હૌથી બળવાખોરોનો યમનથી ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોનથી હુમલો

એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને હૌથી બળવાખોરોની મિસાઈલોને નષ્ટ કરી દીધી હોવાનો ઈઝરાયેલનો દાવો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા 26 દિવસથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે હવે યમનના ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ…

ગાઝામાં જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હુમલામાં 50થી વધુનાં મોત

ગાઝામાં હમાસના આતંકીઓએ ઈઝરાયલી સૈન્યના બે જવાનોને ઠાર માર્યા તેલઅવિવ ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ વચ્ચે મૃતકાંક 10000ને વટાવી ગયો છે ત્યાં પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઉત્તર ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો જેમાં 50થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે અને 150થી વધુ ઘવાયા હતા. …

શુભમન ગિલ અને શ્રેયસ ઐયરનું નબળું ફોર્મ ભારત માટે ચિંતાજનક

ગિલે 4 મેચમાં 26ના એવરેજથી 104 રન બનાવ્યા, શ્રેયસે 6 મેચમાં 33.50ના એવરેજથી 134 રન બનાવ્યા નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપ2023માં તેની તમામ 6 મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમ હાલ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ 6 મેચ બાદ ભારતીય ટીમની બે નબળાઈઓ સામે આવી છે જે તેને નોક આઉટ…

વન-ડે વર્લ્ડ કપમાં 56 સિક્સર સાથે રોહિત શર્મા ટોચ પર

યુએઈના ક્રિકેટર મોહમ્મદ વસીમ વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને છે, તેણે અત્યાર સુધી 47 છગ્ગા ફટકાર્યા છે નવી દિલ્હી હાલ ભારતમાં વન-ડે વર્લ્ડ કપ 2023 રમાઈ રહી છે. ક્રિકેટનો આ મહાકુંભ તેની ચરમસીમાએ છે. બેટ્સમેનો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યા છે અને મોટાભાગની મેચમાં સદી પણ ફટકારી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના…

પત્ની દ્વારા પતિને શારીરિક સબંધની ના પાડવી માનસિક ક્રૂરતા

આ ક્રૂરતા ત્યારે ગણાશે જ્યારે એક સાથીએ લાંબા સમય સુધી જાણીજોઈને આવું કર્યું હોય નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈને એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. પતિએ તેની પત્નીથી એમ કહેતા છુટાછેડાની માગ કરી હતી કે તેની પત્ની તેને ઘરજમાઈ બનાવી રાખવા માગે છે અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવા પણ તૈયાર નથી….

બોલિવિયાની સરકારની ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત

બોલિવિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવતા રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં ઈઝરાયેલની સતત કાર્યવાહીમાં 10000થી વધુ લોકો માર્યા ગયા છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.  ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો…

આંદોલનકારીઓનો મહારાષ્ટ્રના પ્રધાનની કાફલાની કાર પર હુમલો

એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી,  દ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાને આ બેઠકમાં ચર્ચા કરવા માટે આમંત્રણ નથી આપવામાં આવ્યું મુંબઈ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે મોટાપાયે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે. ઉલ્લેખનીય…

ઈન્ડિયાનામાં ભારતીય મૂળના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો

વાલપરાઈસો શહેરમાં એક સાર્વજનિક જીમમાં 24 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થી પર હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ ઈન્ડિયાના અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળના એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ભારતીય મૂળના વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ તેની હાલત નાજુક…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરદાર જયંતીની ઉજવણી કરવામાં આવી

અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત હીરામણિ શાળા ગુજરાતી માધ્યમમાં તારીખ :-28 /10/ 2023 શનિવારના રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર્યા ભારતીબેન મિશ્રા ,કૉ.ઑડીનેટર્સ , શિક્ષકો, ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં . સવારે 7:30 કલાકે શાળાનાં વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને એકત્રિત…

Viacom18 અને PUMAએ દિલ્હીમાં સત્તાવાર LALIGA વોચ પાર્ટીમાં ELCLÁSICO અનુભવને પ્રકાશિત કર્યો

પ્રભાવક emcee Drog BABA સાથે; ભાગ્યશાળી ચાહકોને ઇવેન્ટમાં ભાગ લેવાની અને મોટી જીત મેળવવાની તક આપવામાં આવી હતી, જેમાં બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા દ્વારા હસ્તાક્ષરિત લલિગા બોલનો સમાવેશ થાય છે મુંબઈ FC બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ વચ્ચેની બહુપ્રતિક્ષિત અથડામણ – વિશ્વ ફૂટબોલની સૌથી મોટી રમત પ્રતિસ્પર્ધીઓમાંની એક – અપ્રતિમ ઉત્સાહનો અનુભવ થયો કારણ કે તે…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ • એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છે• ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છે• એન્ટ્રી લોડ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ઉદ્યોગ પ્રથમ ‘એનીવ્હેર કેશલેસ’ કેમ્પેઇનને નોંધપાત્ર સફળતા મળી

મુંબઈ ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના નવીન “એનીવ્હેર કેશલેસ” કેમ્પેઇન પૂરું થયાની જાહેરાત કરતા ઉત્સાહિત છે. ‘એનીવ્હેર કેશલેસ’ સર્વિસ એ એક અગ્રણી પહેલ છે જેણે પોલિસીધારકોને તેના નેટવર્ક જોડાણને ધ્યાનમાં લીધા વિના કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સુવિધાઓની ઍક્સેસ પ્રદાન કરીને હેલ્થ ઇન્શ્યોરન્સને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે. આ કેમ્પેઇનને અલગ પાડે છે અદ્યતન…

જિયો વર્લ્ડ પ્લાઝાનો મુંબઈમાં પ્રારંભ, ભારતમાં ટોપ-એન્ડ રિટેલ અને મનોરંજનના અનુભવો માટે નવા સીમાચિન્હો

મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી છે. મુંબઈના મધ્યમાં બી.કે.સી.માં વ્યૂહાત્મક રીતે આવેલું જિયો વર્લ્ડ પ્લાઝા (જે.ડબ્લ્યૂ.પી.) નવેમ્બર 1, 2023ના રોજથી જાહેર જનતા માટે શરૂ થઈ રહ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર…

એક રોલરકોસ્ટર લાલીગા ઈએ સ્પોર્ટ્સ સીઝન: આ સપ્તાહમાં ટોચના ચારમાંથી માત્ર ચાર પોઈન્ટ અલગ અને છ ઈજા-સમયના રમત-બદલતા ગોલ!

સિઝનના 11 મેચ ડે, LALIGA EA SPORTS અઠવાડિયા પછી અઠવાડિયા સુધી ડ્રામા ચાલુ રાખે છે. ટેબલ અને યુરોપિયન સ્પોટની ટોચ પરની ચુસ્ત લડાઈથી લઈને રેલીગેશન સામેની લડાઈ સુધી, સપ્તાહના અંતે LALIGA જોવું એ ઉત્તેજના માટે ચોક્કસ બાંયધરી છે. પ્રથમ અને બીજા સ્થાને રહેલ રિયલ મેડ્રિડ અને ચોથા સ્થાને એફસી બાર્સેલોના (24 પોઈન્ટ) થી ગીરોના એફસી…

એપલ હેકિંગ કેસની તપાસના કેન્દ્રએ આદેશ આપ્યા છેઃ વૈષ્ણવ

વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો આરોપ લગાવ્યો હતો અને એપલ દ્વારા મળેલા ચેતવણી સંદેશને શેર કરીને સરકારની ટીકા કરી નવી દિલ્હીવિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર એપલ હેકિંગનો દાવો કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દાવાઓને ફગાવી દઈને જવાબ આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે એપલ હેકિંગ કેસની તપાસના…

2024માં એનડીએ ફરી સત્તા પર નહીં આવે તો ભારતીય શેરબજારમાં કડાકો બોલશે

બિઝનેસ સ્ટાન્ડર્ડ બીએફએસઆઈ સમિતિ 2023ને સંબોધિત કરતા ક્રિસ વુડે શેરબજાર માટે સૌથી મોટા રિસ્કનો ઉલ્લેખ કરતા ચોંકાવનારું નિવેદન કર્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર સતત ત્રીજી વખત સત્તામાં ન આવી તો ભારતીય શેરબજારમાં સુનામી આવી શકે છે. શેરબજાર 25% સુધી પડી શકે છે. આ આશંકા દુનિયાના…

ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીની સ્પેશિય ઓપરેશન મેડલ માટે પસંદગી

ડીઆઈજીપી દિપેન ભદ્રમ, ડીવાયએસપી ભાવેશ રુઝીયા સહિત ગુજરાતમાંથી 20 પોલીસ અધિકારીઓને સન્માન પ્રાપ્ત થશે નવી દિલ્હીકેન્દ્રીય ગૃહમંત્રીના સ્પેશિયલ ઓપરેશન મેડલ-2023 માટે ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. ડીઆઈજીપી દિપેન ભદ્રમ, ડીવાયએસપી ભાવેશ રુઝીયા સહિત ગુજરાતમાંથી 20 પોલીસ અધિકારીઓની મેડલ માટે પસંદગી કરાઈ છે. મણિપુર પોલીસના મહાનિદેશક રાજીવ સિંહ તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ…

બધું કાગળ પર જ છે, જમીનની વાસ્તવિકતા કંઈક જુદી છેઃ સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં દિલ્હી અને પંજાબ સહિત પાંચ રાજ્યોને પૂછ્યું હતું કે પ્રદૂષણને રોકવા માટે શું પગલાં લીધાં નવી દિલ્હીદિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રદૂષણ ખુબ જ વધી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા આકરી પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે બધું માત્ર કાગળ પર જ થઈ…

સેન્સેક્સમાં 238 અને નિફ્ટીમાં 61 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા મુંબઈઆજે ઘરેલુ શેર બજારમાં ખુલતા માર્કેટમાં તેજી પરત ફરી હતી, પરંતુ ગ્લૉબલ માર્કેટનો નજીવા સપોર્ટના કારણે બંધ થઇ રહેલુ માર્કેટ ફરી ઘટાડામાં આવ્યુ હતુ. આ કારોબારી દિવસના અંતે ભારતીય શેર માર્કેટના બન્ને ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી…

દધિચી બ્રિજ પાસે યુવકને ગોળી મારી, શાહપુર-મિરઝાપુરમાં માં યુવકો પર ચપ્પુ હુલાવાયું

એક પણ કિસ્સામાં હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી, ત્રણ પૈકી બે હત્યાના કારણો તો સામે આવી ચૂક્યા છે પરંતુ રિવરફ્રન્ટમાં યુવકની હત્યાનું કારણ સામે નથી આવ્યું અમદાવાદઅમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે હત્યા રાત્રિ દરમિયાન અને એક હત્યા આજે સવારે બનતા ચકચાર મચી જવા પામી…