હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી
હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરતી કરી મા અંબાની આરાધના કરી વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓની સાથે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, આચાર્યા ગુંજનબેન શિવાલકર, શિક્ષકો તેમજ બધા જ કર્મચારીઓ જોડાયા હતા.
