હીરામણિ પ્રાથમિક શાળામાં રથયાત્રા પર ચિત્ર અને મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7માં રથયાત્રા પર ચિત્ર મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ રંગીનકાગળ, પૂંઠું, મોતી, કલર, જરીપટ્ટી, ટીલડી, મોરપીંઠ, સળીનો ઉપયોગ કરી જગતના નાથ જગન્નાથ, સુભદ્રા અને બલરામના મોડલ બનાવ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.
