વિક્રમી ત્રિમાસિક સંકલિત EBITDA રૂ. 41,982 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 5.1%ની વૃધ્ધિ જિયો પ્લેટફોર્મ્સની વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8%ની વૃધ્ધિ રિલાયન્સ રિટેલ્સની ત્રિમાસિક EBITDA રૂ. 5,000 કરોડને પાર જિયોએ ‘જિયોભારત’ ફોન પ્લેટફોર્મ સાથે ‘2G મુક્ત ભારત’ વિઝનને વેગ આપ્યો કુલ 314 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ સાથે ફિઝિકલ–ડિજીટલ ફૂટપ્રિન્ટમાં વિસ્તરણ સાથે રિટેલની મજબૂત વૃધ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું આ પરિણામો અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ રિલાયન્સની આ ત્રિમાસિકગાળામાં મજબૂત કામગીરી તથા નાણાકીય પ્રદર્શને વિવિધ ઔદ્યોગિક તથા ઉપભોક્તા સેગમેન્ટની માગને પરિપૂર્ણ કરતા વ્યાપારના અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પોષાય તેવા દરે જિયોની ગુણવત્તાસભર ઓફરિંગ્સની…