યુએસમાં મૂળ કેરળના શખ્સને પત્નીની હત્યામાં આજીવન કેદ

નર્સ તરીકે કામ કરતી પત્નીને તેના પતિએ છરીના 17 ઘા ઝીંક્યા અને પછી તેના પરથી કાર ચલાવી દીધી વોશિંગ્ટન મૂળ કેરળના યુવાને અમેરિકાના ફ્લોરિડામાં તેની પત્નીની હત્યા કરી હતી. પતિ-પત્ની વચ્ચે કેટલાક સમયથી અણબનાવ હતો અને પત્ની તેના પતિથી અલગ થવા માંગતી હતી. નર્સ તરીકે કામ કરતી પત્નીને તેના પતિએ છરીના 17 ઘા ઝીંક્યા અને…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધનો મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો

ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 10,022 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તેમાં 4100 થી વધુ બાળકો છે જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે.  આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર…

ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ જોડાઈ ગયું

આ સાથે જ ચિલી આ જોડાણનું 95મું સભ્ય બની ગયું નવી દિલ્હી ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ જોડાઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક્સ (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે આજે તેમણે ચિલીના રાજદૂત જુઆન એંગ્યુલો અને વિદેશ મંત્રાલયના સંયુક્ત…

દિલ્હી-એનસીઆરમાં ૫.૬ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ગભરાટ

દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગમાં ત્રણ દિવસમાં બીજીવાર ભૂકંપના આંચકા લાગ્યા નવી દિલ્હી   દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં તેની તીવ્રતા ૫.૬ની માપવામાં આવી હતી. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગમાં ત્રણ દિવસમાં…

પેલેસ્ટાઈન સમર્થકોનો તુર્કીમાં અમેરિકી જવાનોની છાવણી પર હુમલો

લંડનમાં 30 હજારથી વધુ લોકોના ધરણાં, ફ્રાંસ, અમેરિકા, જર્મની, ઇટાલીમાં સ્ટોપ વોરના પોસ્ટરો સાથે રેલીઓ યોજાઇ  વોશિંગ્ટન   હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં અને શાંતિ માટે લાખો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. ઇઝરાયેલને સમર્થનના વિરોધમાં અમેરિકામાં અને બહાર પણ પણ લોકો પ્રદર્શન કરી રહ્યા…

બિહારમાં જાતિ-જન-ગણનામાં ભારે ગરબડ થઈઃ અમિત શાહ

બિહારના ઉપ મુખ્યમંત્રી અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અમિત શાહના નિવેદન પર ભડકી ઉઠયા મુઝફ્ફરનગર   બિહારમાં જાતિ-જન-ગણના પર હજીએ રાજકારણ ખેલાઈ રહ્યું છે. રવિવારે સાંજે મુઝફ્ફરનગર જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાતિ-જન-ગણનામાં ભારે ગડબડ થઈ હોવાની વાત કરી, અને નીતીશકુમાર સરકાર પર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે તેઓ લાલુપ્રસાદ યાદવનાં દબાણમાં ઝુકી જઈ…

ભારતનો જીડીપી વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેવાનું અનુમાન

ફિચ રેટિંગ્સ એજન્સીએ ભારતના ગ્રોથ રેટને 0.7 ટકા વધારીને 6.2 ટકા અંદાજ્યો, ચીનના ગ્રોથ રેટમાં મોટા ઘટાડાનો અંદાજ નવી દિલ્હી ભારત દુનિયાની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા છે અને આ ઇકોનોમિક ઝડપ યથાવત રહેવાનું અનુમાન છે. આ પ્રકારનું નિવેદન તમામ રેટિંગ એજન્સી દ્વારા આપવામાં આવી રહ્યું છે. માટે જ આ કારણના લીધે વર્લ્ડ બેંક અને…

સીઆઈસીની નિમણૂંકમાં અંધારામાં રખાયા હોવાનો અધિર રંજનનો આક્ષેપ

અધિર રંજને રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે કે માહિતી કમિશનરની પંસદગી વિશે ન તો કંઈ કહ્યું કે ન તો મારી સલાહ લેવામાં આવી નવી દિલ્હી દેશના મુખ્ય માહિતી કમિશનર તરીકે હીરાલાલ સામરિયા ને નિયુક્ત કરવામાં આવ્યા છે તેમણે ગઈકાલે કેન્દ્રિય માહિતી આયોગ (સીઆઈસી)ના વડા તરીકે શપથ લીધા હતા. જો કે તેમની નિમણૂકને લઈને પણ વિવાદ…

ટાઈમ આઉટ આપવા બદલ એન્જેલો મેથ્યુઝ શાકીબ પર ભડક્યો

‘આજથી પહેલા હું શાકિબ અને બાંગ્લાદેશને ખૂબ માન આપતો હતો પરંતુ હવે હું આમ કરી શકીશ નહીઃ મેથ્યુઝ નવી દિલ્હી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કંઇક એવું જોવા મળ્યું હતું જે આજ સુધી ક્યારે બન્યું ન હતું. ક્રિકેટ ઈતિહાસના 143…

અફઘાનિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વાલિફાઈ

બાંગ્લાદેશ સામે શ્રીલંકાની હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ થઇ નવી દિલ્હી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થશે. અફઘાનિસ્તાનની ટીમ હાલ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં જીત મેળવી છે. પરંતુ આજે ઓસ્ટ્રેલિયા સામે જીતવું તેના માટે અઘરું રહેશે. અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 ની પસંદગી ચેમ્પિયનશિપ-2023

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2023 સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ 10.11.2023 અને 11.11.2023 આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવશેટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 10.11.2023ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે.જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના 150 થી વધુ ખેલાડીઓ હશેઆ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની અપેક્ષા છે. રોકડ પુરસ્કાર રૂ. 13,000/-દરેક…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

મુંબઈ ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારી (મેન્ટલ વેલબિઈંગ)ને પ્રોત્સાહન આપવા માટે ‘ક્લેમ યોર કાલ્મ’ શીર્ષકવાળી એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન શરૂ કરી છે. ઉદ્યોગ માટે અગ્રણી પગલામાં, કેમ્પેઈન, જેમાં ત્રણ મનમોહક ફિલ્મોનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે સ્ક્રિપ્ટ, સંપાદન અને પ્રોક્શન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે. ભારતમાં, આરોગ્યને (nearly half) લગતા…

બેલિંગહામ, સિમોન, ગુમ્બાઉ, બ્રાયન ઝરાગોઝા અને સાઉલ કોકો ઓક્ટોબર માટેના લાલિગા એવોર્ડ જીત્યા

LALIGA શ્રેષ્ઠ ગોલ, શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ રમત અને શ્રેષ્ઠ U23 ખેલાડી માટે ઇનામ આપે છે. લાલિગા, ગ્લોબ સોકર સાથેના તેના કરારના ભાગ રૂપે, “લાલીગા એવોર્ડ્સ, ધ પ્રાઇડ ઓફ અવર ફૂટબોલ”નું આયોજન કરી રહ્યું છે, જેમાં શ્રેષ્ઠ ગોલ, શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ રમત અને શ્રેષ્ઠ U23 ખેલાડી માટે પાંચ માસિક શ્રેણીઓનો સમાવેશ થાય…

દિલ્હીથી લખનઉ સુધી 5.6ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું, ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા નવી દિલ્હીદિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં…

સેન્સેક્સમાં 595 અને નિફ્ટીમાં 181 પોઈન્ટનો વધારો નોંધાયો

રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળો મુંબઈભારતીય શેર બજારમાં આજે શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો, આજે ખુલતા માર્કેટની સાથે જ તમામ ઇન્ડેક્સ તેજી સાથે ખુલ્યા અને કારોબારી દિવસના અંતે તેજી સાથે બંધ થયા હતા. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.92 ટકા ચઢીને 594.91 પૉઇન્ટ ઉછળ્યો હતો, અને 64,958.69ના સ્તરે બંધ…

શ્રીલંકાના બેટર એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ જાહેર કરાયો

ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બન્યું, આજ સુધી કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થઈને પેવેલિયન પરત જવું પડ્યું નથી નવી દિલ્હીઆઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં અત્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે, આ મેચમાં આજે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. આ મેચ દરમિયાન એવું બન્યું જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બન્યુ….

2018ના જમ્મુ આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટર માઈન્ડ ખ્વાજાની માથું કાપેલી હાલતમાં લાશ મળી

થોડા દિવસો પહેલા ખ્વાજા શાહિદનું અપહરણ કરી લેવામાં આવ્યુ હતું નવી દિલ્હીતાજેતરમાં ભારતના અનેક દુશ્મનોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, વર્ષ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પીઓકેમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે. પ્રાપ્ત…

ટીમ મેનેજમેન્ટ કોહલીને છેલ્લે સુધી ટકી રહેવા મેસેજ મોકલ્યો હતો

વિરાટ અને શ્રેયસ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇશાન કિશનને મેસેન્જર તરીકે મેદાન પર મોકલ્યો હતો કોલકાતાભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડનમાં વન-ડે વર્લ્ડ કપ2023ની 37મી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવી વન-ડે વર્લ્ડ કપ2023માં તેની સતત 8મી જીત નોંધાવી હતી. પરંતુ…

નેપાળ માટે ભારતે રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો

10 કરોડ રૂપિયાની કટોકટીની રાહત સામગ્રીમાં ટેન્ટ, કમ્બલ, તાડપત્રી, ચાદરો અને સ્લીપિંગ બેગની સાથે-સાથે આવશ્યક દવાઓ, પોર્ટેબલ વેન્ટિલેટર અને તબીબી સાધનો વગેરે સામેલ છે નવી દિલ્હીનેપાળમાં શુક્રવારે આવેલા ભીષણ ભૂકંપે તબાહી મચાવી દીધી છે. પશ્ચિમી નેપાળમાં આવેલા આવેલા આ ભૂકંપથી અત્યાર સુધીમાં 157 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે….

તેજસ્વી યાદવ અંગે અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર સુપ્રીમની રોક

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવ નીચલી અદાલતમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મળી ગઈ નવી દિલ્હી‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદનને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા આ કેસની અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવ…