2024માં ભાજપ ત્તામાં આવશે તો લોકોનો મતાધિકાર છીનવી લેશેઃ અખિલેશ

ભારતની લોકશાહી અને તેના બંધારણને ખતરો હોવાનો સપાના પ્રમુખે ભય વ્યક્ત કર્યો શાહજહાંપુરઅગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બધા પક્ષો પોતાની તાકાત લગાવી રહ્યા છે. એવામાં ફરી એકવાર સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. શાહજહાંપુરમાં એક કાર્યક્રમને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તમામ સપા કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીની તૈયારી પુરી તાકાતથી…

અખિલેશ પર સવાલથી કમલનાથ બોલ્યા, છોડો અખિલેશ વખિલેશ

કમલનાથના નિવેદનથી સપાના પ્રમુખ અખિલેશ યાદવનો આક્રોશ, તો અમે ઈન્ડિયાની બેઠકમાં પણ ગયા ન હોત ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ગુસ્સે ભરાયા છે. અખિલેશે પણ વળતો જવાબ આપી ઈન્ડિયા ગઠબંધનને લઈ મોટી…

સેન્સેક્સમાં 232 અને નિફ્ટીમાં 82 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, રિયલ્ટી, ઈન્ફ્રા અને ઓટો શેર્સમાં દબાણ હતું. મેટલ, એફએમસીજી, ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈઈઝરાયલ હમાસની યુદ્ધની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. આજે સતત ત્રીજા દિવસે બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. બજારમાં વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ…

કેનેડાના રાજદ્વારીઓને દેશ છોડવા અંગે કોઈ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન કર્યું નથીઃ ભારત

કેનેડાએ ભારત પર રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયનો આકોર જવાબ નવી દિલ્હીભારતના વિદેશ મંત્રાલયે 41 કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ પર વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે અમે 19 ઓક્ટોબરે કેનેડા સરકારનું નિવેદન જોયું છે.વિદેશ મંત્રાલયે…

શિલ્પા શેટ્ટી-રાજકુંદ્રાના છૂટાછેડા લીધા હોવાની અટકળ

રાજ કુન્દ્રાએ પોતાના ટ્વીટમાં સ્પષ્ટ કંઈ લખ્યું નથી, જેના કારણે અલગ-અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે નવી મુંબઇબોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેના પતિએ તેના ટ્વિટર પર એક એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે અભિનેત્રીના ચાહકો આઘાતમાં છે.રાજ કુન્દ્રાએ રાત્રે…

ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા ન્યૂઝિલેન્ડ સામેની મેચ ગુમાવશે

હાર્દિક પંડ્યાના ઘૂંટણના ભાગમાં જે ઈજા થઇ તેની સારવાર બેંગલુરુમાં ચાલી રહી છે નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં ભારતનું અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે અને તે બધી જીત્યું છે એવા હાલ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની…

પેલેસ્ટાઈનના લોકો ગાંદીજીની અહિંસક લડતને અપનાવેઃ તુર્કી અલ ફૈસલ

સાઉદી અરબના પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ તુર્કી અલ ફૈસલે ગાંધીજીને યાદ કર્યા રિયાધ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે સાઉદી અરબના પૂર્વ ઈન્ટેલિજન્સ ચીફ તુર્કી અલ ફૈસલે ગાંધીજીને યાદ કર્યા છે.  તેમણે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના ઘર્ષણમાં આમ લોકોની થઈ રહેલી હિંસાનો વિરોધ કરતા કહ્યુ છે કે, કોઈ પણ પ્રકારની હિંસા કે સૈન્ય કાર્યવાહી…

હવે માત્ર જેઈઈ એપેક્સ બોર્ડ જ જેઈઈ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી  તમામ માહિતી ટેકનોલોજી-સંબંધિત સપોર્ટ અને બેક-એન્ડ પ્રવૃત્તિઓનું સંચાલન કરશે નવી દિલ્હી જેઈઈ મેઈન્સ 2024ની પરીક્ષાનું શેડ્યુંલ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે  શિક્ષણ મંત્રાલયે આઈઆટીએસ, એનઆઈટીએસ અને અન્ય કેન્દ્રિય તકનીકી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ  પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) માટે જેઈઈ એપેક્સ ના બોર્ડની રચના અને વહીવટી માળખાના પુનર્ગઠન માટેનો આદેશ પસાર…

ઈન્સ્ટા એપમાં બર્થડે, ઓડિયો નોટ, સેલ્ફી વિડીયો નોટ અને સ્ટોરી માટે મલ્ટી લિસ્ટ ફીચર મળશે

ટૂંક સમયમાં જ તમને કમેન્ટમાં પોલ ક્વેશ્ચનનું ફીચર મળશે, જેથી હવે કમેન્ટમાં જ લોકોના મત જાણી શકાશે નવી દિલ્હી મેટા ઈન્સ્ટાગ્રામ એપમાં ઘણા નવા ફીચર્સ આવવાના છે. ઈન્સ્ટાગ્રામ યુનિવર્સીટી સેશન દિલ્લી એડીશનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ  ક્રિએટર્સ તેમજ સામાન્ય લોકો માટે શું આવવાનું છે તે જણાવ્યું હતું. આ સેશનમાં કંપનીએ ક્રિએટર્સને નવા…

યુએન,ડબલ્યુએચઓ, ડબલ્યુટીઓ જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યોઃ સીતારમણ

ફુગાવો, ધીમી વૃદ્ધિ , નાણાકીય સ્થિરતાના છુપાયેલા જોખમો વગેરે જેવી પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે પડકારજનક નવી દિલ્હી દિલ્હીમાં ‘કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ’નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપક્ષીય સંસ્થાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી.   તેમણે સંબોધનમાં જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે માત્ર બેંકો જ…

દક્ષિણ- પશ્ચિમ મોન્સૂનની સામાન્ય તારીખથી 4 દિવસ પછી 19 ઓક્ટોબરે વિદાય

મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી ૨૫મી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી પુના, નવી દિલ્હી   ભારતમાં હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે, દક્ષિણ- પશ્ચિમ મોન્સૂન ૧૫મી ઓક્ટોબરથી સામાન્ય તારીખના ૪ દિવસ પછી ગુરૂવારે (તા. ૧૯ ઓક્ટો.) ભારતમાંથી સંપૂર્ણ રીતે વિદાય થયું છે. મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી…

અલનીનોની અસરથી શિયાલો વધુ ગરમ રહેશે, ઘઉંના ભાવ ઊંચા રહેશે

ઘઉંના ભાવ ઉંચા જવાના જ છે તેની પાછળ ચોખા સહિત અન્ય ખાદ્યાન્નના ભાવ પણ વધવાની શક્યતા છે નવી દિલ્હી, ચંડીગઢ   દેશમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઘઉં ઉત્પાદક રાજ્યો આવી જાય છે તેમાં કેન્દ્ર સરકારે બુધવારે વિવિધ ‘રવી’ પાકના ટેકાના ભાવ (મીનીમમ સપોર્ટ પ્રાઇસ એમ.એસ.પી.)માં ક્વિંટલદીઠ રૂ. ૧૫૦/-નો વધારો જાહેર કર્યો છે તેથી ૨૦૨૩-‘૨૪ની…

ચીન અનેકગણી ઝડપે પરમાણુ હથિયાર વધારી રહ્યું છે

અમેરિકા કરતાં આધુનિક સૈન્ય બને તે માટે જિનપિંગ પાણીની જેમ ફંડ વાપરે છે વૉશિંગ્ટન   અમેરિકાના સંરક્ષણ વિભાગે અમેરિકન કોંગ્રેસને ચીનના લશ્કર અંગેનો અહેવાલ આપ્યો હતો. એમાં દાવો કર્યો હતો કે ચીન ધારણાં કરતાં અનેક ગણી ઝડપે પરમાણુ હથિયારો વધારી રહ્યું છે અને અમેરિકા કરતાં આધુનિક સૈન્ય બને તે માટે જિનપિંગ પાણીની જેમ ફંડ વાપરે…

પુતિન-હમાસ લોકતંત્રને ખતમ કરી દેવા માગે છેઃ બાયડેન

રાષ્ટ્રપતિ બાયડેને પોતાના સંબોધનમાં યુક્રેન અને ઈઝરાયલને મહત્વપૂર્ણ ગણાવ્યા અને બંનેને મદદ આપવાની વાત પણ કહી વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ઓવલ ઓફિસથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે મારા માટે બંધક બનાવવામાં આવેલા અમેરિકનોની સુરક્ષાથી મોટી કોઈ પ્રાથમિકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે હમાસ અને રશિયા બંને લોકશાહીને નષ્ટ…

કોહલીએ આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં સદી ફટકારી

વિરાટની વનડેમાં સદીની સંખ્યા 48  પર પહોંચી, સચિનના 49 સદીના રેકોર્ડથી એક સદી દૂર પૂણે ગઈકાલે પૂણેમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપીને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલી એ શાનદાર સદી ફટકારી હતી અને અનેક રેકોર્ડ સર્જ્યા હતા. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ…

ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલામાં હમાસ નેશનલ સિક્યોરિટી ફોર્સનો વડો-પરિવાર ઠાર

ઇઝરાયલના સુરક્ષા દળોએ ગાઝા પટ્ટીમાં હમાસના અગ્રણી નેતા મહેસનના ઘર પર બોમ્બમારો કર્યો અને તેને ધ્વસ્ત કરી નાખ્યો હતો જેમાં તેના સમગ્ર પરિવારનું મૃત્યુ થયું તેલઅવિવ પેલેસ્ટાઈનમાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને મોટી સફળતા મળી છે. અહેવાલ અનુસાર હમાસ નેશનલ સિક્યોરિટી ફોર્સનો વડો જેહાદ મેહેસેન અને તેનો આખો પરિવાર ઇઝરાયલી સેનાના હવાઈ હુમલામાં ઠાર મરાયો છે….

બિઝનેસમેન પર પીએમઓએ બંદૂકની અણિએ સહીઓ કરાવીઃ મહુઆ મોઈત્રા

મહુઆએ હીરાનંદાણીના સોગંદનામાની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊઠાવ્યો નવી દિલ્હી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઈત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણીએ ગંભીર આરોપો મૂકી ખળભળાટ મચાવી દીધો છે. જોકે તૃણમૂલ સાંસદે સામે વળતા પ્રહાર કર્યા હતા. તેમણે વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ) પર આરોપ લગાવ્યો છે કે તેના દ્વારા બિઝનેસમેન પર દબાણ બનાવાયું છે.  મહુઆએ હીરાનંદાણીના સોગંદનામાની વિશ્વસનીયતા…

ભારતમાં કેનેડિયન નાગરિકોને ડરાવવા-ધમકાવવામાં આવી શકે છે

કેનેડાએ આ નવી ટ્રાવેલ એડવાઈઝરી ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવાના નિર્ણય બાદ જાહેર કરી ટોરેન્ટો કેનેડાએ ભારત જનારા તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેનેડિયન નાગરિકોને ડરાવવા-ધમકાવવામાં આવી શકે છે અને તેમનું શોષણ પણ થઈ શકે છે. કેનેડાએ આ નવી ટ્રાવેલ એડવાઈઝરી ભારતમાંથી તેના…

ગાઝામાં ચર્ચ પર હુમલામાં અનેક લોકો માર્યા ગયાની શંકા

પેલેસ્ટિની વિસ્તારમાં અથડામણો ફાટી નીકળ્યા બાદ ગાઝાના ઘણા રહેવાસીઓએ ચર્ચમાં આશરો લીધો હતો તેલઅવિવ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ  પર થયેલા હુમલામાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે હમાસ અને ઈઝરાયલ એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે ત્યારે…

વિરાટની સદી માટે અમ્પાયરે વાઈડ બોલ ન આપ્યાની ચર્ચા

નવા નિયમ મુજબ બેટર સ્ટાઈ બદલી નાકે અને બોલ બહાર જતો હોય તો અમ્પાયર વાઈડ બોલ આપતા નથી નવી દિલ્હી ભારતે ગઈકાલે બાંગ્લાદેશ 7 વિકેટ જીત મેળવી હતી. આ મેચમાં કોહલીએ સદી ફટકારી હતી. જો કે મેચ દરમિયાન અમ્પાયરના એક નિર્ણયને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોએ કોહલીની સદી માટે આ નિર્ણય આપ્યો…