શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે “ગોસેવા મહોત્સવ”નું આયોજન
સનાતન-હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયોની સેવા અને પૂજન અર્ચન કરવાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે તા.13, 14, 15 જાન્યુઆરી-2024 સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન ગોસેવા આધારિત મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ સવારે 8-30 તથા સાંજે 6-30 કલાકે ગોઆરતી કરવામાં આવશે. સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે ગૌલોકવાસી…
