગલુરુ-હૈદરાબાદ હાઈવે પર કાર…

હાર્દિકનું લિગામેન્ટ ફાટી ગયું, સવ્સ્થ થવામાં બે સપ્તાહ લાગશે

ન્યુઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામે આગામી મેચમાં રમી શકશે નહી મુંબઈભારતીય ક્રિકેટ ટીમ હાલ વન-ડે વર્લ્ડ કપ2023માં ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. હાર્દિક પંડ્યાની ઈજાએ વન-ડે વર્લ્ડ કપ2023 દરમિયાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. હાર્દિકને બાંગ્લાદેશ સામે થઇ ઈજા હવે વધુ ગંભીર થતી દેખાઈ રહી છે. પહેલા સમાચાર મળ્યા હતા કે…

મેક્સિકો કિનારે ‘ઓટિસ’ વાવાઝોડું 230 કિમી ઝડપે અથડાતાં ભારે તારાજી

મેક્સિકોના અકાપુલ્કો પાસે ‘ઓટિસ’ ચક્રવાત ટકરાયું હતું જ્યાં 10 લાખ લોકો રહે છે મેક્સિકોપેસિફિક મહાસાગરના કિનારે સ્થિત મેક્સિકોમાં ગઈકાલે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. મેક્સિકો કિનારે ‘ઓટિસ’ વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. જોરદાર પવન અને વરસાદના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય હતી. આ વાવાઝોડાએ લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને…

રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાને ત્યાં ઈડીના દરોડા

ઈડીએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઘરે પણ દરોડા પાડ્યા જયપુરરાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર પેપર લીક કેસમાં સંડોવણીના આરોપો હેઠળ તેમના પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ઈડીએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના…

સ્ટેડિયમાં આયોજિત લાઈટ શૉ પ્રેક્ષકો માટે સારો, ખેલાડીઓ માટે મુશ્કેલી

આ કારણે મારું માથું દુખવા લાગ્યું. આંખોને એડજસ્ટ કરવામાં પણ સમય લાગી રહ્યો હતોઃ મેક્સવેલ મુંબઈઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 309 રનથી જીત મેળવી હતી. ગ્લેન મેક્સવેલે આ મેચમાં વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. મેક્સવેલે 40 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. પરંતુ મેચ સમાપ્ત થયા બાદ તે નારાજ જોવા…

ભાજપ ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડીના દરોડાની ગંદી રમત રમી રહી છેઃ મમતા

ભાજપ અને ઈડી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાનની ધમકી કોલકાતાપશ્ચિમ બંગાળ સરકારમાં અગાઉ ખાદ્ય મંત્રીનો કાર્યભાર સંભાવનાર અને હાલ કોલકાતામાં પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે ઈડીએ દરોડા પાડ્યા બાદ રાજકારણ ગરમાયું છે. મલિકના ત્યાં દરોડા મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી) ગુસ્સે ભરાયા છે. બેનર્જીએ ભાજપ પર ઈડીના દરોડા અને એનસીઆરટી ભલામણ સહિત ઘણા…

2040 સુધી દેશના ઘણા શહેરોમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે

ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન ક્લાયમેન્ટ ચેન્જ રીસર્ચના વિશ્લેષણમાં આ ભવિષ્યવાણી કરાઈ, 1961થી 2021 વચ્ચે ભારતમાં હીટવેવના સમયગાળામાં આશરે અઢી દિવસનો વધારો થયો નવી દિલ્હીટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યું છે. જો આ રીતે જ કાર્બન…

ઓટ્ટાવામાં તિરંગો લપેટી મોદી-અધિકારીઓનાં પૂતળાં સળગાવાયા

ખાલિસ્તાનીઓએ ભારત અને હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા ઓટ્ટાવાખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યા મામલે ભારત-કેનેડા વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે, ત્યારે કેનેડામાં ફરી ભારત વિરોધી અપમાનજનક કૃત્ય કરાયું હોવાની ઘટના સામે આવી છે. ખાલિસ્તાની સમર્થકોએ દશેરા પર્વે ઓટ્ટાવામાં ભારતીય ત્રિરંગામાં લપેટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય દૂતાવાસના અધિકારીઓના પુતળા સળગાવ્યા……

શેરબજારમાં એક જ દિવસમાં રોકાણકારોના 5.54 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

સેન્સેક્સમાં 901 અને નિફ્ટીમાં 265 પોઈન્ટનું ગાબડું પડ્યું, 5 વર્ષમાં બજારની આ પ્રથમ નકારાત્મક ઓક્ટોબર શ્રેણી છે મુંબઈભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. 5 વર્ષમાં બજારની આ…

એશિયન પેરા ગેમ્સમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન, 17 ગોલ્ડ સાથે 75 મેડલ

21 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ, ભારતે અગાઉ 2018માં જાકાર્તા એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 72 મેડલ જીત્યા હતા હાંગઝોઉએશિયન પેરા ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારતે 26 ઓક્ટોબર 2023ની સવારે હોંગઝોઉમાં ઈતિહાસ રચ્યો હતો. હોંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે ભારતની મેડલ સંખ્યા 75 પર પહોંચી ગઈ છે. જેમાં 17…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છેફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છેએન્ટ્રી લોડ લાગુ નથી અને…